Thursday, December 6, 2007

લો કરો વાત ! It happens only in India !

બિહારની કોર્ટે ભગવાન રામ અને હનુમાનજીને સમન્સ મોકલ્યા

ધનબાદ (બિહાર),તા.૬

બિહારની કોર્ટે આજે જમીન પર ગેરકાયદે દબાણના એક અનોખા કેસમાં એ હિન્દુઓના બે ભગવાન રામ અને હનુમાનજીને સમન્સ પાઠવ્યા હતા. ધનબાદ જિલ્લાની કોર્ટમાં ચાલી રહેલા જમીન પર કબજો જમાવવાના કેસમાં વારંવાર સમન્સ પાઠવ્યા છતાં ભગવાન કોર્ટ સમક્ષ હાજર નહિ થતા હોવાથી કોર્ટને આ કેસની સુનાવણી છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર મોકૂફ રાખવી પડે છે.

વિવાદાસ્પદ જમીનની માલિકી ભગવાનની હોવાની બચાવ પક્ષની દલીલને પગલે અદાલતનો નિર્ણય

ધનબાદની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં વિવાદાસ્પદ જમીનની માલિકી ભગવાનની હોવાની બચાવ પક્ષની દલીલને આધારે અદાલતે ભગવાન રામ અને હનુમાનજીને સમન્સ પાઠવીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું.

ધનબાદમાં જે જમીનનો વિવાદ થયો છે તે જમીન ધનબાદના ભૂતપૂર્વ શાસકોએ ભગવાનને ભેંટમાં આપી હતી તેથી આ જમીનના માલિક ભગવાન ખુદ છે, તેમ જણાવાયું હતું.

આ રજૂઆત બાદ વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ભગવાન જમીનના માલિક હોવાથી તેઓ પણ એક પક્ષકાર હોવાથી તેમને કોર્ટમાં હાજર કરવા જોઈએ. ભગવાનના નામે આ કેસમાં રાહતની માગણી કરવામાં આવી રહી છે, તેમ વકીલ બીજાન રાવાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી ભગવાનને પક્ષકાર ન બનાવવામાં આવે. ત્યા સુધી આ દાવો પૂર્ણ થઈ શકે નહિ.

ભગવાનને જારી કરવામાં આવેલા સમન્સ મંદિરમાં તેમની મૂર્તિ આગળ મૂકવામાં આવ્યા હતા. ભગવાન રામ અને હનુમાનનું મંદિર ગેરકાયદે દબાણ દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યું હોવાથી આ વિવાદ થયો હતો.

આ બન્ને ભગવાનને કોર્ટમાં હાજર કરવા માટે અખબારોમાં નોટિસ પ્રસિઘ્ધ કરાવવામાં પણ આવી હતી.

Source: Gujaratsamachar.com


No comments: