Tuesday, November 13, 2007

પાકિસ્તાનમાં હિંદુ જજ માટે મીણબત્તીઓ સળગી

Agency, Islamabad
Tuesday, November 13, 2007

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના એકમાત્ર હિંદુ જજ રાણા ભગવાનદાસ પ્રત્ય એકજૂટતા દેખાડવા માટે અહીં સોથી વધુ લોકોએ કોફીની દુકાને મીણબત્તીઓ અને દીવાઓ પેટાવીને દિવાળી ઉજવી હતી. જજ ભગવાનદાસને પાકિસ્તાનમાં ઈમરજન્સી ઘોષિત કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે તેમને દિવાળી ઉજવવાની મંજૂરી આપવામાં આવી નહતી.
લોકોએ તેની સાથે સંદેશ લખીને જજ ભગવાનદાસ પ્રત્યેની પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી હતી. એક સંદેશમાં લખ્યું હતું કે,"જજ ભગવાનદાસ અને તમારા 6 સાથી જજોને ભવિષ્યની આશાઓ જાગૃત કરવા માટે ધન્યવાદ.અમે તમારા હંમેશા આભારી રહીશું અને તમે ઈતિહાસમાં અમર રહેશો." દિવાળીના દિવસે જજ ભગવાન દાસ પોતાના સરકારી નિવાસમાં એકલા હતા. તેમણે ડેલી ટાઈમ્સને જણાવ્યું કે, દર વર્ષે તેઓ કરાંચીમાં પોતાના પરિવાર,સંબંધીઓ અને સહયોગીઓ સાથે દિવાળી ઉજવે છે પરંતુ આ વર્ષે તેમને તેમના ભાઈઓ અને તેમના સમાજના લોકો સાથે આ તહેવારને ઉજવવાની મંજૂરી આપાવમાં આવી નહતી.
ત્યારબાદ શનિવારે લગભગ સો લોકોએ અહીં જમા થયા હતા અને તેઓ જજ ભગવાનદાસની સાથે હોવાનું જણાવતા મીણબત્તીઓ અને દીવા પેટાવી દિવાળી ઉજવી હતી. કોફીની દુકાનના પ્રવેશ દ્વાર ઉપર લખ્યું હુતં કે,"જજ ભગવાન દાસને દિવાળીની શુભકામનાઓ."
તેમાં ભાગ લેનાર 23 વર્ષના સમર અબ્બાસ કાઝીએ જણાવ્યું કે,"અમે જજ સાહેબના સમર્થનમાં ભેગા થયા છીએ. અમે એ બતાવવા માંગીએ છીએ કે, પાકિસ્તાનીઓને એ વાતની પરવા છે કે તેમને તેમનો સૌથી મોટો તહેવાર ઉજવવા દેવામાં આવ્યો નહીં.આ બિલકુલ એવું જ છે કે જેવી રીતે કોઈ અમને ઈદ ઉજવવા ન દે."

Source: DivyaBhaskar.co.in

A.B- પાકિસ્તાનમા એક હિન્દુ જજ્ને મોટી સંખ્યામા જાહેર જનતા અને બાર અસોસિએશન ટેકો આપે અને લોકશહિ રચવા પ્રયત્ન કરે એમા જ ખરી લોક્શાહીના દશૃન થાય છે...અને સલામ એ લોકોને જેમને આવી વિષમ પરિસિથ્તિમા મોટી જિગર દાખ્વી...

No comments: