Tuesday, August 12, 2008

આંખનું કાજળ ગાલે ...

ઉર્વીશ કોઠારીના બ્લોગ પરથી આ ટાઈટલ ઉઠાવ્યુ છે, પણ એમની કોલમ જોડે આજનો બ્લોગ બંધબેસે છે.

દિવ્ય ભાસ્કરમાં આ પ્રમાણે લખેલ છે.

...'ફ્રોમ’માં તમારું ઇમેઇલ આઇડી હોય. પછી તમારા કમ્પ્યૂટરનું આઇપી એડ્રેસ મેળવીને તમારા દરવાજે ટકોરા મારતાં પોલીસને વાર લાગે નહીં...

જત જ્ણાવવાનું કે, 'ફ્રોમ’માં તમારું ઇમેઇલ હોય એના પરથી આઈપી એડ્રેસ ના મળે. તમે જે કોમ્પ્યુટર પરથી ઈમેઈલ કર્યો હોઈ, એ કોમ્પ્યુટર કે એના આઈ.એસ.પી.નું આઈપી એડ્રેસ દરેક ઈમેઈલના હેડરમાં સમાવેશ થાય છે.

આ વાંચતા ભુલથી પણ વાંચક એવું સમજી બેસી છે કે, બોમ્બ ધડાકામાં મુંબઈમાં પોલિસે જે ઈમેઈલ પરથી છાપા માર્યા હતા તેમાં ઇ-મેલ સ્પૂફિંગ યુઝ થયેલ, પણ હકીકત કંઈક અલગ છે. એ કેસમાં wi-fi હેક થયેલ અને જો તમે પણ વાયરલેસ ઇન્ટરનેટ વાપરતા હોવ અને પાસવર્ડ વગેરે સિક્યોરિટી તમારા રાઉટરમાં રાખેલ ના હોય તો કોઈ પણ વ્યકિત તમારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી email કરી શકે, અને એમા તમારું કમ્પ્યૂટરનું આઇપી એડ્રેસ એમના ઈમેઈલના હેડરમાં જાય.

1 comment:

Anonymous said...

hi alpesh
when you're giving credit, it's not 'lifting'. at least, according to Indian standards!
I'm happy you've carried out similar exercise of exposing media howlers and hope you'd carry it further.
I'll send you my article on 'India Boasting' by today evening.
urvish kothari
www.urvishkothari-gujarati.blogspot.com