અમારા પકા શ્રોફ પાકા ધંધાદારી. મોટી કંપનીના માલિક. કેટલાયને નોકરીએ રાખેલા. હવે એક દિવસ બધાને વાર્ષિક પગારવધારો કર્યો. હવે થયું એવું કે પકાશેઠ લખવાનું ભૂલી ગયા કે કોને કેટલાં વધારી આપ્યા છે. પાછા ભારે એથીકલ. ક્યારેય કોયનો પગાર પૂછે નહિ. ના તો કોઈપણ કારીગર બીજા કારીગર જોડે પગારની વાત બીજાને કરે એ એમને પસંદ. એમના પગારવધારા પછી એમને જાણવું હતું કે આવતા મહીનેથી કુલ કેટલા રૂપિયા પગાર કરવા જોઇશે. પકાશેઠ ભારે હોંશિયાર છે અને એણે રસ્તો શોધી કાઢ્યો આ કુલ પગારનો તાળો કોઈ પણ કામદાર પોતાનો પગાર કોઈને પણ બતાવે નહિ તો પણ શોધી શકાય.
પકાશેઠે કેવી રીતે આ કામ પર પડ્યું હશે ?
No comments:
Post a Comment