Saturday, November 21, 2009
સચિન તેંડુલકર
ક્રિકેટરોય સચિન તેંડુલકરની વાત કરે ત્યારે કેવી સાહિત્યિક ઊંચાઈ લાવી શકે છે ?
મેથ્યૂ હૅડન : મેં પરમેશ્વરને જોયા છે. એ ઇન્ડિયામાં ચોથા ક્રમે બૅટિંગ કરવા આવે છે.
ઍન્ડી ફલાવર : દુનિયામાં બે જ પ્રકારના બૅટસમૅનો હોય છે. એક સચિન જેવા અને બે, બાકીના બધા.
વકાર યુનિસ : દાદાજીની લાકડી વડે પણ સચિન પેલો લૅગ-ગ્લાસ રમી શકે છે.
માર્ક ટેલર : અમે ચૅન્નઈની ટેસ્ટ (૧૯૯૭) ભારત નામના દેશ સામે નહોતા હાર્યા....સચિન નામના માણસ સામે હાર્યા હતાં.
હાશિમ અમલા : ઇન્ડિયાના કોઇ વિમાનમાં તમે બેઠા હો, એમાં સચિન પણ હોય, તો કોઈ તમારો વાળ પણ વાંકો ન કરી શકે !
(અશોક દવેની બુધવારની બપોરેની સિક્સર ૧૮/૧૧/૨૦૦૯ )
અને બીજા કેટલાકના પણ..
અબ્દુલ કાદીર: મારા શ્રેષ્ઠ કાર્યકાળ દરમિયાન દુનિયાના બેસ્ટ બેટ્સમેન મારા બોલને મારતા પહેલા બે વાર વિચારતા એ સમયે જયારે મેં સચિનને લલકાર્યો અને એમણે જે રીતે મારો પડકાર ઝીલ્યો ત્યારે જ મને એમનામાં સ્પેશીયલ બેટ્સમેનના દર્શન થઈ ગયા હતા.
સ્ટીવ વોઘ: સદીમાં એકાદ જ સચિન પાકે. એ અમારા સમયનો બ્રેડમેન છે. તમારા નાક પાસેથી મેચ એકદમ ઝડપથી છીનવી શકે છે.
કરુણ ચંડોક (ફેમસ રેસર) : એમના એફ૧ રેસના જ્ઞાનથી હું વિસ્મય પામું છું.
નારાયણ કાર્તિકેયન ( ફેમસ રેસર): મારી સ્પોર્ટ્સ કેરિયરના દરેક નિર્ણય એમની સલાહથી લઉં છું.
કિરણ મોરે: એમને ઉંઘમાં પણ અપીલ કરતા સાંભળ્યો છે.
મનોજ તિવારી: મારી ઇન્જરી વખતે મને ડોક્ટર તો સજેસ્ટ કર્યા જ પણ સાથે સાથે લંડનની ટિકિટનું અરેન્જમેન્ટ પણ કરી આપ્યું.
અમિતાભ બચ્ચન : અમારું શુટિંગ બંધ રાખીને પણ સચિનને રમતો જોયો છે.
દીપ દાસગુપ્તા: ત્રીનીદાદમાં સચિન, એસ એસ દાસ અને હું ટેક્સીમાં જતી વેળાએ સચિન કેબ જોડે વાત કરતો હતો અને પૂછ્યું ક્રિકેટ ગમે છે ? ફેવરીટ ક્રિકેટર કોણ છે ? કેબે કહ્યું સચિન તેંદુલકર. અમે બધા હસી પડ્યા.
પ્રવીણ આમરે : સચિન ૧૨ વર્ષનો હતો ત્યારે અમે પહેલી વખત મળ્યા હતા. અમારા સર રમાકાંત આચરેકરે ભાગ્યે જ કોઈના વખાણ કરતાં, બે સારા શબ્દો સાંભળવા અમારો દમ નીકળી જતો. તેન્દુલકરને એમણે પહેલા જ દિવસે કહેલ આ છોકરો ખુબ મોટી સિદ્ધિ મેળવશે.
સચિન તેડુલકર: કૈફું ( મહમ્મદ કૈફ), મેદાનમાં આટલું ફાસ્ટ ના દોડ. તું અહીં કાર્લ લુઇસ બનવા નથી આવ્યો પણ મીડલમાં આવી સારો સ્કોર કરવા છે.
( આ વેબસાઈટ પરથી સાભાર)
Labels:
Cricket,
Sachin Tendulkar
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
મજા પડી ગયી સર...
Post a Comment