Friday, October 10, 2008

રિસેશનથી ડિપ્રેશન તરફ ..

છેલ્લા બારેક મહિનાઓથી કેટલાય સર્વે થયા, મીટિંગો યોજાઈ, કમિટિઓ રચાઈ અને બીજુ પણ ઘણું, માત્ર એ જાણવા માટે કે આપણે 'રિસેશન'માં છીએ કે નહિં. હર વખત નવા નવા ગતકડારુપ જવાબો મળતા રહયા. આપણે રિસેશનથી થોડા દૂર છીએ, કે શરુઆતના તબક્કામાં છીએ વગેરે વગેરે.. હવે જ્યારે રિસેશન છાપરે ચડીને બેઠું છે ત્યારે નવા શબ્દે દેખા દેવાનું ચાલું કરી દીધુ છે - ડિપ્રેશન. જે રિસેશનનો સગો દાદો છે.

આ રિસેશનની કેટલીક વાતો હજુ ત્રણ અઠવાડિયા પહેલા આ બ્લોગ પર ઈન્ટરનેટસ્થ કરી હતી. ત્યાર પછીના કેટલાક અપડેટ આજે જોઈએ. આ રિસેશનનો ભરડો હવે બેન્કો છોડી દેશો પર પણ ફરવા તૈયાર છે. જુઓ કેટલાક ઉદાહરણો.


પાકિસ્તાન પાસે ફક્ત આવતા બે મહિનાના ગૅસ અને ખોરાક આયાત કરવાનું ભંડોળ બચ્યુ છે.ઝરદારીની ગયા મહિનાની અમેરિકા મુલાકાત દરમિયાન ૫૦૦ મિલિયન ડોલર જ્યાં ત્યાં માંગતા ફરતા હતાં. કાશ્મીરી તોફાનીઓને આંતકવાદી ગણાવ્યા અને બીજા ઘણાં ગતકડા કર્યા પણ કોઈ સહાય મળી નહિ. આજે પાકિસ્તાનમાં ૩૫% ફુગાવાનો દર છે. ૪૫ અબજ ડોલરનું દેવું છે.નાણાકીય ખાધ જીડીપીના ૭% એ પહોંચી ગઈ છે. આવનારા દિવસો કહેશે ક્યા હાલ હૈ.


આઈલેન્ડ, હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં માનભર્યુ સ્થાન ધરાવે છે, અમેરિકા કરતાં પણ માથાડીઠ આવક વધુ છે. અને છતાં કદાચ આ રિસેશનનો પહેલો શિકાર બનનાર દેશ બને તો નવાઈ નહિં. વેલ, ના તો ખોટા મોર્ગેજ અપાયા હતા, ના તો બીજુ એવું કોઈ કળુ કામ કર્યુ હતું. તો પઈ કયાં કાચું કપાયુ ? અહિંની બેંકોએ એટલા બધા પૈસા ઈન્ટરનેશનલ માર્કેટ્માંથી ઉધારી કરી કે હવે આખા દેશની એ ભરવાની તાકાત ના રહી. ત્યાંનું નાણુ ભાંગી પડયુ છે એટલે એનું બહુ કાંઈ ઉપજે એમ રહ્યુ નથી. શેર વેંચવા લોકો ઈન્ટરનેટ પર જાય પણ સાઈટો ચાલતી નથી. ગેસ ભરાવવા લામ્બ્બ્બ્બી કતારો લાગેલી રહે છે, કોણ જાણે કયારે મળતું બંધ થાય. બેંકોમાંથી બધા પૈસા ઘરભેગા થઈ ગયા છે!

ઝિમ્બાબ્વે, ૨૩ કરોડ % ફુગાવો !! અમેઝીન્ગ.. બિલિયન ડોલરની કરન્સી નોટ્સ.. વેલ, અહિં પણ કોઈ મોરગેજ કે ક્રેડિટ નામના વાઈરસ નથી વળગ્યા. અહિં રાજકીય અસ્થિરતા મોટો ભાગ ભજવી ગઈ. વર્ષો જુના રાજાને હટાવવા મોટા ભાગના વિકસિત દેશોએ અસહકારનું આંદોલન ઉપાડ્યું. વર્લ્ડ બેંક કે કોઈ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ કોઈ મદદે ના આવ્યુ. કેટલા આંદોલનો.. ચૂંટણી.. ફરીથી ધમાલો.. છેલ્લે વિરોધપક્ષના નેતા સાથે સત્તાશેરીંગ થયુ.

લાસ્ટ બટ નોટ લીસ્ટ, અમેરિકા ! હા આ મહાસત્તા પણ મહા આપત્તિમાં ફસાઈ પડી છે. મોરગેજ અને ક્રેડિટ બંને વાઈરસ લાગુ પડયા છે. લેહમેને એની આખ્ખી બેંકની કિંમત કરતા ૪૫ ઘણા વધુ ઉધારીના પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા!! વેલ, રિચ ડેડ પુઅર ડેડ એના મેનેજમેન્ટમાં કોઈએ નહિં વાંચી હોઈ ? એવું તો ના બને. ન્યૂયોર્ક ટઈમ્સ સ્ક્વેર પર લગાડેલ દેશના દેવાની ઘડિયાળમાં આંકડા ખૂટી પડ્યા છે! લોસ એન્જલસમાં વસતા ઈન્ડિયન ફાઈનાન્સ એડવાઈઝરે ત્રણ પુત્રો, પત્ની અને પોતાને ગોળીએ દીધાનો દાખલો બન્યાને અઠવાડિયુ પણ નથી થયુ. નોટસમાં એમની ફાઈનાન્સીઅલ પરિસ્થિતિને આવું કરવા જવાબદાર ગણાવ્યા.

૧૯૩૦ના અમેરિકાના મહાભયંકર ડિપ્રેશન વખતે ઢગલાબંધ અફવાઓ ફેલાતી રહેતી જેમ આજકાલ icici પાછળ બધા હાથ ધોઈને પડ્યા છે એમ. એક જ દિવસમાં ૨૬% શેરના ભાવ ગગડે એમાં નાણામંત્રી કે સીઈઓ કરતા પેલી અફવાની પરસનાલિટી ઊંચી સાબિત થાય છે !

No comments: