Thursday, September 22, 2011

બલ્બ અને તેની સ્વીચ


ગયા અંકનો સવાલ:


વિષય:લોજીક, ગહનતા: ૨.૫ / ૫ 
 
આજનો કોયડો આઈનસટાઇને યુવા વયે લખ્યો હોવાની કહેવાય છે. પણ કોયડામાં વપરાયેલી સિગારેટ બ્રાંડ એના જમાનામાં અસ્તિત્વમાં ના હોય, એ ખરેખર એમને જ લખ્યો છે કે કેમ એ પણ એક કોયડો જ છે. એમ પણ કહેવાય છે કે દુનિયાની ૯૮%  વસ્તી આ કોયડો ઉકેલી નહિ શકે!
એક શેરીમાં પાંચ ઘર આવેલા છે. દરેક જુદા રંગથી રંગેલા છે. દરેક ઘરમાં જુદા જુદા દેશના લોકો રહે છે. દરેક ઘરનો માલિક  જુદું પીણું પીવે છે. દરેક માલિક જુદી બ્રાન્ડની સિગારેટ પીવે છે. દરેક માલિક જુદું પ્રાણી પાળે છે. 

૧. સ્વીડીશ (સ્વીડન)  કુતરો રાખે છે.
૨.  ડેનીશ (ડેન્માર્ક) ચા પીવે છે.
૩.  લીલા રંગનું ઘર સફેદ ઘરની ડાબી બાજુએ છે.
૪. લીલા ઘરનો માલિક કોફી પીવે છે.
૫. જે માલિક પોલ મોલ સિગારેટ પીવે છે એ પક્ષી પાળે છે.
૬. પીળા ઘરનો માલિક ડનહિલ સિગારેટ પીવે છે.
૭. વચ્ચેના ઘરમાં રહેતો માલિક દૂધ પીવે છે.
૮. નોર્વેઈન પહેલા ઘરમાં રહે છે.
૯.જે માલિક બ્લેન્ડ સિગારેટ પીવે છે એ બિલાડી રાખતા માલિકની બાજુમાં રહે છે.
૧૦. ઘોડાનો માલિક ડનહિલ સિગારેટ પીતા માલિકની બાજુમાં રહે છે.
૧૧. જે માણસ બ્લુ માસ્ટર સિગારેટ પીવે છે એ બીયર પીવે છે.
૧૨. જર્મન પ્રિન્સ સિગારેટ પીવે છે.
૧૩. નોર્વેઈન વાદળી ઘરની બાજુમાં રહે છે.
૧૪. બ્લેન્ડ સિગારેટ પીતા વ્યક્તિનો પાડોસી પાણી પીવે છે.
૧૫. બ્રિટીશ લાલ ઘરમાં રહે છે. 
હવે તમારે એ શોધવાનું છે કે માછલી કોણ રાખે છે ?!

જવાબ:

આ કોયડાનો જવાબ એટલા બધા વાંચકોએ લખી મોકલ્યો કે પત્રોની સંખ્યાઓનો એક રેકોર્ડ બની ગયો. પણ એ ખાસ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે ગણ્યા-ગાંઠ્યાને બાદ કરતા બધા જ વાંચકોએ સાચો  જવાબ આપ્યો છે, અને જરાક દુખદ વાત એ છે કે એટલા બધા વાંચકોના નામ અહી સમાવવા જઈએ તો ૨-૩ અઠવાડિયા સુધી ફક્ત નામો જ લખવા પડે. પણ નાસીપાસ થવાની જરૂર નથી દર વખતે આવું નહિ બને. માટે કીપ ઈટ અપ.
આ કોયડાનો ઉકેલરૂપે અહી છેલ્લે મળતું ટેબલ મુકેલ છે, અને આ ટેબલ મેળવવું આપેલ કોયડા પરથી ઘણું જ સરળ છે. 
  
નાગરિકત્વ :   ઘરનો રંગ :   પીણું :           પાળે છે   :      સિગારેટ
નોર્વેઈન          પીળા            પાણી          બિલાડી         ડનહિલ
ડેનીશ             વાદળી          ચા              ઘોડો              બ્લેન્ડ
બ્રિટીશ             લાલ            દૂધ              પક્ષી              પોલ મોલ
જર્મન              લીલા            કોફી            માછલી         પ્રિન્સ માસ્ટર
સ્વીડીશ           સફેદ            બીયર          કુતરો            બ્લુ 


માટે જવાબ છે, જર્મન માછલી પાળે છે.

End Game

વિષય:લોજીક, ગહનતા: 3.૫ / ૫ 


આજનો કોયડો ખુબ જાણીતો કોયડો છે પણ રસપ્રદ કોયડો છે. થોડુક ટેડું-મેડું(આડા અવળું) વિચારશો તો જવાબ આંગળીવેંત ( હાથવેંતનું નાનું સ્વરૂપ !!) છે.


તમે દરવાજાની બહાર ઉભા છો. દરવાજો બંધ છે. દવાજાની અંદર રૂમ છે અને આ રૂમમાં ત્રણ ઈલેકટ્રીક બલ્બ આવેલા છે. આ બલ્બના રંગ છે લાલ, પીળો ને વાદળી. આ રૂમ પૂરી રીતે સીલ છે અને બહારથી અંદરનું કશું જોઈ શકાય એમ નથી. તમે જ્યાં ઉભા છો ત્યાં દરવાજાની બહાર સ્વીચ બોર્ડ છે જેમાં ત્રણ ચાપો (સ્વીચીસ ) આવેલી છે. રૂમની અંદર રહેલા દરેક બલ્બ ચાલુ કરવા માટે એક એક સ્વીચ આ બોર્ડમાં રહેલી છે. તમે આ સ્વીચ બોર્ડ નો ઉપયોગ કરી શકો છો.  તમે રૂમની અંદર એક વખત જઈ શકશો. અને તમારે બતાવવાનું છે કે કઈ સ્વીચ ક્યાં બલ્બની છે.

વાંચકોને ખાસ વિનંતી જવાબ કેવી રીતે મળ્યો એ ખાસ અગત્યનું છે આ કોયડા માટે. 

જવાબ ક્યાં મોકલશો?

તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

5 comments:

Unknown said...

સવાલ એકદમ સરળ છે મને લાગે છે કે જ્યારે બલ્બ વધુ ચાલુ રહે ત્યારે તે વધુ ગરમ થાય છે.(સમય કે વીજપ્રવાહ ની સાપેક્ષમાં હું અહી સમય લઉં છું.)
ઉકેલ:
૧)સૌ પ્રથમ કોઈ એક સ્વીચ ચાલુ કરવાની.
૨)........પાંચ મિનીટ પછી બીજી કોઈ એક સ્વીચ ચાલુ કરવાની.ત્રીજી સ્વીચ ને ચાલુ કરવાની જરૂર નથી.

હવે જોવાનુ કે સૌ પ્રથમ ચાલુ કરેલ સ્વીચ સાથે જોડાયેલ બલ્બ વધુ ગરમ હશે.તે બલ્બ ને લાલ બલ્બ કહો.
તેનાથી થોડો ઓછો ગરમ બલ્બ હોય તો તે બલ્બ પાંચ મિનીટ પછી ચાલુ કરેલ સ્વીચ સાથે જોડાયેલ બલ્બ હશે.તેને પીળો બલ્બ કહો.
જે સૌથી ઠંડો બલ્બ હશે તે બબલ ની સત સ્વીચ પડેલ જ નથી તેને વાદળી બલ્બ કહો.

Mahek said...

First i will go to the switch board then turn on any switch after some time i turn off it and turn another switch . Then i will go inside the room and see which lamp is glowing also i checked from other two off lamps by touching it which one is slightly hot.The hot one is the lamp that i first turn the switch and now rest of is for rest of switch.

Kreat.shah said...


સ્વીચ અને બલ્બ ની શક્યતા :
સ્વીચ
1 લા પી વા
2 પી વા લા
3 વા લા પી

જ્યારે એક વખત રૂમ મા જવા મળે ત્યારે દબાવાયેલી સ્વીચ ધારોકે 2 નં ની હોય ને તેને લીધે જો વાદળી બલ્બ સળગતો હોય તો ટેબલ ના ઉપર ના ભાગે
સ્વીચ 1 2 3
1 લા પી વા
2 પી વા લા
3 વા લા પી
એટલે 1 માટે લાલ ને 3 માટે પીળો કારણ કે બીજી શક્યતા
સ્વીચ 3 2 1
1 લા પી વા
2 પી વા લા
3 વા લા પી

મા 1 ને 3 બંને વાદળી હોવાથી ખોટી ઠરે છે તેવી જ રીતે જો 2 નં માટે પીળો બલ્બ ચાલુ હોય તો ટેબલ માં 2 ને 2 નું મેચીંગ પીળો મૂકી બાકી ના 1 ને 3 માટે એક સાચી ગોઠવણી મળશે. તેવી જ રીતે ત્રીજી શક્યતા માટે...


SAHEEL MANSURI said...

ઇટ્સ સો સિમ્પલ . બહારની સ્વિચોને અનુક્રમે ૧, ૨ અને ૩નંબર આપીયે . હવે સ્વિચ નં.૧ ચાલુ કરીને થોડી વાળ રાહ જુઓ , પછી સ્વિચ નં.૧ ને બંધ કરીને સ્વિચ નં. ૨ ચાલુ કરીને રૂમની અંદર જાઓ . હવે અંદર જે બલ્બ ચાલુ હશે ( ધારો ક પીળો બલ્બ) તેની સ્વિચ ૨ નં. ની છે . હવે પીળા બલ્બ સિવાયના બંને બલ્બને હાથેથી અડકો , બંને માથી જે ગરમ હશે (ધારો ક લાલ બલ્બ) , તેની સ્વિચ ૧ નં હોવાની (કે જેને બહાર ચાલુ કરીને બંધ કરી દીધી હતી, જેથી બલ્બ ગરમ થયો . ) . અને બાકી વધેલી ૩ નં ની સ્વિચ વાદળી બલ્બનિ હશે .

Maulesh N Soni said...

Dear sir,

My name is maulesh and my answer is as follows

> first of all i will on one switch for half an hour, so because of light a bulb get heated,

> than off switch 01 and on switch 02 than enter in room so i can get answer that the bulb which is heated is for switch 01 by touching through my hand and the bulb which is lighten is for switch no 2 and remaining 03 no bulb which neither heated nor on is for swich no 03