Showing posts with label સરદાર પટેલ સેવા સમાજ. Show all posts
Showing posts with label સરદાર પટેલ સેવા સમાજ. Show all posts

Thursday, October 30, 2008

સરદાર પટેલ સેવા સમાજ

છાપુ વાંચતા સ્મરણ થયુ અમારી હોસ્ટેલનું, જ્યાં લગભગ પોણા દસકા માટે રહેવાનું થયુ. દર વર્ષે સરદાર પટેલ જયંતિ જરુર ઉજવાય. કેડિલાવાળા (સ્વ.)રમણભાઈ પટેલની (સંસ્થાના મુખ્ય ટ્ર્સ્ટીના નાતે) હાજરી, સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન, એકાદ રાજકારણી જેવા કે દિનશા પટેલનું પ્રવચન, દૂરદર્શનના કેમેરામેનો, સંસ્થાના સભ્યો ( જે મોટા ભાગે જમવાના સમયે આવતા એટલે અમને સ્વામીજીને શાંતિથી સાંભળવા મળતા) અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ.. આ દર વરસનો ૩૧ ઑકટોબરનો ફિક્સ પ્રોગામ હતો. કયારેક અમે સરદાર પટેલ પરના પુસ્તકો વેંચવા પણ ઉભા રહેતાં. એકાદવાર સ્વામીજીએ ટકોર કરેલી કે તમે લોકો દર વર્ષે મને જ બોલાવ્યા કરો છો તો કયારેક બીજા કોઈને પણ તક આપો.. અને આ વર્ષે આવું જ કંઈક બન્યૂ છે. ગુણવંત શાહ આ બાગડોર સંભાળવાના છે! આશા રાખીએ કે શાહ સાહેબ સ્વામીજીના તેજાબી પ્રવચનોનો ચીલચીલો જાળવશે. જો કે આ પ્રવચન નથી પણ લોકો તો તેમને સાંભળવા જ આવવાના છે ને ભઈ..


જો જો રખે ચૂકતા ...

અને સરદાર પટેલ સમાજના આંગણે વાળુપાણી પણ ખરા..(અમદાવાદમાં સંસ્થા છે એટલે આ છેલ્લી લાયન ખાસ લખવી પડી છે!)