Wednesday, January 5, 2011

ગોવાળનું વસિયતનામું

  ગયા અંકનો સવાલ:
એક ઘરડો ગોવાળ. એને ત્રણ દિકરા અને એની પાસે ૧૭ ગાયો. એક દિવસ ગોવાળ ગુજરી ગયો. હોંશિયાર ગોવાળ વસિયતનામું જરૂર કરતો ગયો.  સૌથી મોટા દિકરાએ મને ખુબ મદદ કરી છે એને અડધા ઢોર આપવા. વચલા દિકરાએ પણ ઘણી વાછ્ડીઓને મોટી કરી છે માટે એને ત્રીજા ભાગના ઢોર આપવા. સૌથી નાનો દિકરો મદદ કરવામાં નબળો હતો ઉપરથી ગુટખા-બીડીના પૈસા દર બીજા દિવસે લઇ જતો એટલે એને નવમો ભાગ આપવો. ત્રણેય દિકરાઓએ બેસીને ભાગ પાડવા રાત-દી એક કર્યા પણ મેળ  પડ્યો નહિ. ગાયને મારીને ભાગ પડે એટલાં અણસમજુ પણ નહોતા. પડોશમાં રહેતા પટેલ ભાઈને બોલાવી એની સલાહ લીધી. પટેલ ભાઈ કે હમણા આવું. થોડીવારમાં પટેલ ભાઈ આવ્યા અને એક પણ ગાય માર્યા વગર વસિયત પ્રમાણે ત્રણેય  ભાઈઓને એનો ભાગ આપી દીધો. કહો જોઈએ પટેલ ભાઈની કારીગરી??!!       જવાબ:

આ ઉખાણાના ૫૦૦ જેટલા જવાબો મળ્યા એમાંના લગભગ બધાએ સાચા જવાબ લખી મોકલ્યા છે. થોડા વાંચકોએ માત્ર આંકડાકીય જવાબો લખ્યા છે. બહુ જ ઓછા વાંચકોને પટેલની કારીગરીની જાણ નહોતી. (બાકી બીજા બધાના આડોશ પાડોશમાં પટેલ રહેતા જ લાગે છે!)   સૌ પ્રથમ જવાબ મોકલ્યો તૃપ્તેશ પટેલે. (પોતે જે પટેલ, પાડોશમાં પુછવાનીય જરૂર નહિ!)  
જવાબ  ખુબ સરળ છે, પટેલભાઈ પોતાની એક ગાય લાવ્યા. હવે કુલ ગાયો થઇ ૧૮.  મોટા દીકરાને અડધી એટલે કે ૯, વચલા દીકરાને ત્રીજા ભાગની એટલે કે ૬,  અને નાના દીકરાને નવમાં ભાગની એટલે કે બે ગાયો આપી. આમ કુલ ૧૭ ગાયો વહેંચી અને પોતાની ગાય પાછી રાખી લીધી.


  End Game
 અ વખતે  રેપીડ ફાયર રાઉન્ડ! આમાંના કેટલાક સવાલો દેખાય છે એટલા સીધા નથી અને એટલે એના જવાબો પણ! પણ કાગળ-પેન લીધા વગર મગજમારી કરશો તો વધારે મજા આવશે ( અને સમય પણ ).  ૧. સો એક્ડામાં બગડા કેટલા?૨. ૨૫ માંથી પાંચ કેટલી વખત બાદ કરી શકાય?૩. એક ખેતરમાં કેટલીક મરઘીઓ અને સસલાઓ રાખ્યા છે. કુલ મળીને ૭૨ માથા છે અને ૨૦૦ પગ છે. તો કેટલા સસલાઓ હશે?૪. સો એક્ડામાં મીંડા કેટલા?૫.  ખાલી બાસ્કેટમાં કેટલા સફરજન એક પાછી એક મૂકી શકો ?૬ . જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?
 જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

8 comments:

Paras Pitroda said...

૧. સો એક્ડામાં બગડા કેટલા? == (2 will Appear 20 time and ONLY 2 will appear one time)૨. ૨૫ માંથી પાંચ કેટલી વખત બાદ કરી શકાય? = (One time only)૩. એક ખેતરમાં કેટલીક મરઘીઓ અને સસલાઓ રાખ્યા છે. કુલ મળીને ૭૨ માથા છે અને ૨૦૦ પગ છે. તો કેટલા સસલાઓ હશે?== (Sasla = 28, Marghi = 44)૪. સો એક્ડામાં મીંડા કેટલા? == (Total appearance = 11 and 2 with only 100)૫. ખાલી બાસ્કેટમાં કેટલા સફરજન એક પાછી એક મૂકી શકો ? == (One)૬ . જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ? == (Three)

From: Paras Pitroda (Visavadar)

krishna said...

MY ANSWER IS :

1) NONE
2) 1 TIME
3) 28 RABBITS
4) NONE
5) UNLIMITED
6) 3 APPLES



KRISHNA PINAK PATEL
SURAT

Anonymous said...

Hello,

I am Shaishav Jogani from surat.

I solve your Repid fire round questions.

There answers are

Q-1 : 0
Q-2 : 1
Q-3 : 28
Q-4 : 0
Q-5 : 1
Q-6 : 3
.

Thank you......

sunil bhatt said...

1. 19
2. one
3. 28
4. not a single
5. one
6. three

yogesh ajudiya said...

1)20 bagada hoy
2)5 vakhat bad thay
3)28 sasala ane 44 marghi
4)11 minda hoy
5)1 muki sakay
6)3 apple rahe

Unknown said...

no.1-20 no.2-unlimite no.3-44 hen &
28 rebiit no.4-11 & no.5-till bascet full & no.6-3

Unknown said...

ans-1 is zero

ans-2 is one

ans-3 is 28

ans-4 is zero

ans-5 is +one

ans-6 is three

Tr Niranjan Baria said...

The bhakt maharaj has 7 (seven) flower
and he put 8 (eight) flower on each temple.
He has seven flower
First he entre in river its being double 14 flowers.
first temple 7 flower he put,6 reamain than
2nd time its being 12 than second temple 8 flower put,4 reamain
after 3rd river he has 8 flower and he put all 8 flower in 3rd temple.
From:-NIRANJAN BARIA
At :- Devgadh Baria