ત્રણ નાના બોક્સ છે. દરેક બોક્સમાં બે લખોટીઓ છે. કુલ છ લખોટીમાં ત્રણ કાળી અને ત્રણ સફેદ લખોટીઓ છે. દરેક બોક્સ પર એક લેબલ લગાડેલ છે. દરેક લેબલ પર સફેદ-સફેદ, સફેદ-કાળો, અથવા કાળો-કાળો લખેલ છે. પણ દરેક લેબલ ખોટું છે. ૧) ઓછામાં ઓછા બોક્સ ખોલીને સાચા લેબલ બનાવવાના છે. કેટલા બોક્સ ખોલશો તમે ?૨) ઓછામાં ઓછી લખોટી જોઇને બધા લેબલ સાચા બનાવવાના છે. કેટલી લખોટી જોશો ક્યાં બોક્સમાંથી ? જવાબ:
આ કોયડાના ઢગલાબંધ જવાબો મળ્યા. મોટાભાગના ઉતરો સાચા છે. બીજા સવાલનો જવાબ આપીશું તો તેમાં પહેલા સવાલનો જવાબ પણ આવી જશે. ફક્ત એક જ લખોટી જોઇને બધા લેબલ સુધારી શકાય. સફેદ-કાળો લખેલ બોક્સમાંથી એક લખોટી કાઢીને જોતા, જો એ લખોટી કાળી હોય તો એ બોક્સમાં રહેલી બીજી લખોટી પણ કાળી જ હોવી જોઈએ. (જો બીજી લખોટી સફેદ હોય તો લેબલ સાચું થઇ જશે.) માટે એ બોક્સનું સાચું લેબલ કાળો-કાળો હોવું જોઈએ. કાળો-કાળો લખેલ બોક્સનું સાચું લેબલ સફેદ-સફેદ હોવું જોઈએ, નહિ તો ત્રીજા બોક્સનું લેબલ સફેદ-સફેદ અને લખોટીઓ મેચ થશે. જે આપેલ માહિતીથી વિપરીત છે. માટે કાળો-કાળો લખેલ બોક્સનું સાચું લેબલ સફેદ-સફેદ અને બાકી રહેલ સફેદ-સફેદ લખેલ બોક્સમાં સફેદ-કાળો લબલ હોવું જોઈએ. જો કાઢેલી લખોટી સફેદ હોય તો બીજી લખોટી પણ સફેદ જ હોવી જોઈએ. (જો બીજી લખોટી કાળી હોય તો લેબલ સાચું થઇ જશે.) માટે એ બોક્સનું સાચું લેબલ સફેદ-સફેદ હોવું જોઈએ. સફેદ-સફેદ લખેલ બોક્સનું સાચું લેબલ કાળો-કાળો હોવું જોઈએ, નહિ તો ત્રીજા બોક્સનું લેબલ કાળો-કાળો અને તેમાં રહેલ લખોટીઓ મેચ થશે. જે આપેલ માહિતીથી વિપરીત છે. માટે સફેદ-સફેદ લખેલ બોક્સનું સાચું લેબલ કાળો-કાળો અને બાકી રહેલ કાળો-કાળો લખેલ બોક્સમાં સફેદ-કાળો લબલ હોવું જોઈએ.
જવાબ આપનાર વાંચકો:
લગભગ 4૦૦ જેટલાં ગુજરાત સમાચારના બુદ્ધિશાળી વાંચકો ! End Game
ત્રણ મિત્રોને હોટેલમાં રાતવાસો કરવાનું થયું. રીસેપ્શન પર બેઠેલા કલાર્કે ૩૦૦૦ રૂપિયા ચાર્જ કર્યો. ત્રણે મિત્રોએ ૧૦૦૦ રૂપિયા આપી બીલ ચુકવ્યું. પણ હોટલના માલિકનું ધ્યાન ગયું અને કંઈક ભૂલ થઇ હોવાનું જણાયું. ખરેખર તેમનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા જ હતો. માટે તેમને કલાર્કને ૫૦૦ રૂપિયા પાછા આપ્યા. હોશિયાર કલાર્કને થયું આ ત્રણ મિત્રો ૫૦૦ રૂપિયાના ત્રણ ભાગ કેવી રીતે કરશે. આમ વિચારી તેણે મિત્રોને ૩૦૦ રૂપિયા પરત કાર્ય અને ૨૦૦ રૂપિયા તેણે રાખી લીધા. આ બાજુ મિત્રો ખુશ થઇ ગયા. તેમને દરેકને ૧૦૦ રૂપિયા પરત મળ્યા. મતલબ દરેકે ૯૦૦ રૂપિયા ચૂકવ્યા. મતલબ કુલ ૨૭૦૦ રૂપિયા ચૂકવ્યા અને કલાર્કે ૨૦૦ રૂપિયા રાખ્યા. તો સરવાળો થયો ૨૯૦૦ રૂપિયા બાકીના ૧૦૦ રૂપિયા ક્યાં ગયા ??? જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.
