Wednesday, February 2, 2011

નવ આંકડાની સંખ્યા


ગયા અંકના  સવાલ:

એક નવ આંકડાની સંખ્યા છે અને નવથી ભાજ્ય છે.  શરૂઆતના ૮ અંકોથી રચાતી સંખ્યા ૮ વડે ભાજ્ય છે. શરૂઆતના ૭ અંકોથી રચાતી સંખ્યા ૭ વડે ભાગી શકાય છે. પહેલા છ અંકોથી બનતી સંખ્યા ૬ વડે ભાગી શકાય છે. આમ છેક પહેલા બે અંકો સુધી આ ક્રમ ચાલે છે. તો ચાલો શોધીએ આ નવ અંકની સંખ્યા ?!! કેવી રીતે જવાબ સુધી પહોન્ચ્યા એ જરૂરથી લખશો.

જવાબ:

ઘણા વાંચકોએ સાચા જવાબ મોકલ્યા. પ્રશ્ન ખુબ સરળ હતો. પણ આ સવાલના ઘણા બધા શક્ય જવાબો હતા. આ સવાલ શુદ્ધ ગણિત કરતાં સામાન્ય ગણિત અને લોજીકનો છે. પહેલા અંકથી ચાલુ કરી એક પછી એક અંક લેતા જાવ જે આપની શરત મુજબ હોય. દા.ત. ૧૨ એ બેકી સંખ્યા છે. હવે ૧૨૦ ત્રણથી ભાગી શકાય છે. ૧૨૩૦ એ ચારથી ભાગી શકાતી નથી પણ ૧૨૩૨ એ ૪થી ભાજ્ય છે. પાંચથી ભાજ્ય સંખ્યામાં છેલ્લો અંક ૦ કે ૫ હોવો જોઈએ માટે ૧૨૩૨૦ એ  પાંચથી ભાજ્ય છે. આ જ રીતે નવ અંકો સુધી સામાન્ય ગણિત વાપરીને જવાબ મળી રહે છે. જીગ્નેશ ગઢિયા અને અનીલ પટેલે સૌથી નાની આવી સંખ્યા લખી છે: ૧૦૨૦૦૦૫૬૪. તો સૌ પ્રથમ જવાબ ભાવિક શાહે આપ્યો, એમનો જવાબ છે  ૧૩૬૯૪૭૨૯.ધવલ કકુ અને ઢોલરીયા દર્શકે પાંચ અલગ અલગ નંબર આપ્યા છે.

End Game

એક નવ આંકડાની સંખ્યા છે અને નવથી ભાજ્ય છે.  શરૂઆતના ૮ અંકોથી રચાતી સંખ્યા ૮ વડે ભાજ્ય છે. શરૂઆતના ૭ અંકોથી રચાતી સંખ્યા ૭ વડે ભાગી શકાય છે. પહેલા છ અંકોથી બનતી સંખ્યા ૬ વડે ભાગી શકાય છે. આમ છેક પહેલા બે અંકો સુધી આ ક્રમ ચાલે છે. 1) સૌથી મોટી આવી સંખ્યા કઈ ?૨)   ૧ થી ૯ આંકનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી મળતી આવી સંખ્યા કઈ ?

જવાબ ક્યાં મોકલશો?

તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

6 comments:

Nisarg Jaiswal said...

1) સૌથી મોટી આવી સંખ્યા 888858648,
૨) ૧ થી ૯ આંકનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી મળતી આવી સંખ્યા 381654729.

Unknown said...

નવ આંકડાની સૌથી મોટી સંખ્યા
963258147 છે

Ravi Limbasiya
Std. : 7
Alpha school
Junagadh

mohit shah said...

તા. ૨/૨/૧૧ ના સવાલનો જવાબઃ
૧) સૌથી મોટી સંખ્યા ૯૮૭૬૫૪૫૬૪
૨) દરેક અંકને એક જ વાર વાપરવાથી મળતી સંખ્યા ૩૮૧૬૫૪૭૨૯
પ્રથમ અંકથી શરુ કરીને દરેક સ્થાન માટે ભાગાકારની ચાવી વાપરતા જે જે શક્યતાઓ ઉભી થાય તેને પછીના અંક માટે ચકાસતાં અંતે ઉપર મુજબ જવાબ મળશે.

Unknown said...

no is 381654729
or 381654720

from dhrupal r shah
ahmedabad

Anonymous said...

Alepshbhai... Given Ans is wrong..as you have asked for 9 letter.. but answer(૩૮૧૬૫૪૭) have only 7 letter.

Unknown said...

Thanks Anonymous for the correction. From the second-last para it was clear though. Sorry for the typo.