Wednesday, November 11, 2009

બે સુંદર ગુજરાતી વેબસાઈટસ



આ બ્લોગના નિયમિત વાંચકોને ખ્યાલ જ છે કે મને દિવ્ય ભાસ્કરની વેબ આવૃત્તિથી કેટલી અરુચિ  હતી. છાશવારે મારા બ્લોગના છાપરે આ વેબસાઈટ ચડતી રહી છે. કારણ માત્ર એટલું જ કે ગુજરાતના સૌથી વધુ વંચાતા છાપાઓમાના  એક છાપાની આટલી કંગાળ વેબસાઈટ? અને છાપું અને ઈન્ટરનેટ બેય આમતો  મારા રસના (બીજા ઘણા પણ  છે ) વિષયો છે. માટે મારો બળાપો થોડો વધુ હશે. જો કે ગુજરાત સમાચારની વેબસાઈટ કઈ વખાણવા લાયક નથી પણ એટલી સમસ્યાજનક પણ નથી.   પણ મારી સમસ્યાનો હલ લગભગ આવી ગયો છે. દિવ્ય ભાસ્કરની નવી વેબસાઈટ કાલે જોઈ અને ખરેખર ખુબ સુંદર બનાવી છે ! અભિનંદન - લગતા વળગતા બધાને ! (જો કે આનાથી કન્ટેન્ટની ભૂલોમાં ફેર નહિ પડે! અને હવે  ફોટાઓને યોગ્ય માપ અને રીઝોલ્યુંશનમાં મુકવા રહ્યા. )




ગુજરાતી ભાષાના શબ્દકોશને આધુનીક શબ્દોથી ( કે જે ગુજરાતી ભાષા જોડે ઓતપ્રોત થઇ ગયા છે ) સજ્જ કરવા લોકકોશની વેબસાઈટ પણ તાજેતરમાં જ લોન્ચ થઇ છે. પ્રજા ભાગીદારીના સિધ્ધાંત પર કામ  કરતી કદાચ પહેલી સહેતુક ગુજરાતી વેબસાઈટ હશે. હવે આપના પર છે કે હેતુ કેટલો સફળ બનાવીએ છીએ. પણ ખુબ  અભિનંદનીય કાર્ય થયું છે. હવે આ સાઈટના કેટલાક અવરોધક પાસા કે જે સુધારવામાં આવે તો મોટી રાહત થઇ શકે. એક, સાઈટ બધા બ્રાઉઝરમાં ટેસ્ટ થઇ લાગતી નથી. આઈ ઈના અમુક વર્ઝનમાં લુક ઢંગ-ધડાવગરનો થઇ જાઈ છે. બે, શબ્દોનું સિલેકશન એટલું સારું, અને તટસ્થ નથી. પણ મને લાગે છે કે હજી શરૂઆત છે એટલે કદાચ આ પ્રશ્નો હોય પણ લર્નિંગ કર્વ પત્યા પછી બધું બરાબર થઇ જાય.  જો તમનેઆ સાઈટ ગમે તો એક ફિલ્મ ઓછી જોઈ, ત્રણ કલાક આ સાઈટમાં શબ્દો ઉમેરવા અથવા એક ટીકીટના પૈસા આ સાઈટને  ડોનેટ કરી મદદરૂપ થઈએ તો કેવું?

2 comments:

Rajni Agravat said...

* લોકકોશની વેબસાઈટ અંગે સુમાહિતગાર કરવ બદલ ખરેખર આભાર.

* બાકી દિ.ભા. નો ત્માઅરો પૂર્વગ્રહ તમે કહો છો એમ રેગ્યુલર રીડરને ખ્યાલ છે એ આપને ખ્યાલ છે એ સારી વાત છે.. હા હા હા.

* જો કે નવ ગ્રહનું નિવારણ થાય પણ પૂર્વગ્રહનું ન થાય.. ઉર્વિશભાઈનો મોદી પ્રત્યેનો અને હું પણ આવા પૂર્વગ્રહથી ક્યાં બાકાત છું?

* મારી વાત આવી એટલે બચાવ કરવો પડે કે પૂર્વગ્રહ પાછળ કંઇકને કંઇક કારણ તો હોય જ. ભલે પછી એ થર્ડ પાર્ટીને ગળે ન ઊતરે!

Anish Patel said...

લોકકોશની વેબસાઈટની માહિતી ખરેખર સરસ... અમે પણ યથાશક્તિ શબ્દો ઉમેરીશું...