શરુઆત અજય ઉમઠના રસરંગ પૂર્તિના આર્ટિકલના કેટલાક pointsથી..
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામ કહે છે કે ભારતમાં ગ્રેજયુએશનની ડિગ્રી મેળવનારા પૈકી માત્ર ૨૫ ટકા નોકરી મેળવવા લાયક હોય છે. બાકીના ૭૫ ટકા પાસે યોગ્ય ટેકિનકલ જ્ઞાન, અંગ્રેજીની આવડત, વૈચારિક અને નિણર્યશકિત હોતી નથી. પરિણામે ખાનગીક્ષેત્રના માલિકો આવા યૌવનધનને મહત્ત્વની જવાબદારી સોંપતા નથી. નોલેજ કમિશનના ચેરમેન સામ પિત્રોડા કહે છે કે દર વર્ષે ભારતમાં ૯૦,૦૦૦ એમબીએ પાસ થાય છે, પરંતુ તે પૈકી ૧૦,૦૦૦ને સારા પગારવાળી નોકરીઓ પ્રાપ્ત થાય છે, બાકીનાને ફાંફાં મારવાં પડે છે. દેશમાં અત્યારે માત્ર ૩૭૦ યુનિ. છે.
વાસ્તવમાં ૧૫૦૦ની જરૂરિયાત છે. તદ્ઉપરાંત ૧૫૦૦ જેટલી આઈઆઈટી, આઈઆઈએમ કક્ષાના કોલેજો અનિવાર્ય છે. ભારતને આજની તારીખે છ લાખ ડોકટર, બે લાખ ડેન્ટલ સર્જન, ૨૧ લાખ નર્સોની જરૂરિયાત છે, પરંતુ ઉપલબ્ધ નથી. અમેરિકામાં દશ હજાર વ્યકિતદીઠ ૨૮૦ ડોકટર છે. જેની સરખામણીમાં ભારતમાં પચાસ પણ નથી. ભારતમાં એવિએશન ક્ષેત્ર (નાગરિક ઉડ્ટયન ક્ષેત્ર)નો વિકાસ ૨૫ ટકાના દરે થઈ રહ્યો છે. અર્થાત્ કેળવાયેલા પાઈલોટ્સ, નેવિગેટર, એરહોસ્ટેસ જેવા ટ્રેઈન્ડ સ્ટાફની જરૂરિયાત વધી રહી છે, પરંતુ આજે પાઈલોટ્સ મળતા નથી. પરિણામે વિદેશમાં નિવૃત્ત થયેલા પાઈલોટ્સની ભારતમાં બમણા પગારે ભરતી કરવી પડે છે.
હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીથી માંડીને રીટેઈલ સુધી વત્તા ઓછા પ્રમાણમાં ટ્રેઈન્ડ મેનપાવર મળતો નથી એ જ કહાનીનું રટણ ચાલે છે. સામા પક્ષે બેકારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.
વિદેશમાં વસતા અને નોકરી કરતા ભારતીયોની બુદ્ધિશકિત અને કૌશલ્યથી મિલ્ટનેશનલ કંપનીઓના સીઈઓ પ્રભાવિત થઈ જાય છે, પરંતુ આ જ મહાનુભાવો ભારતમાં પોતાના આઉટલેટ ખોલે અને સ્થાનિક ભરતી શરૂ કરે તો ઉપલબ્ધ ઉમેદવારોની અણઆવડતથી અકળાઈ જાય છે.
વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ અભણ અને બેરોજગાર યુવાનોની સંખ્યા ભારતમાં છે. સરકારી આંકડા અનુસાર દેશની ૯૪ ટકા વસતીને એક કિલોમીટરની હદમાં પ્રાથમિક શિક્ષણની સવલત ઉપલબ્ધ છે, પરંતુ ૬થી ૧૪ વર્ષની વયનાં બાળકો પૈકી હજી મહત્તમ ૮૦ ટકા સુધી શાળાએ પહોંચે છે. પાંચમા ધોરણ સુધી ડ્રોપ આઉટ દર વધતા હાજરીની ટકાવારી ૬૦થી ૬૫ ટકા વરચે આવી જાય છે. આજે ભારતમાં ૩૬ ટકા લોકો નિરક્ષર છે. પ્રાથમિક શાળામાં ભણતાં અને ચોથા ધોરણ સુધી પહોંચેલાં બાળકો પૈકી પચાસ ટકા હકીકતમાં લખી-વાંચી શકતાં નથી.
ગોલ્ડમેન સાચનો રિપોર્ટ કહે છે કે ૨૦૨૦માં ભારતમાં નોકરી કરનારાઓની કુલ સંખ્યા ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુ.કે.ના નોકરિયાતોના સરવાળા કરતાં વધુ હશે. વિદેશમાં વસતા દોઢ કરોડ એનઆરઆઈ નોકરી-ધંધાની સારી તકો હોવાથી આવનારા દાયકામાં પુન: ભારતમાં વસવાટ કરવા આવશે.
ભારત અને ચીન વરચે વેપારની આયાત-નિકાસ બે ટકાથી પણ ઓછી છે. ગત વર્ષે અમેરિકા સાથે ભારતે ૪૨ બિલિયન ડોલરનો અને ચીને ૪૫૦ બિલિયન ડોલરનો ધંધો કર્યો. આ સરખામણી સૂચવે છે કે સામ્યવાદી હોવા છતાં ચીન ધંધામાં ભારતથી ઘણું આગળ છે.
આપણા ખેતીપ્રધાન દેશમાં ૬૦ ટકા ગ્રામીણ શ્રમિકો ખેતી પર નભે છે, પરંતુ જીડીપીમાં તેમનું યોગદાન એક ટકાથી પણ ઓછું છે.
આઝાદીના પહેલા ૫૦ વર્ષમાં માત્ર ૬૦૦ માઈલના નવા હાઈવે બન્યા હતા. વાજપેયીની સુવણર્ ચતુષ્કોણ હાઈવે યોજના હેઠળ ૩૬૦૦ કિ.મી.ના રાજમાર્ગો થયા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં હાઈવેના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં માંડ ૨૫ ટકા પણ રસ્તા બન્યા નથી.
Source: Divya Bhaskar
No comments:
Post a Comment