Monday, January 30, 2012

ગાંધી નિર્વાણ દિન


આજે ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે ગુણવંત શાહે થોડા સમય પહેલાં લખેલાં લેખનો છેડો, અર્પણ છે આખા દેશને !
 
પાઘડીનો વળ છેડે
‘ગાંધીના કોઇ દીકરાએ ગાંધીના નામને વટાવી ખાવાનો પ્રયત્ન ન કર્યો. એમના નામે કોઇ પણ પ્રકારની ખાસ સગવડો કે સવલતોની માગણી ન કરી... કોઇએ સ્વરાજ પછી રાજકારણમાં પ્રવેશવા પ્રયત્ન ન કર્યો. એમના પૈકી કોઇએ અઢળક સંપત્તિ એકઠી ન કરી. આ બધી વાતો આમ તો સામાન્ય લાગે પણ બીજા નેતાઓના દીકરાઓ તરફ નજર કરીએ ત્યારે આ સામાન્ય ઘટનાઓ પાછળ પણ કેટલો અસામાન્ય સંયમ રહેલો હતો એ સમજાય છે.’

                                                  -(‘મને કેમ વિસરે રે’, પાન-૧૩૫). નારાયણ દેસાઇ

નોંધ: ગાંધીજીના વંશજોએ તો એમની ઉત્કૃષ્ટ ખાનદાની પ્રગટ કરી, પરંતુ ભારતના નાગરિકો તરીકે આપણી ખાનદાની ખતમ થઇ તેનું શું? નહેરુવંશી ફરજંદો વડાપ્રધાનપદને પોતાના વિશેષાધિકાર સમજી બેઠાં છે. દેશમાં કદાચ શરમનો દુકાળ પડ્યો હોય એમ લાગે છે. આશા રાખવા માટે પૂરતાં કારણો નથી.

--------------

 અને ગાંધીજીની હત્યાની મૂળ (original) FIR વર્ષો પહેલાં મારા બ્લોગ પર ચડાવેલ, અહી તેની મુલાકાત લઇ શકો છો.


--------------


ગઈ કાલે એક ઓળખતાં ના હોઈએ એવા દક્ષીણ ભારતીય પણ અમેરિકામાં સ્થાયી થયેલાં અપરિચિતનું  ઘર જોવાનું થયું, એક રૂમના ખૂણામાં રહેલા ટેબલ પર સૌથી ઉપર પડેલી ગાંધીજીની આત્મકથાએ ઘરની કિમંત/આબરૂ વધારી મૂકી.