Sunday, February 22, 2009

સ્લમડોગ મિલિયોનર

ડેની બૉયલ, વોર્નર બ્રધર્સ, ફોક્સ સર્ચલાઈટસ, એ.આર. રહેમાન અને વિકાસ સ્વરુપ. આ બધા એવા નામો છે સ્લમડોગ મિલિયોનરને કારણે ખરેખર મિલિયોનર થયા અને માત્ર ૧૫ મિલિયન ડોલરના બજેટની મુવી લોસ એન્જેલસના ઝાકમઝોળ ઓસ્કાર સેરેમનીમાં ડંકો ના વગાડે તો જ નવાઈ.. દસ નોમિનેશનમાંથી ૩-૪ એવોર્ડસ તો ગાંઠે બાંધી લીધા જ માનો!
બસ ગણતરીના કલાકોમાં પરિણામ તમારી સામે આવી જશે.

થોડી અંગત વાતોથી નવા દ્રષ્ટિકોણથી સ્લમડોગ મિલિયોનરને 'વૅલ ડન' કહેવું છે! આ ફિલ્મને 'વગોવવાનું' કામ તો ઘણા બધા કરી ચૂક્યા છે, એટલે આપણે કાંઈક નવું માંડીયે! ફિલ્મ એ મારો ખાસ રસનો વિષય નથી અને કયારેય આ વિષય પર લખ્યુ પણ નથી એટલે ભુલચૂક લેવી-દેવી!! પણ બીજા ઘણા મિત્રોની જેમ આ મુવી જોયા વિના નથી લખ્તો એટલે સાવ ધુપ્પલ પણ નહિં જ લખું!

પહેલા આ ફિલ્મ આપણા દેશની ખરાબ છબી ઉપસાવે છે એવા છાપામાં ચમકવા માટે કરવામાં આવતા નિવેદનોને સાચા માની દુખી ના થશો. દુનિયાનું બુધ્ધિધન આટલું તળીયાનું નથી કે એક ફિલ્મ પરથી આખ્ખા દેશની કિંમત આંકે. આપણને જેમની ચિંતા હોય એવા કહેવાતા ધનિક દેશોમાં ભણતર અને કોમન સેન્સ પણ ઘણી સારી હોય છે એટલે આવા ધુપ્પલ સમાચારો કાંઈ પાદર સુધીય પહોંચે એમ નથી. બચ્ચન બોલા ( આઈ મીન લિખા ) તો ક્યા હુઆ? એમન કહેવાથી કંઈ સુરજ પૂર્વમાં ઉગવા નહિ માંડે. દેશને માપવા માટે ઘણા પરિમાણો અસ્તિત્વમાં છે અને એનાથી દેશની પ્રામાણિકતાનો ક્રમાંક પણ આપી શકાય છે, ગરીબીને તો અર્થશાસ્ત્ર સાથે નજિકનો નાતો છે અને એના માપનના અસંખ્ય પરિમાણો હાજર છે અને આપણે રોજ વાંચીયે જ છીયે.

વેલ, બેક ટૂ બિઝનેસ! ફિલ્મમાં એકટીંગ જેવું તત્ત્વ મહદ અંશે ગેરહાજર છે ! એટલે બીજા ફિલ્મ રિવ્યૂની જેમ આ વિષય પર ભાષણ નહીં કરવું પડે, નાના છોકરાઓ એ અમુક સીન ખુબ સાહજિકતાથી નિખાલસતાથી ભજવ્યા છે. બાકી મુખ્ય પાત્રોની એકટીંગ કોઈ એન્ગલથી ઑસ્કારના લેવલે આવે એમ નથી. માટે જ કોઈ નોમિનેશન પણ આ કેટેગરિમાં પળ્યા પણ નથી. એકમાત્ર બ્રિટિશ એવોર્ડસમાં દેવ પ્રત્યે બતાવાયેલ દેશપ્રેમ. પણ મને એમની એકટીંગ એવોર્ડપાત્ર કે આઉટસ્ટેન્ડીંગ લાગી નથી.

બે ભાષાઓ વચ્ચે લથડીયા ખાતી ફિલ્મ જોવા અમે જ્યારે દસ મિનિટ મોડા થિયેટરમાં પહોંચ્યા ત્યારે મુવી ચાલુ ન્હોતી થઈ અને અનિલ અંબાણીના એ થિયેટરમાં અમે સાડા ત્રણ જણા સિવાય કોઈ હતું નહી! થોડીવાર પછી એક સ્પેનિશ ફેમીલી આવ્યુ એટલે અમે આખ્ખો હૉલ બુક કરાવી જોતા હતાં એવી વિભાવનાનો ભુક્કો થઈ ગયો.

તો પછી ફિલ્મની સફળતાનું રાજ શું હશે ? મને જે લાગ્યુ છે એમા ડિરેકશન, સ્ટોરી, મ્યુઝિક અને લાસ્ટ બટ નોટ લીસ્ટ માર્કેટીંગ. અહિં ડિરેકશન વિશાળ અર્થમાં લીધુ છે જેમાં બધુ બૅકઑફિસ કામ ગણતરીમાં લેવું. આગ્રા અને મુંબઈમાં શૂટ થયેલ આ મુવી ડિરેકશનની બાબતે ક્યાંય પાછુ પડતું નથી. આ ક્ષેત્રના જેમકે સ્ક્રીનપ્લે, સિનેમેટૉગ્રાફી, ફિલ્મ એડીંટીંગ, સાઉન્ડ મીક્સીંગ અને ડિરેકશન જેવી કેટેગરીઓમાં ઓસ્કાર એવોર્ડની આશા બેવડી માનુ છું.

અગત્યના બીજા પાસા તરીકે સ્ટોરી જરૂરથી નોખી તરી આવે. માત્ર નોખી જ નહિં પણ અનોખી એ રીતે છે કે એમા નવા વિચારો અને તાર્કિક કલ્પનાઓ છતા સ્વર્ગમાં પહોંચ્યાની કોઈ લાગણી નહીં કે કોઈ અંતરાલોની અડછણો નહીં. ભાવવહી અને સતત વાર્તા દર્શકોને ઝકડી જ નહીં બાંધી રાખે છે! વિકાસ સ્વરુપ એમના પુસ્તક પ્રકાશન સાવ નવી જ કંપનીને આપી કંપનીને રાતોરાત મિલિયોનર બનાવે એમા પણ એમનો નવો વિચાર અને લાંબાગાળાનો તર્ક ફિલ્મ જેટલો જ રસાળ છે.

નેક્સ્ટ રાઈટ થીન્ગ એટ રાઈટ પ્લેસ ઇઝ ધ મ્યૂઝિક અને એ. આર. રહેમાન ઇઝ યેટ અગેઈન અમેઝિંગ. આપણે બધા રહેમાનથી પરિચિત છીએ જ અને એટલે જ જય હો સાંભળીયે ત્યારે કાનને ખાસ નવી લાગણી કે ઝણઝણાટી સંભળાતી નથી પણ આ ધૂન વેસ્ટ માટે એકદમ નવી નક્કોર છે અને માટે જ રહેમાન સાહેબ મ્યૂઝિકના ત્રણમાંથી બે નોમિનેશન અને એક એવૉર્ડ જરૂર લાવશે!ે

લાસ્ટ યૅટ નોટ લીસ્ટ, જાઈન્ટ પ્રોડકશન યુનિટસ કે જેમને ઑસ્કાર માર્કેટીંગનો બહોળો અનુભવ છે! વોર્નર બ્રધર્સ, ફોક્સ સર્ચલાઈટસ જેવા મોટા ગજાના પિકચર હાઉસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉણા ઉતર્યા નથી અને માર્કેટીંગમાં કયાંય કશુ બાકી રાખ્યુ નથી. મારી આજુ બાજુના દરેક ટ્રેઈન સ્ટેશન પર સ્લમડોગના મોટા બોર્ડસ કેટલાય સમયથી ઝૂલે છે જે એનો નાનો સરખો નમૂનો છે. પેલા થોડા જ અઠવાડિયાઓમાં એકલા અમેરિકામાં આ મહામંદી વચ્ચે પંદર મિલિયનનો ધંધો કરી લિધો છે!

જો કે કેટલાક અભદ્ર ડાયલોગસ અને એક અમિતાભ પ્રેમનો ગંદો સીન ( જે ઓરીજિનલ બુકમાં નથી) આ પિકચરને 'આર્ટ' કેટેગરિમાં કદાચ ઢસડી જતું હશે ? અને જે અંતે પ્લસ પોઈન્ટ તરીકે ઉભરતો હશે ( આઈ મીન ઑસ્કાર નિર્ણાયકોના મતે)? છતાં હિન્દી ફિલ્મોની માફક કોઈ 'વલ્ગર' સીન, પ્રેમના કે ગીતના નામે ઘુસાડાયા નથી જે ડિરેક્ટરની કળા કહી શકો કેમકા આપણે ત્યાં જ ઉતરેલ, આપણા ફિલ્મોના અભ્યાસ બાદ ઉતારેલ, આપણા જ કલાકારો.. છતા હિન્દી કોમન સીનથી અલિપ્ત રહેવું અઘરું પડતું હશે. છતા સાડા ૯૯ ટકા દેશી ફિલમ આખુ ગામ ગજાવે એ જાણી આપણો હરખ હેલે ચડે એ વાતની કલ્પનાય આનંદદાયી છે!

ભારતમાં હજી મુવી રીલીઝ ન્હોતી થઈ ત્યાં પાઈરેટેડ મુવી વેંચાણના તમામ રેકોર્ડ કબજે કરી લીધા, જો માત્ર ગંદકી ને ગરીબી જ વેંચવા નિકળ્યા હોત તો ભારતમાં શું કામ આ મુવી કામયાબ રહ્યુ હશે ?

કહેતા ભી દિવાના ઔર સુનતા ભી ...