Thursday, November 29, 2012

ગુજરાતી મીડિયા ઓન વેબ

 
ચૂંટણી નજીક આવી રહી છે, આનાથી મોટી  દિવાળી મીડિયા માટે બીજી કઈ હોઈ શકે ?

મીડિયા આ મોસમનો પૂરો ફાયદો ઉઠાવવા બધી દિશામાં ઘોડાઓ દોડાવી રહયા છે. કોઈક નવી ચેનલ તો કોઈ નવી વેબસાઈટ. પણ આ બધામાં ગ્રાહકને મહદઅંશે ફાયદો થશે. જુઓ છેલ્લા એકાદ-બે મહિનામાં ગુજરાતી વેબ પર ઉભરી આવેલા કેટલાક નોંધનીય ફેરફારો -

1.  સંદેશની બહુચર્ચિત ચેનલ આખરે ચૂંટણી પહેલા ચાલુ થઇ ગઈ . પણ એમની વેબ આવૃત્તિ ખાસ્સી પ્રભાવક છે .  એનું રીઝોલ્યુશન , ક્વોલીટી અને સ્ટ્રીમીંગ સ્પીડ સારી છે . હાલ પુરતી કન્ટેન્ટની વાત રહેવા દઈએ .

2. ગુજરાત સમાચાર એની નવી વેબસાઈટ  લઈને આવી રહી રહ્યું છે .  સાઈ ટ  નવી છે પણ જુના પ્રશ્નો હજુ ઉભેલા જ દેખાઈ છે . દેખાવ થોડો સુધરેલો જરૂર દેખાય છે  એક જ ફોટો અલગ અલગ સાઇઝ માં વાપરવાની પ્રથા ગુજરાતી મીડિયામાં હવે ઘર કરી ગઈ છે . એટલે ફોટા લાંબા - ટૂંકા દેખાય છે - આ પ્રશ્ન લગભગ બધી ગુજરાતી વેબ સાઈટ ને લાગુ પડે છે .  નવી સાઈટ  ખુબ જ ફેસબુક ફ્રેન્ડલી છે અને તમે ફેસબુકના લોગીન વડે તમે વાંચતા સમાચારો તમારા ફેસબુકમાં પણ અપડેટ કરી શકો છો .

3. અકિલા - જે એન આર આઈને જ્વેલરી સ્ટોર્સ આપે એટલું મહત્વ આપે છે - પણ એની નવી વેબસાઈટ સાથે આવી રહ્યું છે આખરે UTF ફોન્ટ પર આવી અને ખુબ જૂની ઈમેજમાં સમાચાર છાપવાની પદ્ધતિથી જલ્દી બહાર આવી જશે એવું લાગે છે .  સરસ રીતે ડીઝાઇન થયેલી સાઈટ  દેખાય છે

4. દેશગુજરાત - ખરેખર અંદરના સમાચાર માટે પ્રસિદ્ધ સાઈટ  હવે ગુજરાતીમાં પણ આવી ગઈ છે જોકે નિયમિતતા અંગે પ્રશ્નો ખરા .

5. ઘણી બધી ઉપરોક્ત વેબસાઈટ  હવે ફેસબુક ફીડ પણ અપડેટ કરે છે અને સોશ્યલ મીડિયામાં પણ પગપેસરો કરી દીધો છે

6. કેયુર કોટક નો સરસ બ્લોગ હાલમાં બંધ છે, મીડીયાવાળા ખરા પણ એમની દિવાળી નથી આવી લાગતી .


7. નિરીક્ષક મેગેજીનની સ્વતંત્ર વેબ સાઈટ તો ક્યારનીય બંધ થઇ ચુકેલી પણ થોડો સમય માટે બ્લોગ સ્વરૂપે તેના આખા અંકો મુકતા હતા જે હાલમાં બંધ છે . જો કે આ સમાચાર અને ચૂંટણીને કોઈ નજીકનો સંબંધ નથી .



No comments: