સમજાવવા આવેલા નેતા ધારાસભ્યને છંછેડી ગયા
ભાજપમાં ટિકિટોની વહેંચણી પછી વ્યાપક અસંતોષ અને ગેરશિસ્ત પ્રવર્તિ રહ્યા છે. ભાજપની ડેમેજ કન્ટ્રોલ ટીમના પ્રયત્નો પછી પણ બળવાની સ્થિતિ યથાવત્ રહી છે. એક જિલ્લામાં ફોન કરી ડેમેજ કન્ટ્રોલ માટે આવેલા નેતાએ શું કર્યું? ધારાસભ્ય સમજી ગયા? એમ પુછતાં મોદીનિષ્ઠ કાર્યકરે જવાબ આપ્યો ‘‘ઘૂળ સમજાવી! જે ધારાસભ્યને સમજાવવા આવ્યા હતા તેમણે પોતાને મોદી સાહેબે શું શું અન્યાય કર્યા છે તેની રામાયણ આ ઘૂંઆફૂઆ થયેલા ધારાસભ્ય સમક્ષ રજૂ કરી. જેથી ધારાસભ્ય હવે વઘુ આક્રમક બન્યા છે. આ નેતાએ આવીને વઘુ ડેમેજ કર્યું છે.’’
Source: gujaratsamachar.com