છેલ્લા એકાદ વર્ષથી આ દેશની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે, ખાડે ગઈ છે, ઘોર ખોદી છે! પેલા બેન્કોના વ્યાજદરો ઘટાડી સમતુલા જાળવવાના પ્રયત્નો થયા. વ્યાજદર ૬ ટકાએથી ૨ ટકાની અંદર લઈ આવ્યા તોય બે છેડા ભેગા થયા નહિ. પાયામાં હતું મોર્ગેજ ધિરાણ. મકાનો પર ધિરાણ આપવામાં બધી અમેરિકન બેંકોએ ભગા કર્યા. જેટલી કાળી-ધોળી શક્ય હોય એ રીતો વડે લોકોને 'ઘર' પહેરાવ્યા. તમારી પાસે કોઈ આવશ્યક કાગળ ના હોય એમનો રસ્તો બેંકના એજન્ટ જ તમને શોધી આપે એવી સ્વયંભૂ વ્યવસ્થા ગળાકાપ સ્પર્ધામાં પાછળ ન રહેવાની લ્હાયમાં ઉભી થઈ. જ્યારે મારકેટ સારૂ ન્હોતુ, નોકરીની તકો ઘટવા માંડી એટલે લોકોએ ઘરના હપતા ભરવાનું માંડી વાળ્યુ! નુકસાન બેંકોને ભોગવવાનું આવ્યુ. ગયા માર્ચમાં Bear Stearns ઉઠી, રાતોરાત ગવર્મેન્ટના નિર્દેશથી જે.પી.મોર્ગને ૨ ડોલર પ્રતિ શેરના ભાવે કંપની ખરીદી લીધી. વર્ષોથી ઉભી થયેલી આ બેંકને ખરતા માત્ર એક વીક-એન્ડ લાગ્યુ. હવે કઈ કંપની કેટલા પાણીમાં છે તેનું એનાલિસિસ કરતી સ્ટોકબ્રોકિંગ હાઉસ લેહમેન ડૂબી. આ લખાઈ છે ત્યાં સુધી કોઈ ઉગારનાર મળ્યો નથી. ઇન્વેસ્ટ્મેન્ટ ડિવિઝન વેચવા કાઢયુ છે. બીજી તરફ બેંક ઑફ અમેરિકા મેરિન લીંચને ખરીદી રહ્યુ છે. આમ એક પછી એક અમેરિકન ઉઠમણા ચાલી રહ્યા છે. કોઈને ખબર નથી બારમુ કયારે પતશે એની!
એક અટકળ મુજબ ચૂંટણી ભંડોળમા અપાતી મોટી સખાવાતો આ બેંકોને પડતા પર પાટા માર્યા છે. ચૂંટણી પત્યાને થોડા સમય પછી સ્થિરતાના એંધાણ દેખાઈ એવી અટકળો પણ છે.
થોડા અઠવાડિયા પહેલા Fannie Mae અને Freddie Ma મોર્ગેજ કંપનીઓએ દેવાળુ ફૂંક્યું, જેને સરકારે માંડ ઉગારી ત્યાં બીજા ભૂત તૈયાર જ હતા! આગામી સપ્તાહમાં વોશિંગ્ટન મ્યુચ્અલ, મોર્ગન સ્ટેન્લી અને ગોલ્ડમેન સેચના ત્રિમાસિક પરિણામો છે, જોઈએ આ રોલર કોસ્ટર કેવુંક ફરે છે!
No comments:
Post a Comment