Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

Wednesday, November 2, 2011

MIND THE GAP

From NYT.com
૭ બિલીયન વસ્તી પ્રસંગે ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રગટેલો આ ફોટો ઘણા તુક્કા સુઝાડે એવો છે.
વધુ વસ્તીથી ઉદ્ભવતા પ્રશ્નો અને એના એ સ્થિતિને અનુરૂપ કારગત ઉપાયો રસપ્રદ હોય છે. આ ફોટામાં દર્શાવેલું સ્ટેશન ખરેખર તો બે માળનું હોય એવું નથી ભાસતું ? બાલ્કનીમાં બેસવા માટે સ્ટેશનના બીજા મળે ટ્રેનની રાહ જોવાની! ટ્રેન આવે એટલે (થોડીક) સરળતાથી બેસી શકાય એ માટે છાપરું એટલું જ ઊંચું રાખવું જેટલી ટ્રેનની ઉંચાઈ હોય.

સિંગાપોર જેવા દેશોમાં (શહેરમાં? સારું બંને રાખો!) ટ્રેન આવે એટલે "Mind The Gap" એવું માઈકમાં (સ્ટેશન અને ટ્રેન વચ્ચે રહેલી ૨ થી ૫ ઇંચ જેટલી જગ્યામાં પગ ફસાઈ ના જાય એ માટે )  જાહેર કરાય અને ટ્રેનના દરવાજા પર કે અંદર પણ એ મતલબનું લખાણ લખેલ હોય. આ બધી લમણાઝીક ઉપરના માળે બેસવા માટે ઉપરના ફોટા મુજબની સગવડ ધરાવતા સ્ટેશનોમાં કરવાની જરૂર દેખાય છે?

બહુવસ્તીત (બહુ વિકાસ પામેલ બહુવિકસિત તો બહુ વસ્તી ધરાવતા બહુવસ્તીત, શું કયો છો? ) દેશોમાં પરીક્ષણ પામતી પ્રોડક્ટ હમેંશા બથ્થડ રહેવાની. ઘણી બધી વિષમ પરિસ્થિતિઓ  આવા દેશોમાં  રોજીંદી અનુભવતી હોય જે કદાચ બીજા દેશો માટે તદ્દન અકલ્પનીય હોય શકે. સોફીસ્ટીકેટેડ આઈ-ફોન કરતાં નોકીયામાં ચાલુ બાઈકે વાત કરવાનું વધુ અનુકુળ આવે, પડે તો પણ ખાસ ચિંતા નહિ! આપને ત્યાં સંશોધિત જયપુર ફીટ (કૃત્રિમ પગ )નું પરીક્ષણ ઝાડ ચઢવા માટે પણ કરાયેલું! તમને લાગે છે અમેરિકાનો કૃત્રિમ પગ ઝાડ પર ચઢવાની ટેસ્ટ પાસ કરી શકે ? જ્યાં ઝાડ પાસ ચઢીને રમતા છોકરા જોઇને કોઈ પોલીસ પણ બોલાવી લે, જ્યાં ઝાડ છોકરાઓને રમવાનું મેદાન પણ બની શકે એવા ખ્યાલને ઓળખ પણ ના હોય ત્યાં આવું પરીક્ષણ કરવાનું કદાચ તેઓને બિનજરૂરી લાગે.

સારું તો હવે તમને પણ જયારે પણ આ ગેપ - અલ્પવસ્તીત અને બહુવસ્તીત દેશો વચ્ચેનો - દેખાય તો જરૂર  MIND THE GAP !!

Friday, April 15, 2011

સંવેદના


HARD LABOR: Fourteen-year-old Sunil was at work Thursday at a laterite brick mine in Ratnagiri district of India, about 225 miles south of Mumbai. He is paid two rupees (four U.S. cents) per brick and carries an average of 100 bricks out of the mine each day. (Danish Siddiqui/Reuters)

વોલ સ્ટ્રીટ જર્નલમાં આજે છપાયેલ આ કલાત્મક ફોટો ખરેખર તો દર્દજનક છે. ૧૪ વરસના છોકરાને આવી કાળી મજુરી કરવી પડે...  આપણા પાકા મકાનો બંધાય એના માટે?

આવી જ એક તસ્વીર વોલ સ્ટ્રીટ જર્નલમાં ૨૦૦૮મા પણ આવી હતી જુઓ મારી પોસ્ટ.

Monday, June 29, 2009

ગુગલનું ગુજરાતી ટાઈપીંગ બુકમાર્કલેટ


આ બ્લોગ ગુગલની ઈન્ડીક સેવાથી લખું છે જેનાં વડે હવે કોઈ પણ ટેક્ષબોક્ષમા તમે ગુજરાતીમાં ટાઈપ કરી શકાશે કોઈ કોપી-પેસ્ટની માથાકુટમાંથી છુટકારો મળશે! કોઈ પણ સાઈટ પર જઈ એક બટન ક્લિક કરો અને ગુજરાતીમાં ટાઈપ કરો! તમે પણ અજમાવી જુઓ સંપૂર્ણ ટાઈપરાઈટર !

ફક્ત એક બીજા ફીચરની જરૂરિયાત છે: હાલમાં આ બુકમાર્કલેટ ફક્ત ટેક્ષબોક્ષમાં અને અમુક જગ્યાએ જ ટેક્ષએરિયામાં ચાલે છે, જો દરેક જગ્યાએ ટેક્ષએરિયામાં આ રીતે ચાલે તો ઘણી વધુ જગ્યાએ ઉપયોગી થશે !