ગયા અંકનો સવાલ:
વિષય:લોજીક /ક્રીપ્ટોગ્રાફી
ગહનતા : ૩.૫ /૫
આજનો પ્રશ્ન પણ થોડો અનોખો અને ઐતિહાસિક છે. ઈન્ટરનેટ એક ગામ છે અને બધા જુદા જુદા સ્વરૂપે ડેટા વ્યવહાર કરતા રહે છે. ગામ હોય ત્યાં ચોર પણ રહેવાના જ. ઈન્ટરનેટ પર પણ આવું જ બને છે. તમે કોઈક અગત્યની માહિતી તમારા મિત્રને મોકલો પણ વચ્ચે બીજું કોઈ એ માહિતી ઉઠાવી જાય એવું બની શકે.તો એમને રોકવા કઈ રીતે ? આ વિષય ક્રીપ્ટોગ્રાફી તરીકે પ્રસિદ્ધ છે. યુધ્ધના મેદાનમાં થતા સંદેશા વ્યવહાર કોઈ દુશ્મન જાણી ના જાય એ માટે સમાચારને કોડવર્ડ થકી મોકલવાનો રીવાજ પણ આ શાસ્ત્રની દેન છે.
આજનો કોયડો આ વિષયની પ્રસ્તાવનામાંથી લીધેલ છે. મતલબ આ વિષય ભણવાની શરૂઆતમાં આ કોયડો પાર કરીને આગળ વધવાનું હોય છે. જે આ મુજબ છે.
એલીસ અને બોબ જુદા શહેરમાં રહે છે. બોબના જન્મદિવસ પર એલીસ ભેટ મોકલવા માંગે છે. પણ દેશમાં લોકો ખુબ કરપ્ટ ( ભ્રષ્ટ આચાર ધરાવતાં ) છે અને પોસ્ટ કે કોઈ પણ સર્વિસ આ ભેટ જોઈ કે કાઢી નહિ લે એની કોઈ ખાતરી નથી. સરકારે આ દુષણ ડામવા એક સિક્યોર પેટી બનાવી છે. એ પેટીમાં તમારો કિંમતી સામાન મૂકી બહાર તાળું મારીને પોસ્ટ મારફતે તમારી ભેટ કે કોઈ પણ વસ્તુ ખાતરીપૂર્વક મોકલી શકાય છે. એક પેટીને ગમે તેટલા તાળા લગાવી શકાય છે પણ દરેક તાળાને એક જ ચાવી છે અને એ મોકલનાર પાસે રહે છે. આટલી વિગતો પછી તમારે શોધવાનું છે કે, બોબ માટે લીધેલી ભેટ એલીસ કેવી રીતે પહોંચાડશે ?
જો તમે આ પઝલ ઉકેલી શકો છો તો તમને ક્રીપ્ટોગ્રાફી ભણવામાં જરૂર રસ પડશે !!
જવાબ:
૧) એલીસ સિક્યોર પેટીમાં એની ભેટ મૂકી ઉપર તાળું મારીને પોસ્ટ મારફત મોકલશે અને એ તાળાની ચાવી તેની પાસે રાખશે.
૨) બોબને જયારે આ પાર્સલ મળશે એટલે એ એક બીજું તાળું લગાવશે અને એ ફરીથી એલીસને મોકલી આપશે પણ એ બીજા તાળાની ચાવી એની પાસે રાખશે.
૩) એલીસને જયારે આ પાર્સલ મળશે ત્યારે એ એની પાસે રહેલી ચાવીથી એને મારેલું તાળું ખોલીને કાઢી લેશે. અને ફરીથી આ પેટી બોબને મોકલી આપશે.
૪) બોબ જયારે એને આ પેટી મળશે ત્યારે એની પાસે રહેલી ચાવીથી એને મારેલું તાળું ખોલી લેશે અને પેટી ખોલી ભેટ મેળવશે !
આશા રાખીએ બોબને એની ભેટ એના જન્મદિવસ પહેલા મળી જાય !
હવે ક્રીપ્ટોગ્રાફિક મગજ ધરાવતાં વાંચકોની યાદી -
૧) અંકિત વોરા
૨)સાવન પોપટ, રાજકોટ
૩)જેનીલ સાંગાણી, વલસાડ
૪)જીગર એન કારાની
૫) હાર્દિક પ્રજાપતિ
૬)ગૌરવ કાપડિયા
૭)આદીલ મક્સ્તી
૮)જગત ઠક્કર, વડોદરા
૯)યશીલ શાહ
૧૦)અરવિંદ ઓઝા
૧૧) સિંધી વસીમખાન બશીર
૧૨)સુમિત, મીઠાપુર
૧૩)ઉમંગ વઘાસીયા, જુનાગઢ
૧૪) રાજ દિગ્વિજયસિંહ ડી.
End Game
વિષય: તર્ક ( લોજીક )
ગહનતા : ૨.૫/૫
દર્શની બર્થડે પર કેક લાવવામાં આવી છે. કુલ મળીને ૮ પીસીસ કરવા પડે એમ છે. હવે ઓછામાં ઓછા કેટલા કટ ( કાપા) મુકીને કેકને ૮ ભાગમાં કાપી શકાય ? કેવી રીતે કાપશો કેક ? ( દરેક કટ સીધી લીટીમાં જ પાડી શકાય છે, નહિ તો ગોળ ગોળ કાપામાં આખી પઝલ અટવાય પડશે !) જો ઝબકે તો એકદમ સહેલો જવાબ છે, નહિ તો મજા લાંબી ચાલશે !
બોનસ પઝલ : શૂન્ય ચોકડી ની રમતમાં ૬ ખાનામાં એવી રીતે ચોકડી મુકો કે એક પણ રો કે કોલમમાં ૩ ચોકડી ના આવે ! ( આ પઝલનો જવાબ મોકલવો જરૂરી નથી, જાતે માથાકૂટ કરો અને શોધો. )
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા http://www.bhalalaalpesh.com/ પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : 23/07/12
7 comments:
name: darshan kardani
city: rajkot
birthday cake:
answer: 4 full cuts ( 4 diameter across center point).
bonus puzzle:
1 2 3
4 5 6
7 8 9
answer:
crosses in 1,3,5,6,7,8
1 3
5 6
7 8
The answer is minimum 4 kapa.
pahela cake ma ubha 3 kapa muko,jethi cake na 4 tukda thase.
Tyarbad ek kapo vacche muko jethi cake 8 tukda ma vechai jase.
mate total 4 kapa mukva pade.
3 cut (kapa)
4 cut
કોઈપણ વર્તુળ (અહીં નળાકાર) ને ૧ જીવાથી વિભાજીત કરીએ તો ૨ જ ભાગ પડે.
કોઈપણ વર્તુળને ૨ જીવાથી વિભાજીત કરીએ તો ૩ કે (વધુમાં વધુ) ૪ ભાગ પડે.
કોઈપણ વર્તુળને ૩ જીવાથી વિભાજીત કરીએ તો ૪, ૬ કે ૭ ભાગ પડે.
પણ અહીં કેકના ભાગ પાડવાના હોવાથી....
૧] (ઘડિયાળમાં જોવું) ૧૨ થી ૬ સુધી એક કાપો મુકો.
૨] ૩ થી ૯ સુધી એક કાપો મુકો.
૩] કેકના વચ્ચેના ભાગમાંથી ભાગ પાડો. (વચ્ચે થી એટલે પૃથ્વીને લંબરીતે જોતા નહીં, પણ પૃથ્વીને સમાંતર જોતા)
---
આ જ એક માત્ર રસ્તો છે, ૩ કાપાથી ૮ ભાગ પાડવાનો.
--
અન્યથા ૪ કાપાથી જ ૮ ભાગ પડી શકાય.
એ જ ગુજરાતી,
રવિશંકર જોશી
gujrati.weebly.com ચલાવનાર
if the cake is circular in shape then cut the cake in four equal pieces i.e. put "+" sign on the cake..then cut the cake from middle means horizontally...here we have used three cuts...so the puzzle is solved...BY : NIRAV MAHARAJA, MEHSANA, GUJARAT
દર્શની બર્થડે પર કેક લાવવામાં આવી છે. કુલ મળીને ૮ પીસીસ કરવા પડે એમ છે. હવે ઓછામાં ઓછા કેટલા કટ ( કાપા) મુકીને કેકને ૮ ભાગમાં કાપી શકાય ? કેવી રીતે કાપશો કેક ? ( દરેક કટ સીધી લીટીમાં જ પાડી શકાય છે, નહિ તો ગોળ ગોળ કાપામાં આખી પઝલ અટવાય પડશે !) જો ઝબકે તો એકદમ સહેલો જવાબ છે, નહિ તો મજા લાંબી ચાલશે !
જવાબ : કુલ ચાર (૪) કટ ( કાપા) મુકીને કેકને ૮ ભાગમાં કાપી શકાય
TAX~ADVOCATE
HARSHADKUMAR VASANTLAL OZA
(M.COM., LL.B)
S/28 (2nd FLOOR) PALIKA BAZAR
V/s CITY POLICE STATION
MEHSANA - 384 001.
Cell FONE : 94261 76797
e-mail : harshad_v_oza@yahoo.com
www.harshad2002.in
Post a Comment