દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય કે હોળી, બધુ ઑફિસમાં ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં સિમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મીનીટમાં કાપીએ પણ ક્લાયંટના કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડેમાં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે કે સંસ્કૃત્તિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઇએ, મને સમય હજુય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
{ Forwarded, if you know the source let me know! }
1 comment:
વાત તો સાચી છે, પણ આપના ક્ષેત્ર માં જ નોકરી કરતા લોકો ની આવી હાલત છે કે પછી કોઈ પણ ક્ષેત્ર માં નોકરી કરતા લોકો ની હાલત આવી હોય છે?.. જો કે આપની તો જિંદગી જીવવા ની કોશિશો ચાલુ છે.. હો કે..
Post a Comment