Showing posts with label Sudip Majamudar. Show all posts
Showing posts with label Sudip Majamudar. Show all posts

Friday, March 6, 2009

સ્લમડોગ જર્નાલિસ્ટ

સ્લમડોગના ચાહકો અને મુવીની આવકના ગ્રાફ રોજ નવી ઉંચાઈ સર કરી રહ્યા છે ત્યારે એક સ્લમમાંથી માથુ કાઢી અમેરિકાના પ્રખ્યાત મેગેજિન ન્યૂઝવીકના રિપોર્ટર સુધીની સ્વકથની સુદિપ મજમુદારે રસાળ શૈલીમાં બે અઠવાડિયા પહેલાના ન્યૂઝવીકમાં કરી છે.


સ્લમડોગની વહેતી ગંગામાં હાથ ધોવાની કે ન્હાવાની કસરત તો સાવ નહીં જ હોય, ચોક્કસ એમનો ઘા લોખંડ ગરમ છે ત્યારે જ મારેલો છે. ચોરેલી ડિક્શનરી અને બીજા ગુન્હાઓ આચરીને પણ આગળ આવેલી ટેલેન્ટ પ્રત્યે સહાનુભૂતિ ઉપજે, અને વળી માન પણ ઉપજે. પછવાડાનો માણસ મહેનત અને કેટલીય સામાજિક, ધાર્મિક પછડાટો ખાતો ખાતો આગળ વધે અને સામાન્ય આમ આદમીથી પણ આગળ નીકળી આવે એ બેશક હકારાત્મક અભિગમ છે, આ માર્ગમાં કદાચ ટૂંકાગાળાના નકારાત્મક કાર્ય પધ્ધતિ અપનાવવી પણ પડિ હોય તો પણ એ એમના હકારાત્મક અભિગમને ભુલી શકાય એમ નથી. કહેવાતા આગળ પડતા મનુષ્યો ક્યાં દુધે ધોયેલા હોય છે?

મારા આવા દ્રષ્ટિકોણના લીધે મને અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન વધુ ગમે છે બીજા ચડિયાતા નેતાઓ કરતાં...