Showing posts with label Vidhyut Joshi. Show all posts
Showing posts with label Vidhyut Joshi. Show all posts

Monday, August 4, 2008

The other side of Sardar Patel

..."રામપુર અને ભોપાલના નવાબોને ખાસ રક્ષણ આપ્યું હતું. ઉર્દુને મહત્ત્વ આપ્યું. જૉશ મલીહાબાદીને ઉર્દુ દૈનિક ‘આજકાલ’ના સંપાદક બનવામાં મદદ કરી હતી. સ્વાતંત્ર્ય પછી દિલ્હીમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં સરદારની ભૂમિકા વિશે વાસ્તવને જાણ્યા વિના, ઘણી અનાપશનાપ વાતો થાય છે. પરંતુ સરદારની તટસ્થ ભૂમિકાની સરાહના કરવી પડે. દિલ્હીનાં હુલ્લડો વખતે ત્યાં લશ્કરની શીખ અને રાજપૂત રેજીમેન્ટ્સ હતી. કેટલીક ફરિયાદો મુસ્લિમ નેતાઓએ કરતાં તેમણે શીખ-રજપૂત રેજીમેન્ટ્સની જગ્યાએ મદ્રાસ રેજીમેન્ટને મૂકી હતી.

જામિયા મિલીયાની હોસ્ટેલમાં પચાસ મુસ્લિમો ફસાયા હતા અને તેમના પર હુમલો થવાની શકયતા હતી. સરદાર પટેલે પોલીસ કુમકની મદદથી તેમને સલામત સ્થળે પહોંચાડયા હતા. આ વિધાર્થીઓમાં આણંદના એક મુસ્લિમ યુવક હતા. સન ૨૦૦૬માં આણંદના એક કાઉન્સિલર અને ઉપરોકત બનાવવાળા યુવકના પુત્રે ખુદ મને આ વાત કહી હતી. તેમનું નામ વિસરાઇ ગયું છે. સરદાર પટેલ માટે કે તેમના નામે કામ કરતી સંસ્થાઓએ આવી ઘણી બધી છુપાયેલી હકીકતો બહાર લાવવી જરૂરી છે. સરદાર પટેલ મનુવાદી હિંદુવાદી હતા માટે દલિતોના અને અનામતના વિરોધી હતા એવી વાત પણ ઘણીબધી વાર કરવામાં આવે છે."

Source: DivyaBhaskar.co.in

Author: Vidhyut Joshi