Thursday, July 23, 2009

અમ્મેરિકા... [1]

અમેરિકા અને ભારત- બંને મોટા લોકશાહી તંત્રો. છતા ક્યારેક પ્રશ્ન થાય કે આપણે ખરેખર સંસદીય લોકશાહીમાં કાયદાનું સ્થાન સર્વોચ્ચ હોવું જોઈએ એવું છે ખરું ? ગુજરાતમાં ભાજપના કોઈ નેતા સામે આંગળી ઉંચી કરો તો કોર્ટ સજા કોને આપશે? તમને કે અસલી ગુનેગારને ? વડોદરાનો કોઈક નેતા હમણા જ નિર્દોષ ચુંટાય આવ્યા છે, જેમને જાહેરમાં હોળીના દિવસે હવામાં ગોળીબાર કરેલો. કોંગ્રેસ શાસિત પ્રદેશમાં કોંગ્રેસનો નેતા ગમે તેવું કૃત્ય કરે તો એને સજા મળે ખરી?
આજે સવારે ન્યૂ જર્સી રાજ્યના ચારેક શહેરોના રાજકીય આગેવાનો - આપણાં ધારા સભ્ય, અને મેયર કક્ષાના - અને કેટલાક પાદરીઓ મળીને ૩૦ મહાનુભાવોને જેલભેગા કરી દેવાયા. ૩ કલાકની અંદર દરેક છાપાની હેડ લાઈન ( ઈન્ટરનેટ પર ) પથરાય ગઈ. આમાં અહીના મુખ્ય બંને પક્ષના સભ્યોને અંદર કરાયા છે. મતલબ રાજ્ય અને દેશ આખામાં જેમનું શાસન છે એવી પાર્ટીના સભ્યો પણ જેલમાં હવા ખાય છે! ચપોની વેબસાઈટ પર સંપૂર્ણ રીપોર્ટ પણ મુકાયેલા છે. એફ બી આઈનો રિપોર્ટ, દરેક પર લાગુ પડાયેલ ગુના વગેરે સંપૂર્ણ માહિતી ચારેક કલાકમાં આવી ગઈ . આમાંના કેટલાક તો માત્ર ૫૦૦ ડોલરની લાંચમાં ઝડપાયા છે ! હું જ્યાં રહું છું એ વિસ્તારના ૩ મોટા શહેરોના મેયરો કે ડેપ્યુટી મેયરોને એફ બી આઈ ઉપાડી ગઈ છે અને હમણા કોર્ટમાં રજુ કરવામાં આવશે.
આનું નામ તે લોકશાહી ! ઓબામાનો ફોન આવશે તોય કેસ ચાલશે અને કાર્યવાહી થશે !
હમણા સાઉથ કેરોલીના રાજ્યના ગવર્નર ( આપણે ત્યાના મુખ્યમંત્રી સમકક્ષ ) કોઈને જાણ કાર્ય વગર ફરવા જતા રહ્યા હતા. હોદ્દો છોડવો પડે એવી નોબત આવીને ઉભી રહી. આપણે ત્યાં કોઈનેય ખબર હોઈ છે કે આ રાજકારણીઓ ક્યાં ભાંગરો વાટે છે? ગઈ કાલે ગુજરાતની ધારાસભામાં માત્ર ૪૦ જેટલા સભ્યો હાજર હતા ! કોઈ પબ્લિક પૂછે છે કે ક્યાં હતા સાહેબશ્રી ? વરસમાં થોડા દિવસો માત્ર સત્ર ચાલતું હોય છે એમાં જવાનો પણ સમય ના હોય ...!

પાદરીઓને અમેરિકામાં કાનૂની સકંજામાં લઇ શકાય છે. આપણે ત્યાં આવું થઇ શકે ? આશારામનો વાળ વાંકો થયો ?

યારો, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ! મેરા ભારત મહાન !

3 comments:

Anonymous said...

તમે જોયું. આશારામનાં વાળ પહેલેથી વાંકડિયા જ છે. શું વાળ વાંકા થાય? ;)

Rajni Agravat said...

" ઓબામાનો ફોન આવશે તોય કેસ ચાલશે અને કાર્યવાહી થશે !" એટલે ત્યાંય ફોન તો કરશે પણ ત્યાનું તંત્ર ( આશારામ-એશ આરામની તંત્ર વિદ્યા નહી) કાચુ કહેવાય યાર ,કોઇનો ફોન આવે તો કામ તો કરવું જોઇએ ને? ભલે ને પૈસા લઈને, પણ આમ નિક્કમ્મા થવાય? વેરી બેડ બાપુ.

અરે હા ભૂલાય ગયું - જયહિન્દ હો!

Unknown said...

Obama knows nothing will change due to my call, so lets not make it there. Rather he would call Afghanistan, Pakistan etc where they can follow his call on expectation of more money !