ગયા અંકનો સવાલ:
જવાબ:
વિષય : લોજીક ગહનતા: ૪/૫
સફરજનના વેપારી પાસે ૧૦ બાસ્કેટ ભરીને સફરજન છે. દરેક બાસ્કેટમાં થોડા સફરજન છે પણ એની સંખ્યા એકસરખી નથી. પણ દરેક બાસ્કેટમાં ઓછામાં ઓછા દસ સફરજન તો છે જ. હવે વેપારીના એક ગોટાળાને (જે તેમના માટે બહુ જ સાહજિક હોય છે !) લીધે એક ખોટું બાસ્કેટ આ દસ બાસ્કેટમાં સામેલ થઇ ગયું છે. બાકીના ૯ બાસ્કેટમાં રહેલા દરેક સફરજનનું વજન ૯૦ ગ્રામ છે જયારે પેલા ફોલ્ટી બાસ્કેટમાં રહેલા દરેક સફરજનનું વજન ૧૦૦ ગ્રામ છે. હવે તમને એક વધારાનું ખાલી બાસ્કેટ અને ત્રાજવું આપ્યું છે. વેપારી (હમેશની જેમ) બહુ ઉતાવળમાં છે અને તમારે ઓછામાં ઓછી વખત ત્રાજવું વાપરી ખોટું બાસ્કેટ શોધી આપવાનું છે.
જવાબ:
જવાબ ખુબ રસપ્રદ છે. ફક્ત એક જ વખત ત્રાજવું વાપરી ખોટા વજનવાળા સફરજન ધરાવતું બાસ્કેટ શોધી શકાય. ચાલો જોઈએ કેવી રીતે.
૧) પ્રથમ દરેક બાસ્કેટને ૧ થી ૧૦ નંબર આપી દો.
૨) હવે ૧ નંબરના બાસ્કેટમાંથી ૧, ૨ નંબરના બાસ્કેટ માંથી ૨, ...૧૦ નંબરના બાસ્કેટ માંથી ૧૦ એપલ (એપલ સ્થાપકની ચિરવિદાય સમયે સફરજનના બદલે એપલ કહીએ તો કેવું?) લો. આમ કુલ ૫૫ એપલ થયા. પેલા ખાલી બાસ્કેટમાં આ ૫૫ એપલ ભરી શકાય.
૩) જો દરેક એપલનું વજન ૯૦ ગ્રામ હોય તો આ ૫૫ એપલનું કુલ વજન ૪૯૫૦ ગ્રામ થવું જોઈએ. ચાલો આ ૫૫ એપલને ત્રાજવે ચડાવીએ અને જોઈએ કેટલું વજન થાય છે.
૪)મળેલા કુલ વજનમાંથી યોગ્ય કે ખરું વજન ૪૯૫૦ બાદ કરતા વધારાનું વજન મળશે. એક ખોટા એપલનું વજન ૧૦ ગ્રામ વધુ છે. માટે કુલ વધારાના વજનને ૧૦ વડે ભાગતા આવા ખોટા એપલની સંખ્યા મળશે. ધારો કે કુલ વજન થયું ૫૦૩૦ ગ્રામ. આમાંથી ૪૯૫૦ ગ્રામ બાદ કરતા મળે, ૮૦ ગ્રામ. મતલબ ૮ ખોટા વજનના એપલનું વજન થયેલું છે.
૫) જેટલા એપલ મળ્યા હોય એ નંબરનું બાસ્કેટ વધુ વજન ધરાવતા એપલવાળું બાસ્કેટ છે! આમ માત્ર એક જ વખત વજન કરી જાણી શકાય કે કયું બાસ્કેટ ખોટું છે.
ઘણા વાંચકોએ સ-રસ પ્રયત્નો કર્યા, પણ ખુબ જ ઓછા વાંચકોએ સાચો જવાબ આપ્યો. નીચેના વાંચકોનો જવાબ એકદમ બરાબર રહ્યો.
ઓમ સાઈ
રવિ બોરીસાગર, સાવરકુંડલા
અચ્યુત સુનીલ પટેલ, આણંદ
મનીષ દવે
ડો. ડી એમ કગથરા, મોરબી
End Game
ચાલો આજે થોડું પાણી માપીએ !
તમારી પાસે બે વાસણ છે. તમે નદી કિનારે બેઠા છો. એક વાસણમાં પાંચ લીટર પાણી સમાય છે. બીજા પાત્રમાં ૩ લીટર પાણી સમાય છે. હવે તમારે એક લીટર પાણી માપીને લેવું છે. કેવી રીતે માપશો ૧ લીટર પાણી ?
ઇઝી ?! સારું ચાલો તો હવે ૪ લીટર પાણી કેવી રીતે માપશો ?
ચાલો જોઈએ તમારું પાણી !!
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : ૯/૧૦/૧૧ ( નૌ દસ ગ્યારહ !)
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : ૯/૧૦/૧૧ ( નૌ દસ ગ્યારહ !)