Wednesday, August 20, 2008

Points To be noted : Gunavant Shah

Points To be noted... from last Sunday article of Gunavant Shah

વલસાડ પંથકમાં સદ્ગત દિનકર પંડયાની જીવનસુવાસ સચવાયેલી છે. એમની ‘આત્મકથા’માં હરિપુરા કોંગ્રેસ (૧૯૩૭) મળી તે માટેની તૈયારી સાથે જૉડાયેલો નાનકડો પ્રસંગ સરદારના અસલ મિજાજને પ્રગટ કરનારો છે : ‘હરિપુરા કોંગ્રેસ અધિવેશનનું કામ ખૂબ જ જૉશથી ચાલતું હતું. સ્વયંસેવકોને જમવા માટે રસોડું ચાલુ થઇ ગયું હતું. ગુજરાતીઓ મૂળે હિસાબી માણસ, તેમાં વળી લોકોના પૈસા વાપરવાના એટલે રસોડાનું ખર્ચ ઓછું કરવા તરફ કંઇક નજર રહેતી. એક વખત સરદાર આવેલા. તેમની આગળ રસોડાની વાત નીકળી. પહેલા મહિના કરતાં રસોડાખર્ચમાં માણસદીઠ એક રૂપિયો ઓછો થયો હતો. તે વાત પણ તેમને કહી, તે તરફ તેમણે લક્ષ આપેલું નહીં. કામ કરનારા બધા જ માણસો જાણીતા અને નાણેલા હતા.

વોલંટિયરો સાંજે જમતા હતા તેવામાં વલ્લભભાઇ ત્યાં આવી ચઢયા. ફાનસો સળગી ગયાં હતાં. સરદાર ફરતા હતા તેવામાં એક જણે ઉધરસ ખાધી. ખાંસી થયેલી હતી. અલ્યા ખુ ખુ કેમ કરે છે? વલ્લભભાઇએ પૂછ્યું. આખો દિવસ કામ કરીને થાકી મરીએ અને સાંજે તેલનાં પૂરિયાં ખાવા મળે એટલે શું થાય? એક સુરતીએ સંભળાવ્યું. સુરતી ભાષા પણ વલ્લભભાઇ જેવી જ તળપદી હતી. વલ્લભભાઇ સમસમી ગયા અને અવાજ ફરી ગયો. વ્યવસ્થાપકો પાસે જઇને કહ્યું : તમે મને બપોરે રસોડાખર્ચમાં એક રૂપિયો ઓછો, એવી વધામણી ખાધી હતી ને? આવું કરીને ખર્ચ ઓછું કરો છો? વોલંટિયર આપણા હાથપગ. તે ઢીલા પડશે તો કોંગ્રેસની નાવ કાંઠે કેમ પહોંચશે? તમારો હિસાબ કોઇ પૂછનાર નથી. પૈસા લાવનાર હું બેઠો છું. કોઇ ખૂબ ખાઇને મરવા પડે તો મરવા દો. એને બાળવાનાં લાકડાં હું લાવી દઇશ.’ (ગાંધીયુગનાં સંસ્મરણો, સં.અંજના મહેશ દલાલ, પ્રવીણ મહાલ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧)

********

‘તમારા આ રળિયામણા દેશમાં આવ્યે મને સાડાપાંચ વર્ષ થયાં. ગુજરાતમાં ઘણા ગુણો છે- તીવ્ર સામાન્ય બુદ્ધિ, ધંધાદારી આવડત, ઉધમ અને કરકસર. તમારા ચારિત્ર્યમાં રહેલાં નિશ્ચયબળ અને દૃઢતા મારી નજર બહાર રહી શકયાં નહીં. મને શંકા નથી, કે ગુજરાતમાં જૉ પેટે ચાલવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હોત તો, દૂબળા-પાતળા અને તુરછ દેખાતા વાણિયામાંથી કેટલાક તો એવા નીકળત કે જે, સંગીનની અણી એમની સામે ધરવામાં આવી હોત તો પણ એ હુકમનો અનાદર કરત. સ્વભાવમાં રહેલી આ દૃઢતાએ મને આકષ્ર્યોઅને તમારી અહિંસાએ પણ. પશુ, પંખી, માછલાં અહીં છે તેના કરતાં વધુ છૂટથી અને ઓછા ડરથી ફરી શકે એવું દુનિયામાં બીજું કોઇ સ્થળ નથી. તમારા સ્વભાવમાં રહેલી લાગણીમયતાથી પણ હું આકર્ષાયો હતો. આ બધાથી હું તમારી વધુ નજીક આવતો ગયો, તે એટલે સુધી કે કેટલાક વખતથી હું મારી જાતને ગુજરાતી માનવા લાગ્યો છું. આનાથી હું ગર્વ અનુભવું છું.’ આચાર્ય કòપાલાની (મહાદેવભાઇની ડાયરી’ ભાગ-૧૨માંથી)

No comments: