સવારે ઑફિસ પહોંચતા થોડું મોડું થયુ, નવના બદલે સવા નવ થઈ ગયા. પણ એની કોઇ મને ચિંતા ન હતી. આગ્રહ ખરો કે નવ વાગ્યે ડેસ્ક પર પહોંચી જવું. જો કે ઑફિસમાં આઈ.ટી. વિભાગમાં કોઈ નક્કી કરેલા સમયનું બંધન નથી, પણ દરેક એન્જિનિયર પોતાના નક્કી કરેલા સમયે આવી જાય છે. એમાં જો કોઈ મોટો ફેરફાર હોય તો એક ઈ-મેઈલ ટીમના મેઈલ આઈ-ડી પર નાખી દેવાનો રહે છે કે આજે હુ બાર વાગ્યે ઑફિસ પહોંચીશ અથવા તો આજે હું ઘેરથી કામ કરીશ અને 12 થી 2 ઉપ્લબ્ધ નહિ હોવ ત્યારે મારા મોબાઈલ પર મળી શકીશ. ટોપીક ચેઈન્જ હો ગયા... કમિંગ બેક ટુ ધ ટોપિક નાઉ.
અમારા કલાઈન્ટની (આઈ મીન ગ્રાહકની, યુ સી ગુજરાતી પણ આવડે છે!) વેબસાઈટ પર એક પ્રોબ્લેમ રહી ગયેલ છે, અને એમણે આજે સવારે અમને JIRAમાં એક બગ (bug ઉર્ફે ખામી) ફાયલ(file) કરેલ છે, અને આ બગ ઉર્ફે પ્રશ્ન ઉકેલવાનું મને સોંપવામાં આવ્યુ છે ( સવારે સાડા નવ વાગ્યે). JIRAની (પ્રોમિસ, jira વિશે ના જાણતા હો તો કયારેક જણાવીશ.. )ટિકિટ મને મારા ઇમેઈલમાં મોકલવામાં આવી છે. કોઇ લીડર કે મેનેજરને મળવાની જરુર નહીં. ટિકિટ JIRAમાં કોઈને પણ આપવામાં આવે એટલે, એ કામની સંપૂર્ણ જવાબદારી એમની. જો કશુ અસ્પષ્ટ હોય તો યોગ્ય વિભાગની યોગ્ય વ્યકિતને મળી (કેવી રીતે કોઈને મળવું, એ પછી કયારેક ) જાતે જ શોધી લેવાનું રહે. લીડર કે મેનેજરની મદદ જોઈએ ત્યારે મળી રહે, પણ એમનો એવો કોઈ આગ્રહ નહીં કે એમને પૂછી પૂછીને બધુ કરીયે , ના તો એમને કોઈ એવી અપેક્ષા કે રોજ સવારે એમના સભ્યો ( આઈ મીન મેમ્બર્સ!) એમને સલામ મારે. હૂં મારા મનેજરને અઠવાડિયે એકાદ વાર જોતો કે મળતો હોવ છું. કયારેક તો મહિને પણ્.... ના તો એ (Karina Brodsky) કયારેય કામ વગર મારી જોડે આવે. કામ હોય તો કામની priority પ્રમાણે, ઈમેઈલ કે ફોન કરે. જો ઇન્-પરસન (વૅલ, રૂબરૂ ! )મળવું જરુરી હોય તો મારા ડેસ્ક પર આવે અને વાત કરી જાય. કોઈ ઓર્ડર (હમ્મ્મ્મ્મ્મ આદેશ, હુકમ, અને ઘણા કિસ્સાઓમાં જોહુકમી પણ ... ) ના થાય કે દસ મિનિટમાં મારી કેબિનમાં આવી જા, વગેરે.. અગેઈન લેટસ કમ બૅક ટુ મેઈન ટોપિક..
મને જે ટિકિટ મળી છે, એમાં લખ્યુ છે કે એક ચોક્કસ સુવિધા ચાલતી નથી. મારે એ ચેક કરી એનાલાયજ (વિશ્લેષણ) કરવાનું છે, અને ઉકેલ મેળવવા પ્રયત્ન કરવો! વારુ, આનો મતલબ કે મારે એનો ઉકેલ મેળવવાનો છે અને આ માટે મને ૪ કલાક લાગશે, એવો અંદાજ પણ મુકેલ છે! હું એનાલિસિસ ચાલુ કરુ છું. અને મને એક વિઘ્નકારી કોડની લાઈન (line of code) મળી આવી, જેની મને શોધ હતી. આ લાયન છે, dir.mkdir(); આ જાવા કોડ (code) છે. જે કોમ્પ્યુટરમાં નવી ડિરેક્ટરી બનાવવાનું કામ કરે છે, પણ એના માટે પિત્રુ ડિરેક્ટરીઓ હાજર હોવી જરુરી છે. e.g. C:\Huskey\0\ ડિરેક્ટરી બનાવવા માટે, Huskey ડિરેક્ટરી હોવી આવશ્યક છે, નહીં તો આ ફંકશન "૦" નામની ડિરેક્ટરી નહીં બનાવે. મેં ઇન્ટરનેટના ઉપયોગથી શોધી કાઢ્યુ કે Huskey અને ૦ બન્ને ડિરેક્ટરીઓ બનાવવી હોય તો એક બીજુ ફંકશન છે mkdirs(). એટલે મેં dir.mkdir() ને બદલીને dir.mkdirs() કરી દીધુ, અને પેલી બગ ગાયબ ! મારૂ કામ પત્યુ. મને પાક્કો દોઢ કલાક થયો આ એક "s" શોધીને ઉમેરતા! SVN પર મારા change મુકી દીધા ને આ લખવા બેઠો !!
વિચાર આવ્યો કે આ એક "s" લખવાના ચાર કલાક લેખે રુપિયામાં ગણો તો, લગભગ પાંચ આંકડામાં મારી કંપનીને ખર્ચ થયો! અને જો હું ગુજરાતી ભાષાનો લેખક હોત તો ? મહિને દા'ડે માંડ આટલા મળત અને એ પણ "s" ને બદલે આખ્ખી "સોપડી" લખત ત્યારે !
2 comments:
ખરું લાયા ભઈ પણ ઑંય વાત જ એ સ'ન ક એ s નો ભાવ એ ચેટલામૉં વેચી હકાય ઈના પર નંઈ પણ એ ચેટલામૉં ખરીદી હકાય ઈના પર નક્કી કરાય સ! કઈ ચૉપડી તમે પૉંચ ઑંકડામોં લૅશૉ, ક્યૉ?
મારો મતલબ હતો કે આખ્ખી ચોપડી ભરાય એટલું લખીયે ત્યારે એટલા મળે... એ લખાણ છાપામાં કે મેગેજિનોમાં કે પુસ્તક સ્વરુપે હોઇ શકે. જો કે પુરી ૧૦૦૦ કોપી છપાવીને વેંચીયે ત્યારે કદાચ આ આંકેડે પહોંચા ( માઈન્ડ વૅલ, વેંચવાની વાત કરી છે, વહેંચવાની નહીં !) Thanks for your comment !
Post a Comment