Wednesday, December 1, 2010

ત્રણ બોક્સના ખોટા લેબલ

ગયા અંકનો સવાલ: 

ત્રણ નાના બોક્સ છે. દરેક બોક્સમાં બે લખોટીઓ છે. કુલ છ લખોટીમાં ત્રણ કાળી અને ત્રણ સફેદ લખોટીઓ છે. દરેક બોક્સ પર એક લેબલ લગાડેલ છે. દરેક લેબલ પર સફેદ-સફેદ, સફેદ-કાળો, અથવા કાળો-કાળો લખેલ છે. પણ દરેક લેબલ ખોટું છે. દા.ત. કાળો-કાળો લખેલ લેબલવાળા બોક્સમાં એક પણ કાળી લખોટી નથી. ઓછામાં ઓછા બોક્સ ખોલીને સાચા લેબલ બનાવવાના છે.  કેટલા બોક્સ ખોલશો તમે  ?
 જવાબ:

આ કોયડાના ઢગલાબંધ જવાબો મળ્યા. મોટાભાગના ઉતરો સાચા છે. આ વખતે આ કોયડાને ફરીથી પુછેલ છે,  જરીક ફેરવીને, જરાક અઘરો કરીને. માટે વિસ્તૃત જવાબ આવતા અંકે લખીશું. પણ ફરીથી વાંચકોના પ્રયત્નો સરાહનીય છે. માત્ર જવાબ ન લખતા થોડાક સ્ટેપ તમને જવાબ કેવી રીતે મળ્યો એ પણ લખશો તો આ કોલમનો  હેતુ  વધુ સારી રીતે સાર્થક થશે.

જવાબ આપનાર વાંચકો:
લગભગ 4૦૦  જેટલાં ગુજરાત સમાચારના બુદ્ધિશાળી વાંચકો !
  End Game
 
ત્રણ નાના બોક્સ છે. દરેક બોક્સમાં બે લખોટીઓ છે. કુલ છ લખોટીમાં ત્રણ કાળી અને ત્રણ સફેદ લખોટીઓ છે. દરેક બોક્સ પર એક લેબલ લગાડેલ છે. દરેક લેબલ પર સફેદ-સફેદ, સફેદ-કાળો, અથવા કાળો-કાળો લખેલ છે. પણ દરેક લેબલ ખોટું છે. દા.ત. કાળો-કાળો લખેલ લેબલવાળા બોક્સમાં એક પણ કાળી લખોટી નથી. આંખે પાટા બાંધી તમે કહેશો એ બોક્સમાંથી એક એક લખોટી કાઢી શકો છો. ઓછામાં ઓછા લખોટી કાઢીને તમારે દરેક બોક્સના સાચા લેબલ બતાવવાના છે. કેટલી લખોટી જોઇને કહી શકશો તમે, દરેક લખોટી ક્યાં બોક્સમાંથી કાઢશો  ? જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

1 comment:

Anonymous said...

૧.

સફેદ-કાળાં બોક્સમાંથી એક લખોટી કાઢો. જો સફેદ હોય તો, તે સફેદ-સફેદ બોક્સ હશે. જો કાળી લખોટી હશે તો કાળું-કાળું બોક્સ હશે.

ખોટું પડે તો મારતા નહી.. :D