૧)
હમણા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જવાનું હતું. અપોઈન્ટમેન્ટ લીધી તો અઠવાડિયા પછીની મળી. એક ચબરખીમાં તારીખ અને સમય પણ લખી આપ્યા. હવે અપોઈન્ટમેન્ટના દિવસે સવારના આઠ વાગ્યામાં વહેલા ઉઠી લેબોરેટરીએ પહોંચી ગયો. રીસેપ્શન સંભાળતા સ્પેનીશ બહેને કોમ્પ્યુટરમાં દિવસભરની અપોઈન્ટમેન્ટના લીસ્ટમાં ખાંખાખોળા કર્યા પણ મારું નામ મળ્યું નહિ એટલે એમણે મારી પાસે પેલી ચબરખી માંગી અને મેં આપી. તો મને કહે તમારી અપોઈન્ટમેન્ટ તો આવતી કાલની છે! મને તો એવું જ હતું કે આજે જ ૧૦મી સપ્ટેમ્બર છે! હશે તો કાલે આવીશ બીજું શું!
૨)
ઘણા વર્ષો પહેલાં અમદાવાદ ટ્રેન સ્ટેશને બેગ વગેરે લઇ સુરત કે મુંબઈ જવા પહોંચ્યો. ટીકીટ અગાઉથી ખરીદી રાખેલી. ઘણી રાહ જોઈ ટ્રેનનો સમય પણ જતો રહ્યો. પછી આવતી-જતી ટ્રેનઓનું સમય-પત્ર જોયું તો ખબર પડી કે આજના દિવસે તો આ ટ્રેન ઉપડતી જ નથી. ટીકીટ કાઢી તો તારીખ બરાબર જણાઈ પણ પછી સમજાયું કે હું એક દિવસ વહેલા પધાર્યો હતો. મતલબ મને એમ જ કે આજે આ જ તારીખ છે! પણ વાર બરાબર યાદ હતો જો કે! ફરીથી રીક્ષાના પચાસેક રૂપિયા ખર્ચી ઘેર પાછો ફર્યો.
૩)
૨૩-૨૪ વરસો પહેલાં ( હા, આ પ્રોબ્લેમ પેલ્લેથી જ છે !) પાંચમાં ધોરણમાં ગામની શાળામાં ભણું. સોમથી શુક્ર ૧૧થી ૫નો સમય અને શનિવારે ૮થી ૧૧. એક શનિવારે હું ૧૧ વાગ્યે સ્કુલે ગયો. જેવો દરવાજામાં દાખલા થયો કતારબદ્ધ મારા જેવા બાળકોને બહાર આવતા દીઠા! આ કિસ્સામાં વાર થોડો આડો અવળો થઇ ગયો હશે!
5 comments:
શનિવારનો સમય મને ગમ્યો :)
@kartikm we used to have the same sort of timing in My Own High School, Himatnagar
@ab I guess you have lost a day from memory, Have you seen a recent Hindi Movie "Sunday"?
@MistryBros - Yes we had the timing with an exception. All Mondays of Shravan it used to be 7 AP to 11 AM!
માની શકાય એમ નથી કે તમે આટલા ભૂલકણા હશો....
@MM No i have not seen it...
Post a Comment