Tuesday, May 15, 2012

ર.પા.


૧)
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
ર)
ર. પા. પોતે ..


૩)
-શ્રી શોભિત  દેસાઈ 
          રેફ: http://www.tahuko.com/KHOBO.pdf

૪)   શ્રી ધૈવત ત્રિવેદીએ લખેલ દસ અંકીય શ્રેણી :
https://www.facebook.com/dhaivat.trivedi.1?sk=notes


૫)  ફક્ત છ જ વર્ષોમાં સાઈટ www.RameshDesai.in આજે બંધ હાલતમાં છે.

Friday, May 11, 2012

પગાર પારાયણ


અમારા પકા શ્રોફ  પાકા ધંધાદારી. મોટી કંપનીના માલિક. કેટલાયને નોકરીએ રાખેલા. હવે એક દિવસ બધાને વાર્ષિક પગારવધારો કર્યો. હવે થયું એવું કે પકાશેઠ લખવાનું ભૂલી ગયા કે કોને કેટલાં વધારી આપ્યા છે.  પાછા ભારે એથીકલ. ક્યારેય કોયનો પગાર પૂછે નહિ. ના તો કોઈપણ કારીગર બીજા કારીગર જોડે પગારની વાત બીજાને કરે એ એમને પસંદ. એમના પગારવધારા પછી એમને જાણવું હતું કે આવતા મહીનેથી  કુલ કેટલા રૂપિયા પગાર કરવા જોઇશે. પકાશેઠ ભારે હોંશિયાર છે અને એણે રસ્તો શોધી કાઢ્યો આ કુલ પગારનો તાળો કોઈ પણ કામદાર પોતાનો પગાર કોઈને પણ બતાવે નહિ  તો પણ શોધી શકાય.

પકાશેઠે  કેવી રીતે આ કામ પર પડ્યું હશે ?