આપણે ગયા અંકમાં ચેસ બોર્ડમાં રહેલાં કુલ ચોરસ જુદા માપ ધરાવતાં ચોરસ ગણ્યા હતાં દા.ત. ૧x૧, ૨x૨ વગેરે માપના કેટલા ચોરસ છે અને બધાને ઉમેરતાં આપણે ૨૦૪ ચોરસ મેળવ્યા હતાં. આ રીતે કોઈ પણ માપના ( દા. ત. ૧૦x૧૦ ખાનાવાળા ) બોર્ડમાં કેટલા ચોરસ છે એ શોધવાની કી શોધી. પછી એ ફોર્મ્યુલાનું ( nxn માપના બોર્ડ માટે કુલ n*(n +1 )(2n+1)/6 ચોરસ મળે ) માપના વિસ્તરણ કરીને કોઈ પણ માપના ખાનાવાળા બોર્ડ માટે બનાવી. પણ એ સાબિત કરવાનું વાંચકો પર છોડ્યું હતું.
આ પ્રકારના પ્રશ્નો ઉકેલવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે ગણિતીય નિગમન( Mathematical Induction ). જે મુજબ આપણે વિધાનને n = ૧ માટે સાબિત કરીશું. બીજા સ્ટેપમાં, ધારો કે n માટે વિધાન ખરું છે તો n +1 પણ ખરું એ વિધાન ખરું હોય.
n = ૧ લેતાં, ૧x૧ માપના બોર્ડમાં રહેલાં કુલ ચોરસ આપની ફોર્મ્યુલા મુજબ ૧*(૧+૧)*(૨+૧)/૬ = ૧ મળે જે ૧x૧ના ચોરસ માટે દેખીતી રીતે જ ખરું છે.
હવે ધારો કે n માટે આ વિધાન સાચી છે મતલબ nxn માપના ચોરસ બોર્ડમાં કુલ n*(n +1 )(2n+1)/૬ ચોરસ હોય. તો હવે સાબિત કરવાનું રહે કે n +૧ માટે પણ આ વિધાન સાચું છે.
(n +૧)x (n +૧) ચોરસ ધરાવતાં બોર્ડમાં કુલ ચોરસની સંખ્યા nxn માપના ચોરસમાં રહેલાં ચોરસની સંખ્યામાં, બોર્ડમાં એક હાંર અને એક કોલમ ઉમેરતાં વધતાં ચોરસના ઉમેરણ જેટલા થાય. ( દા.ત. 3x3 માપના બોર્ડમાં કુલ ૧૪ ચોરસ છે જો બોર્ડમાં ૧ હાંર અને એક કોલમ ઉમેરીએ તો જે તે હાંર કે કોલમથી બનતા ચોર્સનું ઉમેરણ કરવાથી 4x4 ના માપના બોર્ડના કુલ ચોરસ મળે. જે આપણાં ઉદાહરણમાં ૪ ના વર્ગ બરાબર એટલે કે ૧૬ જેટલા વધે. મતલબ કુલ ચોરસ ૧૪+૧૬ = ૩૦ થાય.)
(n +૧)x (n +૧) ચોરસ ધરાવતાં બોર્ડમાં કુલ ચોરસની સંખ્યા = nxn માપના ચોરસમાં રહેલાં ચોરસની સંખ્યા + (n +૧)^2
= n (n +૧)(2n +૧)/૬ +(n +૧)^2
= (n +૧) [ n /6 (2n +૧) + (n +૧)]
= (n +૧) /૬ [ 2n ^૨ + ૭ન + ૬ ]
= (n +૧) (n + ૨) ( 2n + ૩ )/6
= Sigma (n +૧)^2
આમ, આપણી પૂર્વધારણા સાચી છે.
હવે ગયા અંકની End Game નો જવાબ!
ગયા અઠવાડિયાના અંકમાં અંતે પૂછેલા સવાલના પણ ઘણાં ખરા સાચા જવાબો મળ્યાં. આદીલ મક્સ્તીએ સૌ પ્રથમ સાચો જવાબ આપ્યો. મોટા ભાગના વાંચકોએ લોજીક અથવા પદ્ધતિ લખવાનું ટાળ્યું. ચેસ બોર્ડમાં કુલ કેટલાં લંબચોરસ હોય, એ ગયા અઠવાડિયાની End Game નો સવાલ હતો અને સાચો જવાબ છે ૧૨૯૬!
કેવી રીતે? આ વધુ અગત્યનો સવાલ છે. કેમ કે અહીં આપણી મથામણ લોજીક શોધવાની કે વિકસાવવાની વધુ છે. માત્ર સાચો જવાબ મેળવવાનું એટલું અગત્યનું નથી. મેથડ સાચી હોય તો જવાબ આપમેળે મળશે. અને દરેક સવાલ ઉકેલવાના ઘણા રસ્તા હોય શકે છે. અહી આપેલ રસ્તો જ માત્ર ખરો ઉકેલ છે એવું કઈ જરૂરી નથી. ચાલો ફરીથી મૂળ વાત પર આવીએ.
નીચે મુજબ અલગ અલગ માપના લંબચોરસ શોધી શકાય.
માપ લંબચોરસ
૧x૧ ૮*૮=64
૧x૨ ૮*૭=૫૬ (દરેક હારમાં સાત ૧x૨ લંબચોરસ, અને એવી ૮ હાર)
૧*૩ ૮*૬=48
......
૧*૮ ૮*૧=8
મતલબ ૧ ઉંચાઈવાળા લંબચોરસ = ૮*(૧+૨+૩+૪+૫+૬+૭+૮) =૮*sigma8
આ જ રીતે, ૨ ઉંચાઈવાળા લંબચોરસ = ૭*(૧+૨+૩+૪+૫+૬+૭+૮) =7*sigma8
3 ઉંચાઈવાળા લંબચોરસ = 6*(૧+૨+૩+૪+૫+૬+૭+૮) =6*sigma8
....
કુલ સરવાળો કરતાં, ૮*Sigma8 + ૭*Sigma8 + ...+૧*Sigma8
= Sigma8 *(૮+૭+૬+૫+૪+૩+૨+૧)
= Sigma8 *Sigma8
=૮*૯ /૨ * ૮*૯ /૨
= ૩૬ * ૩૬
= ૧૨૯૬
End Game
વાચક બિરાદરો, આ પ્રશ્નનો વિસ્તાર કરીએ તો કેવું ? nxn માપના બોર્ડમાં કેટલાં લંબચોરસ હોય ? એના પરથી ખુબ રસપ્રદ સંબધ બે અલગ અલગ ફોર્મ્યુલા વચ્ચે સ્થાપિત પણ કરી શકીશું. હા થોડી મગજમારી તો કરવી પડશે. તો જવાબ મોકલવા તૈયાર? www .alpeshbhalala .com પર કોમેન્ટ લખો અથવા તો alpesh.bhalala@gmail.com પર ઈ-મેઈલ કરો.
Wednesday, August 4, 2010
Tuesday, July 27, 2010
Chess Board Puzzle (2)
ગયા અઠવાડિયે પુછાયેલ ચેસ બોર્ડ પઝલના અનુસંધાનમાં ઘણા બધા વાંચકોએ જવાબ લખી મોકલ્યા, બધાને જવાબ આપી શકાય નથી પણ જેમના જવાબો સાચા નહોતા અથવા તો જેમને થોડી દિશા બતાવવી જરૂરી હતી એ બધા વાંચકોને જવાબ આપેલા જ છે. ઘણા વાંચકોએ ફરીથી પ્રયત્નો કર્યા અને જવાબ સુધી પહોંચ્યા તો ઘણા વાંચકો આ પઝ્લથી પરિચિત હતા એમના માટે આ પઝલ ઉકેલવી ચપટી વગાડવા જેટલું સરળ કામ હતું. બધા પઝલ ઉકેલનાર વાંચકોના નામ અહી જગ્યાના અભાવે લખી શકાય એમ નથી પણ સૌ પ્રથમ સાચો જવાબ મોકલ્યો વૈદુર્યા ઉપાધ્યાયે.
આ ખુબ જ પ્રચલિત, જૂની અને જાણીતી પઝલ છે છતાં ઉકેલવાની મથામણ અને માથાકૂટ કરવાની મજા એવી પઝલ છે. ચેસ બોર્ડમાં 8x8 ચોરસ ખાના હોય છે. ઉકેલવાની શરૂઆત કરીએ 1x1 માપના ચોરસ ગણીને, જે ખુબ સરળ છે. આવા કુલ 8x8 એટલે કે 84 ચોરસ છે. હવે 2x2 ના માપના કેટલા ચોરસ છે ? બે આડી કે ઉભી હરોળમાં બાજુ બાજુના બે ખાના ધ્યાનમાં લઈએ તો કુલ સાત રીતે 2x2 માપના ચોરસ મળે. એનો મતલબ થયો કે આખા ચેસ બોર્ડમાં 7 ચોરસ આડી હરોળમાં અને 7 ચોરસ ઉભી હરોળમાં ધ્યાનમાં લેતા, 7*7 = 49 ચોરસ 2x2 માપના મળે. આ જ રીતે 3x3 માપના 6x6 એટલે કે 36 ચોરસ મળે. આ જ રીતે બધા માપના ચોરસ નીચે મુજબ મળે.
1x1 માપના ચોરસ = 8 *8 = 64
2x2 માપના ચોરસ = 7 *7 = 49
3x3 માપના ચોરસ = 6 *6 = 36
4x4 માપના ચોરસ = 5 *5 = 25
5x5 માપના ચોરસ = 4*4 = 16
6x6 માપના ચોરસ = 3*3 = 9
7x7 માપના ચોરસ = 2*2 = 4
8x8 માપના ચોરસ = 1*1 = 1
આ બધા માપના ચોરસને ગણતરીમાં લેતા, જવાબ મળે 204.
હવે આ પરથી આ પ્રકારની પઝ્લનો વિસ્તાર સહેલાયથી થઇ શકે. ઉપરના પરિણામો જોતા સમજાય છે કે nxn માપના ચોરસ બોર્ડમાં કુલ
આ ખુબ જ પ્રચલિત, જૂની અને જાણીતી પઝલ છે છતાં ઉકેલવાની મથામણ અને માથાકૂટ કરવાની મજા એવી પઝલ છે. ચેસ બોર્ડમાં 8x8 ચોરસ ખાના હોય છે. ઉકેલવાની શરૂઆત કરીએ 1x1 માપના ચોરસ ગણીને, જે ખુબ સરળ છે. આવા કુલ 8x8 એટલે કે 84 ચોરસ છે. હવે 2x2 ના માપના કેટલા ચોરસ છે ? બે આડી કે ઉભી હરોળમાં બાજુ બાજુના બે ખાના ધ્યાનમાં લઈએ તો કુલ સાત રીતે 2x2 માપના ચોરસ મળે. એનો મતલબ થયો કે આખા ચેસ બોર્ડમાં 7 ચોરસ આડી હરોળમાં અને 7 ચોરસ ઉભી હરોળમાં ધ્યાનમાં લેતા, 7*7 = 49 ચોરસ 2x2 માપના મળે. આ જ રીતે 3x3 માપના 6x6 એટલે કે 36 ચોરસ મળે. આ જ રીતે બધા માપના ચોરસ નીચે મુજબ મળે.
1x1 માપના ચોરસ = 8 *8 = 64
2x2 માપના ચોરસ = 7 *7 = 49
3x3 માપના ચોરસ = 6 *6 = 36
4x4 માપના ચોરસ = 5 *5 = 25
5x5 માપના ચોરસ = 4*4 = 16
6x6 માપના ચોરસ = 3*3 = 9
7x7 માપના ચોરસ = 2*2 = 4
8x8 માપના ચોરસ = 1*1 = 1
આ બધા માપના ચોરસને ગણતરીમાં લેતા, જવાબ મળે 204.
હવે આ પરથી આ પ્રકારની પઝ્લનો વિસ્તાર સહેલાયથી થઇ શકે. ઉપરના પરિણામો જોતા સમજાય છે કે nxn માપના ચોરસ બોર્ડમાં કુલ
∑n ^2 ચોરસ હોય. જેની જાણીતી ફોર્મ્યુલા છે n*(n +1 )(2n+1)/6
વેઇટ વેઇટ, આ તો આપણું અનુમાન થયું કહેવાય. એક ઉદાહરણથી એક સાબિતી પર ના આવી શકાય. સારું તો વાંચકો આ અનુમાનને સાબિત કરે તો કેવું ?
હાલ પુરતું ધરી લઈએ કે વાંચકો આ સાબિત કરી આપશે. જો 10x10 ના માપનું બોર્ડ હોય તો ઉપરની ફોર્મ્યુલા મુજબ કુલ
∑10 ^2 = 10 *(10 +1 )(20 +1 )/6
= 10 *11 *21 /6
= 385
કોઈ પણ પરીક્ષા કે ઈન્ટરવ્યુંમાં આવા સવાલોના ફટાક જવાબો આપી શકાય , જો આ ફોર્મ્યુલા અથવા તો ઉકેલવાની પદ્ધતિ જાણતા હોઈએ તો. આવા કેટલાય પ્રકારના સવાલો અને એ ઉકેલવાની પધ્ધિઓ આપણે અહીં જાણતા રહેશું.
અહીં ^ વર્ગ માટે અને * ગુણાકાર માટે વાપરેલી સાઈન છે.
End Game:
હવે આ અંકની પઝલ. ચેસ બોર્ડમાં કુલ કેટલા લંબ ચોરસ બની શકે ? અને હા, આપણે શોધેલા ચોરસનો પણ આમાં સમાવેશ કરવાનો છે. મતલબ, દરેક દરેક ચોરસ પણ એક લંબચોરસ તરીકે ગણીશું. તમારા જવાબ www alpeshbhalala com સાઈટ પર પોસ્ટ કરી શકશો અથવા alpesh .bhalala@gmail .com પર ઈમેઈલ કરી શકશો.
----------****---------------*****----------------****------------
ઉપરોક્ત કોલમ આજે ગુજરાત સમાચારમાં ઘણી બધી ભૂલો સાથે છપાયેલ છે પણ અહીં તેની મૂળ કોપી મુકેલ છે. ગુજરાત સમાચારની સાઈટ પર આ કોલમ આ લીન્ક પર જોઈ શકાશે. જ્યાં "અનુમાન " શબ્દ "અપમાન" તરીકે પણ લખાયો છે!!
FOLLOWING ARE THE READERS ANSWERED IT CORRECTLY in the order the answer is received !! CONGRATULATIONS and keep puzzling yourself !
1. Adil Maksat
2. Vaidurya Upadhyay
3. Jigar Patel
4. Vijay Patel
5. Achyut S. Patel, Anand
6. Manan Raval
7. Dhaval
8. Dhavalkumar Bharatbhai Chauhan, Rajpipla
9. Krupali Patel
10. Akash Khamar
11. Piyush Kamani
12. Vivek Kantariya, AHmedabad
13.
Snagadiya
14. Bachubhai B. Rawal
15. Adit Gandhi, Vadodara
16. Chirag D. Patel /Prakash D. Patel
17.Vishal Kalariya
18. Pankaj Satasia, Ranip, Ahmedabad
19. Vijay Patel
20. Kasundra Hardik Gunvantray
FOLLOWING ARE THE READERS ANSWERED IT CORRECTLY in the order the answer is received !! CONGRATULATIONS and keep puzzling yourself !
1. Adil Maksat
2. Vaidurya Upadhyay
3. Jigar Patel
4. Vijay Patel
5. Achyut S. Patel, Anand
6. Manan Raval
7. Dhaval
8. Dhavalkumar Bharatbhai Chauhan, Rajpipla
9. Krupali Patel
10. Akash Khamar
11. Piyush Kamani
12. Vivek Kantariya, AHmedabad
13.
Snagadiya 14. Bachubhai B. Rawal
15. Adit Gandhi, Vadodara
16. Chirag D. Patel /Prakash D. Patel
17.Vishal Kalariya
18. Pankaj Satasia, Ranip, Ahmedabad
19. Vijay Patel
20. Kasundra Hardik Gunvantray
Wednesday, July 14, 2010
Chess Board Puzzle
આજે નાના મગજની ધોરી નસોને અલગ રીતે પણ ખેંચવી છે. એક કોયડાની ચર્ચા કરવી છે અને એના વડે કશુક જાણવા પ્રયત્ન પણ કરીશું. જે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઈન્ટરવ્યું અથવા તો શોખ માટે પણ ઉપયોગી નીવડશે.This is from Gujarat Samachar of 14th July, 2010. For more puzzles and Student@Competition, visit http://studentatcompetition.blogspot.com/
Correct Answers so far I got from:
1. Vaidurya Upadhyay
2. Vishal Patel
3. Komil Shah
4. Ashish Mehta
5. Snehal Patel
6. Riken Patel
7. Virendra Pandya
8. Bhavin Zalavadia
9. Meghavi Chauhan (5th Standard student)
10. Piyush Kamani
11. Tejas Patel
12. Riken Gabani
13. Darshak Parikh
14. Vijay Patel
15. Naren Patel
16. Dipak Prajapati
17. Kishor
18. Rashmikant Bhavsar
19. Rahul Patel
20. Bhupen Patel
21. Vidhi Shah
22. Musebkhan Pathan
23. Gargi Joshi
24. Harshal Shah
25. Jaydeeip
26. Sachin Patel
27. Raviraj Soni
28. Dipak Nimje
29. Kiritsinh Vaghela
30. Mukesh Mehta
31. Hetali Soni
32. Varunesh Goyal
33. Keval Sanchde
34. Het Adhvaryu
35. Jimit Banker
36. Adil Maksati
37. Rajdeep Ratpiya
38. Jagdish Panchal
39. Chintan Patel
40. Harshal Langaliya
41. Sejal Shah
42. Vyanjan Dave
43. Hetal
44. Brijesh Patel
45. Ravi Kubavat
46. Jitendra Mandvia
47. Sandeep Shah
48. Taresh
49. Purvit Soni
50. Viral Rathod
51. Shreyas Patel
52. Rasesh Patel
53. Chintan Nanavati
54. Devarshi Pandya
55. Kunal Dhami
56. Jigar Prajapati
57. Krishana Thaker
58. Piyush Virdiya
59. Sandip Bhatt
60. Sweta Parikh
61. Hardik Rashik
62. Ruta Kotecha
63. Komal Guddy
64. Hardik
65. Yatharth Vaishnani
66. Kamal Patel
67. Shivangi Mistry
68. Krunal Mangroliya
69. Pragnesh Suthar
70. Meet Joshi
71. Dinesh Solanki
72. Unnati Bhojak/Hemang Bhojak
73. Ashish Raiyani
74. Anish Patel
and many more readers tried it or trying it. While you are counting squares I will keep counting correct answers! Thanks for all your responses.
Tuesday, July 6, 2010
Google Video Chat
Enabling Google Video chat is very easy still I heard getting issue enabling it. This is what Google has to say in response to all these queries.
Tuesday, June 29, 2010
રંગીન 'કુમાર': રમેશ શાહ
મિત્રો આ પોસ્ટ બીજી ઘણી પોસ્ટની જેમ જ ફોર્વર્ડેડ પોસ્ટ છે પણ ગમતાનો ગુલાલ કરવા યોગ્ય જ છે. આપની પેઢીના ઘણા વાંચકો કદાચ કુમાર મેગેજીનથી અપરિચિત હોય પણ કુમાર મેગેજીનના ભવ્ય અતીતને સાચવવાનું બીડું રમેશ શાહે એકલા હાથે ઉપાડ્યું છે અને આ રહ્યો એમનો તરોતાજો પત્ર! ટાઈટલમાં લખ્યા મુજબ એમણે કુમારને રંગ આપવાનું કામ પણ કર્યું છે, કુમાર મેગેજીનમાં આવેલી ઘણી તસવીરોમાં એમણે રંગ પુરવાનું કામ પણ કર્યું છે ! ૭૩ વર્ષે પણ આવા સરસ કામ કરવાની એમની ધગશ એક કુમારને પણ શરમાવે એવી છે. મારો બકવાસ બંધ કરી એમની કુમારકોશની યાત્રા એમના જ શબ્દોમાં !!
પ્રિય મિત્રો,
કુમારના ૧૦૦૦ અંકનો આંક હવે ફક્ત દસ મહિના પછી સિદ્ધ થશે.
એક હજાર મહિનાઓ સુધી મહિને મહિને એક એક અંક પ્રગટ થતાં રહ્યાં.
નવો અંક હાથમાં આવે ત્યારે રોમાંચ થતો હોય છે, તો એક હજાર અંકો એક સાથે હાથવગાં થાય ત્યારે મનમાં કેવાં કેવાં ભાવ પ્રગટ થાય ! એક હજાર અંકમાં ચારિત્ર્ય ઘડતરનાં જ ઉદ્દેશથી બધી સામગ્રી પીરસાઈ છે. ‘આવતી કાલના નાગરિકોના ઘડતર માટે’ ––કુમારનો આ દાવો નથી પણ એક હકીકત છે. મારું કૉમ્પ્યુટર બતાવે છે કે આજ સુધીમાં ૮૬૪૦ સર્જકોનો આ ઘડતર માટેનો ફાળો છે. આ સર્જકોને અતિ ઉત્તમ રીતે વાચકો સમક્ષ લાવવાનું ભગીરથ કાર્ય કુમારના સંપાદકોએ કર્યું છે. કુમારની વાનગીઓ તરફ વાચકોનું ધ્યાન દોરવા ઉત્તમ મથાળાંઓ એવા બાંધ્યા છે કે વાચકો એ વાંચ્યા પછી જ પાનું ફેરવે !
વિનસ–એફ્રોડાઇટના શિલ્પની કળાની પિછાન કરાવીને છેલ્લે સંપાદક ઊમેરે છે કે : સામાન્ય આંખને અડવાં લાગતાં આવાં કલારત્નોના સર્જનનો ઉદ્દેશ એવો ઉચ્ચ–શુચિ જ હોય છે, અને એને એવી વિકારહીન શાસ્ત્રીય દષ્ટિએ જ સમજવાનાં છે. ––મારી વીસ વર્ષની વયે મને આ પાઠ (અંક ૪૦૦ – ૧૯૫૭) આ રીતે ભણવા મળ્યો તેનું સ્મરણ સદાકાળ રહ્યું છે.
કુમારના સર્જકોએ ૧૦૦૦ મહિનાઓ સુધી જે કાર્ય કર્યું અને એની ઉપર મેં ૧૦૦ મહિના સુધી સંવર્ધન કરી કુમારકોશ તૈયાર કર્યો; એના હજારો શીર્ષકો (કૉમ્પ્યુટર કહે છે –૪૦૬૩૮)માંથી જે જોઈતું હોય તે ક્ષણ વારમાં મેળવવું; વળી આ સંગ્રહને અદ્યતન બનાવવા ચિત્રો, ઓડિઓ, વિડિઓની હજારોની સંખ્યામાં ઉમેરાયેલી પૂર્તિ........ આ બધું મળીને આ સંગ્રહ ‘ઇનએવિટેબલ’ બની ચૂક્યો છે.
ઘણાં મિત્રો મારા નિવાસસ્થાને આવી કલાકો સુધી આ અજાયબી નિહાળી પ્રભાવિત થયા છે. તેમની વાતો સાંભળી પત્રકારોએ પણ આવીને જોયું અને તેને લેખો લખી હજારો–લાખો વાચકો સુધી દોર લંબાવ્યો.
મેં તો દસ વર્ષ પહેલાં અંગત ઉપયોગ માટે પ્રત્યેક વર્ષના ડિસેમ્બર મહિનામાં આવતાં વાર્ષિક સાંકળિયાની ઝેરોક્ષ કરાવી ફાઈલો કરી હતી. એ કામ ધીરે ધીરે વધીને આજના કુમારકોશ સુધી પહોંચ્યું છે.
ઇન્ટરનેટ દ્વારા મિત્રોને આ કાર્યની વાત કરતો રહ્યો છું. એ બધાં મિત્રોને માટે ટહેલરૂપે આ પત્ર લખું છું. હું બધે તો ન પહોંચી શકું. મારા આ બસો મિત્રોને વિનંતિ કે તેમના પરિચિતોને ફોરવર્ડ કરી આ જણાવો. બસોમાંથી બેહજાર અને એમાંથી વીસહજાર કે વીસલાખ ગુજરાતીઓ સુધી આ કાર્યની જાણ કરો. મારા ફેસબુક પર કુમારકોશના અંકો મૂકી રહ્યો છું. દુનિયાભરનાં એક એક ગુજરાતીને આ કુમારકોશ ઉપયોગી થવાનો છે. પોતાના બાળકોને ઘડવાનાં કપરાં કામને આ કુમારકોશ સરળ બનાવી શકશે એમ કહેવું વધુ પડતું નથી.
મને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપી રહ્યા છે તે સહુ મિત્રોનો આભાર.
Subscribe to:
Posts (Atom)