Thursday, September 29, 2011

ટેક ચેટ


કરો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો કોર્સ સ્ટેનફર્ડ યુનીવર્સીટીમાંથી!

દુનિયાની સર્વોતમ યુનીવર્સીટીઓમાં સ્થાન પ્રાપ્ત સ્ટેનફર્ડ યુનીવર્સીટી હાલમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઓનલાઈન કોર્સ ઓફર કરે છે. અને આ કોર્સ હાલમાં એકદમ હોટ સાબિત થયો છે અને એનું  સૌથી મહત્વનું કારણ છે કે સ્ટેનફર્ડ યુનીવર્સીટી આ કોર્સ મફતમાં ઓફર કરે છે.  આ લખાય છે ત્યાં સુધીમાં આ કોર્સ માટે એક લાખ વીસ હજાર લોકો રજીસ્તરેશન કરી ચુક્યા છે. કોર્સ ઓક્ટોબર ૧૦ થી ડીસેમ્બર ૧૬  સુધી ચાલશે. ગુગલના પ્રસ્થાપિત ટેકનોક્રેટસ આ કોર્સ ચલાવશે. રાખે ચુકતા !! ખાસ કરીને આ વિષયમાં રસ ધરાવતા કે પછી કોઈ પણ સાયંસ બ્રાન્ચમાં અભ્યાસ કરતા કે કરી ચુકેલા લોકોને વર્લ્ડ ક્લાસ કોર્સ ઘેર બેઠા મફતમાં મળશે. જે એક ના ચૂકવા જેવો મોકો છે.

આ રહી આ કોર્સમાં જોડવા માટેની લીન્ક:
http://www.ai-class.com/

 આ એક વર્લ્ડ રેકોર્ડ હશે જ્યાં એક ક્લાસમાં એક લાખ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એકસાથે ભણશે !!

એક સાઇડ નોટ તરીકે,  સ્ટેનફર્ડ યુનીવર્સીટી બીજા પણ ઘણા કોર્સીસ ચલાવે છે અને એપલ સ્ટોર પર ઘણી મફત એપ્લીકેશન્સ પણ પ્રાપ્ત છે.

એનીવે , આપને ભેગા થાશું આ કોર્સના ક્લાસમાં ૧૦ ઓક્ટોબર થી !!

સુપરકુકીઝ

આ અઠવાડિયે એક નવી બ્રાઉઝર ટેક્નીકે હોબાળો મચાવ્યો. આ ટેકનીકનું નામ સુપરકુકીઝ.   બ્રાઉઝરમાં તમે જે કઈ સર્ફિંગ કરો એનું રેકોર્ડીંગ થતું હોય છે. અને જે તે વેબસાઈટ તેમના ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે અમુક માહિતી તમારા કોમ્યુટર કે ડિવાઇસ માં રાખી મુકે છે. આ કુકી સાથે એની એકપાઇરી તારીખ પર લખેલ હોય છે એટલે એનો સમય થતા એ સ્વધામ સિધાવે છે. પણ આ વાત થઇ કુકી અંગેની. તો વળી આ સુપરકુકી છે? માઈક્રોસોફ્ટ અને હુલું વેબસાઈટ ખુબ પ્રખ્યાત છે.  જે  ખાસ પ્રોગ્રામનો ઉપયોગ તમારા કોમ્પ્યુટર કે ડીવાઈસ પર તમે જે કઈ સર્ફ કર્યું હોય એની માહિતી ભેગી કરી એમના સારવાર પર આ માહિતી મોકલે, જેનું કામ કુકી જેવું જ છે પણ કુકી જે તે વેબ સાઈટ પોતાના ટ્રેકિંગ માટે જ વાપર્ય છે જયારે આ સુપર કુકી બીજી બધી વેબસાઈટો પરની તમારી અવાર જવર પણ રેકોર્ડ કરીને એમના અકાને પહોંચાડે છે !  ગયા અઠવાડિયે વોલ સ્ટ્રીટ જર્નલે આ આખો  મામલો  બહાર પાડ્યો છે.  આ છપાશે ત્યાં સુધીમાં માઈક્રસોફ્ટનો જવાબ આવી જશે જે આપને ફરીથી અહી ચર્ચીશું!! અને આ પહેલા પણ ગુગલ અને માઈક્રો સોફ્ટની જબ્બર ટેકનીકલ લડાઈ જામેલી જે ફરી ક્યારેક અહી જમાંવીશું.

એચ પી ટચ પેડ અને ટેબ્લેટ્સ
આજકાલ ટેબ્લેટ્સનો જમાનો છે. તમને થશે આ શું વાત કરે છે? દવાઓનો જમાનો ?! ના આપણે વાત કરીએ છીએ હેન્ડ હેલ્ડ ડિવાઇસની વાત કરીએ છીએ જે ટેબ્લેટ્સની કેટેગરીમાં આવે છે. જેવા કે એપલનું આઈ પેડ, લીનોવોનું આઈડીયા પેડ, સેમસંગનું ગેલેક્સી ટેબ, એસસનું ઈ પેડ, એસરનું અઈકોનીયા પેડ, તોશીબા થરાઈવ, એચ પીનું ટચ પેડ વગેરે.. પણ આજે વાત કરવી છે એચ પીના   ટચ પેડ વિષે. ગયા અઠવાડિયે એચ પીની જાહેરાતે ટેબ્લેટ માર્કેટમાં હિલચાલ ઉભી કરી દીધી. જયારે ટેબ્લેટ બિઝનેસમાં પાડવા નાનામાં નાની ઇલેક્ટ્રોનિકસ પ્રોડક્ટ કંપનીઓ નોખા નોખા ટેબ્સ ને પેડ્સ લાવી રહ્યા છે ત્યારે એચ પીએ જાહેરાત કરી છે કે એ લોકો એની ટચ પેડ બંધ કરવાની જાહેરાત કરી છે. વાંચકો માટે એનો ફાયદો એવી રીતે થઇ શકે શકશે કે એચ પીએ એની ૫૦૦ ડોલરની આ પ્રોડક્ટના  ભાવ ઘટાડીને ૧૦૦ થી ૧૫૦ ડોલરની રેન્જમાં ભાવ જાહેર કર્યા છે અને સ્ટોક ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે.  જો તમે કોઈ ટેબ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા હો તો, દસ ઇંચના આ પેડના આ ભાવ ખોટા નથી. જસ્ટ ગ્રેબ ઈટ !!

અને છેલ્લે... કે પેલ્લે ...

અહી આપણે ટેકનોલોજી વર્લ્ડની ઘટનાઓ પર ધ્યાન રાખીશું અને વ્હાલા વાંચકો સાથે શેર કરતા રહીશું. બસ વાચક રાજ્જાઓ  લાઇક કરતા રહેશે તો આ સફર  જરૂર ચાલતી રહેશે!  જયારે પણ મળીશું નતનવી સાંપ્રત ઘટનાઓને સાંકળતી ટેકનોલોજીને લગતી વળગતી વાતો કરીશું. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો લખી મોકલજો અને આપણે સાથે મળી જવાબ શોધવા પ્રયત્ન કરીશું.  તમારા પ્રશ્નો alpesh .bhalala @gmail .com પર મોકલો.
પણ ફેસબુકના ક્યાં ખૂણામાં મુતરડી  આવેલી છે જેવી ફાલતું વાતો આપણે નહિ કરીએ કે અજેક્સ કેવી રીતે કામ કરે છે  તેની ટેકનીકલ વાતો (વાંચો, ખોટી ) વાર્તાનું સ્વરૂપ નહિ લે. સાઈનીંગ ઓફ નાઉ. ફરીથી મળીશું આ ચેટ ઉપર !  ( લખ્યા તારીખ ૦૮/૨૦/૧૧ )

1 comment:

Sakshar said...

MIT and berkeley also has some free online course.

http://ocw.mit.edu/index.htm
http://webcast.berkeley.edu/