Tuesday, November 18, 2008

શું લખી મોક્લું તને ?

~
તને શું લખીને મોકલું?
તારા માટે શબ્દો એકઠાં કરું છું,
ને પછી સરખાવવાની કોશીશ કરું છું ત્યાં તો તે શબ્દો તારી સાથે જ એકરૂપ થઈ જાય છે પછી નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે,
કે શબ્દો વડે કવિતા રચાય છે,
કે કવિતા શબ્દોમાં પરોવાઈ ગઈ છે?
બોલ તું જ કહે તને શું લખીને મોકલું?

ભીનાં-ભીનાં વરસાદમાં પલળતાં-પલળતાં,
પીધેલી ચાના સીસકારા મોકલું કે,
અડધી રાતે ઠંડીમાં ઠૂંઠવાતાં,
એક જ ચાદરમાં અડધા-અડધા વહેંચાયેલા હૂંફના સથવારા મોકલુ?
યાદ છે? ધોમધખતા તડકામાં સાથે ચાલતાં-ચાલતાં
મળીને ગાયેલાં ગીતોનાં છાંયડા ને,
“He loves me, he loves me not” કરતાં-કરતાં
ઝાડની ડાળખીનાં ટૂટેલાં પાંદડાં મોકલું?

નાની અમસ્તી વાતને મોટું સ્વરૂપ આપીને
અમસ્તાં-અમસ્તાં કરેલાં ઝગડા મોકલું,
કે ગાલ પર અચાનક જ ફૂટી નીકળેલા ખીલને મટાડવા
સાથે મળીને લગાડેલા ક્રિમના લપેડા મોકલું?

અડધી ચૉકલેટ અને એનાંય અડધા ભાગ
હજીય સાચવી રાખેલાં એના ચમકતાં કાગળીયાં મોકલું,
કે “બહુ વાંચવાનું બાકી છે” એમ કહીને છેક આંખો લગી
આવી ગયેલાં ઝળઝળીયાં મોકલું?

એકબીજાને ઉઠાડવા માટે મૉડીરાત સુધી જાગીને
પરાણે કરેલાં ઉજાગરા મોકલું, કે પછી
ચાંદની રાતે અગાશીમાં બેસીને તારાઓ
ગણતાં-ગણતાં સાથે કરેલાં લાગણીનાં લવારાઓ મોકલું?

કારણ વગર હસ્યા જ કરવાનું ને પછી
હસતાં-હસતાં આંખો ભરાઈ આવે એટલે આંસુને છુપાવવાના બહાનાં મોકલું,
કે libraryમાં સાથે મળીને વાંચતાં ત્યારે
“ઈડલી ખાવા ક્યારે જઈશું?” એની રાહ જોતાં-જોતાં
વગર-વાંચ્યે જ ફાટી ગયેલા પુસ્તકનાં પાનાં મોકલું?

કેટલાંય સપનાંઓની આપ-લે,
એમાં રંગો પૂરવાનો અનેરો આનંદ,
છતાંય કોઈક ખૂણે રંગો ફિક્કા પડી જવાનો ડર, બોલ, તને પ્રેમથી સમજાવેલા કેટલા કિસ્સા મોકલું?
આજે તું શમણાંના વેરવિખેર ઢગલાને
એકઠા કરીને પરિશ્રમથી સિંચીને
નવું સ્વરૂપ આપવા જઈ રહી છો ત્યારે
બસ, ‘સ્વયં’ ના હૃદયની શુભેચ્છાઓ મોકલું, તને બીજું શું લખીને મોકલું?

આ કવિતાના કવિ મને માલૂમ નથી, પણ કવિતા ગમે છે જો કોઈ વાંચકને જાણ હોય તો કોમેન્ટ મૂકવા વિનંતી.

આભાર મનીષભાઈ મિસ્ત્રીનો, આ કવિતાને નેટસ્થ કરવા બદલ! કંઠસ્થ નહિં નેટસ્થ.. ધીમે ધીમે આ શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે !

2 comments:

Unknown said...

તને હું શું લખીને મોકલું,
લાવ
આ તું આટલાં સરસ શબ્દો
આળસના આવરણ સાથે
ચિત્રવત્ એમનાં એમ
નેટસ્થ કરી દે છે
તેમને અક્ષરદેહ આપી મોકલું?

~~~~~~~~~~~~~~~~~
તને શું લખીને મોકલું?
તારા માટે શબ્દો એકઠાં કરું છું,
ને પછી સરખાવવાની કોશીશ કરું છું ત્યાં તો તે શબ્દો તારી સાથે જ એકરૂપ થઈ જાય છે પછી નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે,
કે શબ્દો વડે કવિતા રચાય છે,
કે કવિતા શબ્દોમાં પરોવાઈ ગઈ છે?
બોલ તું જ કહે તને શું લખીને મોકલું?

ભીનાં-ભીનાં વરસાદમાં પલળતાં-પલળતાં,
પીધેલી ચાના સીસકારા મોકલું કે,
અડધી રાતે ઠંડીમાં ઠૂંઠવાતાં,
એક જ ચાદરમાં અડધા-અડધા વહેંચાયેલા હૂંફના સથવારા મોકલુ?
યાદ છે? ધોમધખતા તડકામાં સાથે ચાલતાં-ચાલતાં
મળીને ગાયેલાં ગીતોનાં છાંયડા ને,
“He loves me, he loves me not” કરતાં-કરતાં
ઝાડની ડાળખીનાં ટૂટેલાં પાંદડાં મોકલું?

નાની અમસ્તી વાતને મોટું સ્વરૂપ આપીને
અમસ્તાં-અમસ્તાં કરેલાં ઝગડા મોકલું,
કે ગાલ પર અચાનક જ ફૂટી નીકળેલા ખીલને મટાડવા
સાથે મળીને લગાડેલા ક્રિમના લપેડા મોકલું?

અડધી ચૉકલેટ અને એનાંય અડધા ભાગ
હજીય સાચવી રાખેલાં એના ચમકતાં કાગળીયાં મોકલું,
કે “બહુ વાંચવાનું બાકી છે” એમ કહીને છેક આંખો લગી
આવી ગયેલાં ઝળઝળીયાં મોકલું?

એકબીજાને ઉઠાડવા માટે મૉડીરાત સુધી જાગીને
પરાણે કરેલાં ઉજાગરા મોકલું, કે પછી
ચાંદની રાતે અગાશીમાં બેસીને તારાઓ
ગણતાં-ગણતાં સાથે કરેલાં લાગણીનાં લવારાઓ મોકલું?

કારણ વગર હસ્યા જ કરવાનું ને પછી
હસતાં-હસતાં આંખો ભરાઈ આવે એટલે આંસુને છુપાવવાના બહાનાં મોકલું,
કે libraryમાં સાથે મળીને વાંચતાં ત્યારે
“ઈડલી ખાવા ક્યારે જઈશું?” એની રાહ જોતાં-જોતાં
વગર-વાંચ્યે જ ફાટી ગયેલા પુસ્તકનાં પાનાં મોકલું?

કેટલાંય સપનાંઓની આપ-લે,
એમાં રંગો પૂરવાનો અનેરો આનંદ,
છતાંય કોઈક ખૂણે રંગો ફિક્કા પડી જવાનો ડર, બોલ, તને પ્રેમથી સમજાવેલા કેટલા કિસ્સા મોકલું?
આજે તું શમણાંના વેરવિખેર ઢગલાને
એકઠા કરીને પરિશ્રમથી સિંચીને
નવું સ્વરૂપ આપવા જઈ રહી છો ત્યારે
બસ, ‘સ્વયં’ ના હૃદયની શુભેચ્છાઓ મોકલું, તને બીજું શું લખીને મોકલું?

Unknown said...

હું શું લખી મોકલું તને દોસ્ત ?
આભાર શબ્દનોય ભાર નહિં પડે!