ચૂંટણી આવે એટલે આપણા જેવા આમ આદમીઓને ચર્ચાનો વિષય મળે, મતગણતરી વખતે તો ક્રિકેટ મેચની છેલ્લી ઓવર જેવો રોમાંચ મળે! હુંય સવારના સાડા પાંચ વાગ્યામાં ઉઠી ઉત્કંઠાપૂર્વક કોમ્પ્યુટર સામે ગોઠવાયો પણ સવાર સુધરી ગઈ! કેમ કે...
૧) મતદારો આ વખતે ખુબ ઓછા ભોળવાયા હોય એવી છબી મને દેખાઈ, વર્ષો પછી. કેટકોય કચરો સાફ કરી નાખ્યો.
૨) 'બરાડા પાડે એ સિંહ, વિવેક જાળવે એ વીક' નામની હવાનું સુરસુરીયુ થઈ ગયુ. મતદારો જાણે છે અક્કલ બડી કે ભેંસ!
૩) સ્પષ્ટ બહુમત આપી કોંગ્રેસનું યુપીએમાં વર્ચસ્વ વધાર્યુ. હવે મોટાભાગે કોંગ્રેસ ધાર્યુ કરી શકશે.
૪) ઉગી નીકળેલા 'વેઈટીંગ ઈન પીએમો'ના દિવાસ્વપનોનું બાળમરણ થયુ! આ ચૂંટણીએ લગભગ ડઝનેક લોકોને એટલીસ્ટ છાપાઓએ ક્ષણિક પીએમ બનાવ્યા અને હરખાવ્યા!
૫) કોંગ્રેસને શું ફળ્યુ? સ્થિરતા, યુવા કેડર અને બીજેપી! પહેલા બે તો બધા જાણે છે, પણ ભાજપ એટલાં માટે કે એમણે એક નાના રાજ્યકક્ષાના પક્ષ જેવું બેહુદુ વર્તન કર્યુ અને ઘણું હાથવેંત હતુ એ જતું કર્યુ. નકારાત્મક રાજકારણ સામેના પક્ષને ચોક્કસ ફાયદો કરાવે છે.
૬) ભાજપને શું નડયુ? સંકલન! એક નેતા ઉત્તરમાં બોલતો હોય અને બીજો આકાશમાં! પંજાબમાં જઈને ગુજરાતની સ્ટોરીઓ મોટા અવાજે કહેવાથી પંજાબનો એક પણ પ્રશ્ન ઉકેલાતો નથી. કોંગ્રેસ સામે કાદવ ઉછાળવાથી તમે શું કરી શકશો એનો કોઈ જવાબ મળતો નથી. લોકો નાટક જોવા આવ્યા હોય એમ સભામાં આવે, નેતા અભિનેતાની માફક બરાડા પાડી હળવી (આધારવિહોણી) કોમેન્ટ મારે, લોકો મનોરંજન કરે, તાળીઓ પાડે, નાસ્તા કરે, મજા કરે અને મત કોંગ્રેસને આપે. મેં પણ ઘણા બધા ભાષણો અને ચાર્ટર પ્લેનમાં લેવાયેલા ઈન્ટરવ્યુઓ જોયા ખુબ મજા પડી!! હવે થોડી વધુ મજા આવે છે જાણીને કે લોકો ઘરમાં ભરાય ગયા છે ને બરાડા તો શું ફોન ઉપાડવોય કઠીન થઈ પડયો છે! વિમાનમાંથી જમીન પર આવ્યા છે! અરુણ જેટલી જેવા સક્ષમ નેતા હાંસિયામાંથી બહાર આવશે ત્યારે કમળ ખીલશે. સાથી પક્ષના નીતીશકુમાર જેવા કામો ભાજપની સરકાર કરતા શીખશે ત્યારે કમળ ખીલશે. અને લાસ્ટ, બાજપેઈની ગેરહાજરી!
૭) ઈન્ટરનેશનલ લેવલે ભારત સક્ષમતાથી પોતાનો પક્ષ રાખી શકશે. જે બીજો કોઈ પક્ષ કરી શકત કે કેમ એ શંકાનો વિષય છે.
૮) બીજા કોઈ પક્ષ પાસે કાર્યક્ષમ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે કે કેમ એ પણ શંકાનો વિષય છે. જ્યોતિ બાસુ જેવા એકાદ બે નેતાને બાદ કરતા મને કોઈ આ પદ માટે લાયક નેતા જડતો નથી.
૯) નરેન્દ્રભાઈને ચૂંટણી વખતે જ કોંગ્રેસને પુછવાના પ્ર્શ્નો સભાઓમાં જ યાદ આવે છે, પાંચ વરસમાં તમારા પક્ષના કેટલા સાંસદ એમાના કેટલા પ્ર્શ્નો સંસદમાં રાખી ચૂક્યા છે? ભાજપના કોઈ ગુજરાતી સાંસદને સંસદમાં બોલતો સાંભળ્યો છે? મેં બેન્ચો પર હાથ પછાડતાં અને અડવાણીની પાછળ બેસીને હવામાં હાથ ઊછાળતાં તો ઘણી વાર જોયા છે.
૧૦) રામમંદિર બાંધવાના અને સ્વીસ બેંકોમાંથી પૈસા પાછા લાવવાના મુદ્દા અપેક્ષિત રીતે જ બૂમરેંગ થયા. આમ જનતા ગરીબ છે, ભોળી છે પણ આંધળી તો નથી જ અને પાંચ-દસ વર્ષ જુનું થોડું ઘણું યાદ પણ રાખી શકે છે.
૧૧) શશી થરુર જેવા દિગ્ગજ ચૂંટણી જીતી શક્યા.
અને હવે મને શું ના ગમ્યુ?
૧) ગુજરાતમાં ભાજપનું ધોવાણ. ભારતમાં જેવી સ્થિતિ ભાજપની છે એવી જ દશા ગુજરાતમાં કોંગ્રેસની છે કોઈ સંકલન નહીં, કોઈ નેતા નહીં, કોઈ વિચાર નહીં. ગઢમાં ભાજપનું ધોવાણ મને જરા પસંદ ના પડ્યુ.
૨) હજી ઘણા ક્રિકેટરો કે ફિલ્મ સ્ટારોને લોકો મત આપે છે અને જીતાડે છે.
3 comments:
સરસ વિશ્લેષણ.... ખરેખર સત્ય... એકદમ તટસ્થ... તમારા બીજા મિત્રોના વિશ્લેષણ પણ વાચ્યાં... પણ એ બધામા ભાજપ માટેનો પ્રેમ અને કોંગ્રેસ માટેનો તિરસ્કાર દેખાઇ આવે છે....
સરસ! તમે યાર એનાલીસીસ, બહુ સરસ કરી શકો છો, ચાલે સ્લમ ડોગનું હોય કે ઇલેક્શન રિઝ્લ્ટનું . ખરેખર તટસ્થ છે, ગમ્યુ, કોંગ્રેસની જીત કરતા ભાજપની હાર માટેની વાત સાચી જ છે.
ઉપર અનીષ પટેલની કોમેન્ટના અનુસંધાનમાં કહું તો મને તો "બીજાના" ના વિષ્લેષણમાં ઉલ્ટુ એટલેકે કે કોંગ્રેસ માટે પ્રેમ અને ભાજપ પ્રત્યે તિરસ્કાર દેખાઈ આવે છે.
મને ભાજપ ગમે છે કેમ કે ખોટી તો ખોટી અને સ્વાર્થ ખાતર પણ હિંદુત્વની તરફેણ તો કરે છે. ભાજપની હારનું મોટુ કારણ (અને કદાચ એકમાત્ર)
અડવાણીની ચરણસિંઘ જેવી પીએમ બનવાની મહત્વકાંક્ષા. અને બીજુ મનમોહન કે સોનિયા, રાજીવ વગેરેને આવી રીતે જાહેરમાં ઉતારી પાડતા પ્રવચનથી ભાજપના "લુગડા" ઊતરી ગયા.
You have scored some points but I am afraid, failed in some.
Do not expect, congress to represent effectively at international level...we have very fresh history to check and every small kid of India knows this..hope you too!
Reg, Mr Tharoor-do you still have faith in congress? to allow such giant personality, to do some good for the nation!
It is good that Laloo and such have got message but do not forget that congress has invited such bad bugs into again and how can you forget the leach-Mamta (NANO is not too old, remember) and have you seen progress of Mr Basu's rule of WB...I have been there, stayed in the interior part and observed first hand,the conditions.
It is our irony that even people who have got power to make these politicians accountable (reporters and new persons)- instead of doing that, they bow down for some pity benefits(read money)Amen
Post a Comment