‘એક વાત જાણવા જેવી છે. ’
‘બોલો, શું વાત છે?
‘છેલ્લાં ચાર વર્ષમાં છાશવારે ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ ટેરેરિસ્ટસ્કવોડવાળાની ધાડોના સમાચાર આવતા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે કાવતરાં ઘડનારાઓનો પર્દાફાર્સ થતો હતો અને પાકિસ્તાનની આઇ.એસ.આઇ. એજન્સી એ લશ્કરે તોઇબાના એજન્ટોની સનસનાટીભરી પટકથાઓ પ્રસારીત થતી હતી. ’
‘એમાં વળી નવું શું છે?’
‘ નવીનતા એ છે કે છેલ્લાં છ માસથી મુખ્યમંત્રી કે રાજકીય નેતાઓની હત્યાના કાવતરાં ઘડાવાના બંધ થઇ ગયા છે. ’
‘કારણ શું લાગે છે? લશ્કરે તોઇબા અને આઇ.એસ.આઇ.એ પોતાની પ્રવૃત્તિ બંધ કરી દીધી છે કે શું? કે પછી ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડવાળા કામગીરી બંધ કરી દીધી લાગે છે?’
‘ના રે ના.’
‘આપણા વણઝારા સાહેબ હતા એટલે બઘું શોધી કાઢતા હતા. એક થી એક ચઢિયાતા પ્લોટની બાતમી માત્ર એમને જ મળતી હતી. પણ એમના ગ્રહો બદલાઇ ગયા છે. ખૂદ એમને બંધન યોગ લાગુ પડી ગયો છે. તેઓ પણ ‘કાવત્રા’માં સપડાઇ ગયા છે. એ કાવત્રાની બાતમી એમના બાતમીદારોએ આપવા માટે કાચા પડ્યા. છ માસથી એ સાબરમતી જેલમાં સબડી રહ્યા છે. બંધનયોગમાંથી બહાર નીકળવા ફાંફા મારે છે. બીજા કોઇ પોલીસ અધિકારીઓની મજાલ નથી કે એવાં કાવત્રા શોધી કાઢે. એ બહાર હોત તો આ ચુંટણી પહેલાં બે ચાર કાવત્રાઓ તો શોધી જ કાઢ્યા હોત અને આઇ.એસ.આઇ અને લશ્કરે તોઇબાવાળાઓના એજન્ટોનો ખાતમો બોલાવી દીધો હોત, મજાલ નથી કે ઉત્તર પ્રદેશની કોર્ટોમાં પણ એ બોમ્બ બ્લાસ્ટ કરવાની હિંમત કરે. પરંતુ કરીએ શું? પહેલી કમનીસીબી વણઝારા સાહેબની છે કે એમને બંધનયોગ લાગુ પડી ગયો છે. એથી પણ વઘુ કમનીસીબી ‘જીતેગા ગુજરાતવાળા’ની છે.’
Source: GujaratSamachar.com
No comments:
Post a Comment