Monday, November 19, 2007

સીલીકોન વેલીમાં ભારતીયો

સીલીકોન વેલીમાં ભારતીયો સૌથી વધુ સમૃધ્ધ


સીલીકોન વેલીનું ઘર કહેવાતા સાન્તા ક્લારા કન્ટ્રીમાં ભારતીય સમુદાયના લોકો પ્રતિ વ્યક્તિ સૌથી વધુ કમાણી કરનાર,પોતાની માલિકીનું મોંઘું ઘર ધરાવનારાઓમાં આગળ અને સૌથી વધુ શિક્ષિત હોવાનુ તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવાયું છે.
આ સર્વે મુજબ ભારતીયોની પ્રતિ વ્યક્તિ આવક 1,16,240 અમેરિકન ડોલર છે જે રાષ્ટ્રીય આવકથી 44 ટકા વધુ છે. રાષ્ટ્રીય આવક 81,000 અમેરિકા ડોલર છે.
સીલીકોન વેલીમાં કામ કરી રહેલાઓમાં ભારતીય,મેક્સિકન,ચીન અને વિયેટનામના લોકો વધુ છે.જેમની સ્થિતિ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતુ કે, મોટા ભાગના ભારતીયો દેશની બહાર જન્મેલા છે છતાં તેમની પાસે સરેરાશ 8,60,000 અમેરિકન ડોલરની કિમતના મકાનો છે.જ્યારે દેશમાં અન્યોની માલિકીના મકાનોની સરેરાશ કિમત 7,43,000 અમેરિકન ડોલર છે.
દર પાંચમાંથી ચાર ભારતીયો સ્નાતક છે અને મોટાભાગના ભારતીયો વ્હાઈટ કોલર જોબ ધરાવે છે જેમાંથી 80 ટકા લોકો મેનેજમેન્ટ,પ્રોફેશનલ અને તેને સંબંધિત વ્યવસાયો સાથે સંકળાયેલા છે.
સીલીકોન વેલીમાં ભારતીયોને ભારે ટક્કર આપી રહેલા ચીનાઓ અંગ્રેજીમાં ભારતીયોથી પાછળ રહી જાય છે.

Source: DivyaBhaskar.co.in

A.B. - સાન્ટા કલારા એટલે મારુ વિદેશનું પહેલું વતન .. એકાદ વરસ રહેવાનું બન્યુ છે. ખુબ સરસ વ્યવસ્થા અને સુઘડતા. ઘણા બધા ભારતીયો શિસ્તબધ્ધ રહે. અહીં એ બધા ડાહ્યા ડમરા બનીને રહે છે ! કોમ્પ્યુટર ક્ષેત્રની "બધી" મોટી કંપનીઓ અહિં આવેલ છે એટલે જ આ વિસ્તાર ને સિલિકોન વેલિનું મુખ્ય મથક ગણવામાં આવે છે.

No comments: