Showing posts with label Population. Show all posts
Showing posts with label Population. Show all posts

Monday, March 28, 2011

Perfect Numbers

હમણાં હમણાં થોડા મજેદાર આંકડાઓ વાંચવા મળ્યા જે અહી ટપકાવવાના  આશયથી આ પોસ્ટ.

૧) અમેરિકન શેર ઇન્ડેક્સ S&P ૫૦૦ની (૫૦૦માથી ) ૪૦% કંપનીઓ ૧૦ વરસ પહેલા અસ્તિત્વમાં જ નહોતી! ( આ અઠવાડિયાના Barron's માંથી )

૨) કેલીફોર્નીયા રાજ્યમાં ૧% લોકોએ રાજ્યના કુલ ઇન્કમ ટેકસનો  ૪૫%  ઇન્કમ ટેક્સ ભર્યો. ( wsj.com) કોલેજમાં ભણેલો ૭૦-૩૦ નિયમ યાદ આવી ગયો !

૩) કાર સીટી તરીકે ઓળખાતું ડેટ્રોઈટ શહેરની વસ્તી છેલ્લા નેવું વરસની સૌથી નીચેની સપાટીએ આવી ગઈ અને છેલ્લા દસ વરસોમાં ૨૫% વસ્તીઘટાડો નોંધાયો. ( લગભગ બધા છાપાઓમાં આ ચપાય ચુક્યું હશે, પણ મેં આ છાપામાં વાંચેલ )

૪) દુનિયાના મોટા અને મોંઘા શહેરોમાં ગણાય એવા શહેર ન્યુ યોર્કનો વસ્તી રીપોર્ટ શું કહે છે? છેલ્લા દસ વરસોમાં ૨.૧% વસ્તી વધી. પણ રસપ્રદ એ છે કે અહી બ્લેક અને વ્હાઈટ (કાળા અને ધોળા ) લોકોની વસ્તી ઘટી પણ એશિયન લોકોની વસ્તી ૩૧.૮% વધી!   

૫) આખા અમેરિકાની વસ્તીના આંકડા પણ રસપ્રદ છે. ૫૦% વસ્તી ૧૦ શહેરોમાં વસે છે. ધોળા લોકોની વસ્તી ટકાવારી પ્રમાણે જોતાં ઘટતી જાય છે અને ૨૦૪૦ સુધીમાં કુલ વસ્તીના માત્ર ૫૦% લોકો ધોળા રહેશે.  (ધોળા લોકોના આંકડા સ્પેનીશ સિવાયના ધોળા લોકો છે. )

બક્ષીબાબુને એકવાર આવું કહેતા સાંભળ્યા હતાં, "ભીંતે માથા પછાડીએ ત્યારે આંકડા મળે છે". આજેય આ વાત એટલી જ સાચી વાત છે !

કેટલાક કલાકારો એક નાની બુક રાખતા હોય છે એટલે જયારે પણ ક્યાંય પણ પ્રોગ્રામ આપવાનો થઇ પડે તો એમાંથી થોડુક ( જોક્સ કે કવિતાઓની પંક્તિઓ કે શેર ) વહેતું મૂકી દેવાથી ઘણી બધી તાળીઓ વીણી શકાય. આવું જ અમુક લેખકો એમના લેખો લખવા માટે થોડાક આંકડાની બુક બનાવી હોવાનું ધ્યાન પર આવ્યું છે અને જુના તો જુના, એના એ જ આંકડાઓ વારંવાર વાંચવા મળે છે !  તો વળી અમુક લોકોને લાંબા આંકડાઓ ( કેટલા મીંડા લખ્યા છે એની ગણતરી તેઓ પણ નહિ કરતા હોય ! ) લખી જાણે છે !

આ મથાળાની પ્રેરણા ફ્રેંચ ફિલોસોફર René Descartes ના નીચેના પ્રખ્યાત વિધાન પરથી મળી છે.
Perfect numbers like perfect men are very rare.