Wednesday, July 27, 2011

૨૪ ગેમ

ગયા અંકનો સવાલ:
વિષય:ગણિત , ગહનતા: ૨.૫ / ૫ 


દર્શ અને અર્શ બંને ભાઈઓએ ચોકલેટના બે ભાગ પાડ્યા. દર્શના ભાગે અર્શ કરતા ત્રણ ઘણી ચોકલેટ આવી હતી. અર્શને સંતોષ ના થયો એટલે નવો ઉકેલ શોધવા બેઠા. દર્શે અર્શની ઉંમર જેટલી ચોકલેટ તેને  આપવાની હા ભણી. આમ કર્યા પછી પણ દર્શ પાસે અર્શ કરતા બમણી ચોકલેટ રહી. એટલે ફરી અર્શે વધુ  ચોકલેટ માંગી. પણ દર્શના મતે તે અર્શ કરતા ઉંમરમાં પણ બમણો છે માટે તેને બમણી ચોકલેટ મળવી  જોઈએ. અંતે પપ્પા વચ્ચે દરમિયાનગીરી  કરતા, દર્શે તેની ઉંમર જેટલી ચોકલેટ અર્શને આપવી પડી. 


હવે કોની  પાસે વધુ ચોકલેટ હશે   ?!


જવાબ:

ઘણાં વાંચકોએ જવાબ મોકલ્યા. સચોટ જવાબ આપનાર વાંચકો:  ઉપેન્દ્ર મહેતા (અમદાવાદ), પટણી   દિવ્યા (બી. ફીજીઓ. વડોદરા) , ચૌહાણ દર્શીલ ( સી. એન.), દીપક કોલડિયા, દર્શન ઠક્કર (નડિયાદ) , અદિતિ શાહ (અમદાવાદ ).

હવે જોઈએ આ કોયડાનો ઉકેલ :

દર્શ પાસે અર્શ કરતાં ત્રણ ઘણી ચોકલેટ છે.  માટે જો અર્શ પાસે x ચોકલેટ હોય તો દર્શ પાસે 3x ચોકલેટ્સ હશે. દર્શ અર્શ કરતાં ઉંમરમાં બમણો છે માટે જો અર્શની ઉંમર y હોય તો દર્શની ઉંમર 2y હોવી જોઈએ.

દર્શ અર્શને તેની ઉંમર જેટલી ચોકલેટ આપે છે માટે હવે અર્શ પાસે (x +y ) જેટલી અને દર્શ પાસે (3x-y) ચોકલેટ્સ રહેશે.

આમ કાર્ય પછી દર્શ પાસે અર્શ કરતાં બમણી ચોકલેટ્સ રહી, માટે
2(x+y) = 3x-y ==> x=3y

હવે દર્શ 2y  ચોકલેટ્સ અર્શને આપે છે , માટે
અર્શ પાસે કુલ (x +y +2y) ચોકલેટ્સ છે જેમાં x ની કિંમત 3y  મુકતા, અર્શ પાસે કુલ 6y ચોકલેટ્સ છે.
દર્શ પાસે હવે   (3x-y -2y) એટલે કે 9y -y -2y = 6y  ચોકલેટ્સ બચી.

આમ બંને ભાઈઓ પાસે સરખી ચોકલેટ રહેશે.

End Game
વિષય:ગણિત , ગહનતા: ૩.૫  / ૫ 
   
આજની એન્ડ ગેમ એક વાસ્તવિક રમત છે અને એનું નામ છે "૨૪ ગેમ". આપની 52 પત્તાની કેટમાંથી ૪ પત્તા દરેક ખેલાડીને આપવામાં આવે. અને તમારા હાથમાં રહેલા ચાર પત્તામાની સંખ્યાઓ અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કૌન્સના ઉપયોગથી જો તેમે જવાબ ૨૪ બીજા બધાથી પહેલા લાવી દો તો તમે જીત્યા ગણાવ. 

દા.ત. જો તમારે ૧,૨,૩,૪ નંબર લખેલા કાર્ડ આવ્યા હોય તો ૧*૨*૩*૪ = ૨૪.  બીજું ઉદાહરણ જોઈએ તો ૪,૭,૮,૮, પત્તા હોય તો (૭ - ૮/૮ )*૪ = ૨૪.


આજે તમને ચાર નંબર અહી આપેલ છે : ૧,૩,૪,૬. તમારે આ ચાર સંખ્યાઓનો એક વાર ઉપયોગ કરી અને સરવાળા, બાદબાકી, ગુણાકાર,  ભાગાકાર કે કૌંસનો ઉપયોગ કરી જવાબ ૨૪ લાવવાનો છે.
 
જવાબ ક્યાં મોકલશો?


તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

17 comments:

Anonymous said...

3*4*6*1/3=24

ketan said...

(1/3)+4*6

Harsh Contractor said...

6 /(1-3/4)

mpg said...

(one has qube)*4*6=24
1 3

ie.(1*1*1)*4*6=24

Hasit pandya said...

{(1-3)*(4-6)}!=[4!]=24
4*3*2*1=24

hasit pandya said...

{(1-3)*(4-6)}!=[4!]=4*3*2*1=24

Dinesh Kagathara said...

3-1=2
underrout 4=2
Now 6x2x2=24

Dinesh Kagathara said...

(3-1)(underrout 4)(6)=24; means 2x2x6=24

jainesh said...

6/(1-(3/4))=24

Anonymous said...

6/(1-(3/4))=24

Dinesh Kagathara said...

6/(1-3/4)
=6/(1/4)
=6x4
=24

jaydeep said...

Home1:---Norvain, Danhil cigaret, Water(pani), Cat(biladi), Yellow(pilu).
Home2:--Denish, Blend cigaret, Tea(cha), Horse(ghodo), blue(vadli).
Home3:--British, Polmol cigaret, Milk(dudh), Bird(pakshi), Red(lal).
Home4:--German, Prince cigaret, Coffee, <>, Green(lilo).
Home5:--Swiden, Bluemaster cigaret, Bier, Dog(kutro), White(safed)

So, at finally we find out the answer

<>

I hope i get positive feed...

from,
SHEKHADA JAYDEEP KANTIBHAI , GONDAL

jaydeep sankhadasariya said...

answer is...
germen have fish.

House:green,white,red,blue,yellow.
owner:germen,swidish,british,denish,norvein.
drink:cofee,bear,milk,tea,water.
animal:fish,dog,bird,horse,cat.
sigarate:prince,bluestar,polmol,blend,donehill.

Manan Patel said...

answer of Questions for fish.

sub:logic gahanta 4.5/5

answer: JARMANI

Manan A.Patel
Chandlodia,
Ahmedabad

The Sir bhavin said...

m glade to bring up to date with this kind of information
thanks

Anonymous said...

પ્રશ્ન: 4 લીટર - 1 લીટર પાણી
------------------------

સૌપ્રથમ 3 લીટર વાળા પાત્ર ને પાણીથી ભરી દો.
તેને 5 લીટર વાળા પાત્ર માં નાખો. ત્યારબાદ બીજીવાર 3 લીટર વાળા પાત્ર ને પાણીથી ભરી દો.
5 લીટરનું પાત્ર હોવાથી તેમા 2લીટર જ પાણી સમાશે અને 3 લીટર વાળા પાત્રમાં ફક્ત 1 લીટર જ પાણી રહેશે. હવે 5 લીટર વાળું પાત્ર ખાલી કરી દો. તે પછી 3 લીટર વાળા પાત્રના 1 લીટર પાણી ને 5 લીટર વાળા પાત્રમા નાખો.
તે પછી 3 લીટર વાળા પાત્રને ભરીને 5 લીટર વાળા પાત્ર માં નાખો.
જેથી 4 લીટર પાણી પાત્ર માં મળશે.

------- જતીન, ગવર્નમેન્ટ પોલીટેક્નીક રાજકોટ

Ravishankar P. Joshi said...

મેં પણ એક કોયડો બનાવ્યો છે.
એ છે :-
6 6 6
8 7 4
5 6 ?
(મન માં એક ૩*૩=૯ ખાનાની ગ્રીડની કલ્પના કરો. તેમાં ડાબા-ઉપરના ખાનામાં ૬, તેની બાજુમાં ૬, તેની બાજુમાં પણ ૬. બીજી લીટીમાં ડાબે થી ૮, ૭ અને ૪. નીચેની લીટીમાં ડાબે થી ૫, ૬ અને ?)
? ની જગ્યાએ તમારે યોગ્ય સંખ્યા મુકવાની છે. સાથે તે માટેનું તર્ક (કારણ) પણ લખવું.
જવાબ અપલોડ કરવા પોહ્ચો ગુજરાતી.વિબ્લ્ય.કોમ
આપના જવાબના ઈન્તેજાર માં,
એક ગુજરાતી.