Tuesday, September 2, 2008

ગુજરાતી છાપાઓ અને તેની ભુલો

ગુજરાતી છાપાઓ કે તેઓની વેબસાઈટ્સ પર રોજબરોજ કેટલીયે ભુલો આવતી રહેતી હોય છે, બંગાળમાં આવતા પૂરોની જેમ છાશવારે અને નિયમિત.

આજના છાપાઓમાંથી બે ઉદાહરણો, પણ બન્નેના પ્રકાર અલગ. એક છે, જાણી-જોઈને કરેલ ભૂલ, જ્યારે બીજી વાંચકોને એડિટર બનવાની તક આપતી ખરી ભુલ.

પહેલી ભુલ સામાન્ય વાંચક માટે એક પહેલી સમાન છે. જુઓ નીચેની તસ્વીર...



'ગુજરાત અંબુજા પર આયકરના દરોડા'.. અહિં આ લખનાર પત્રકારને એક 'હળી' કરવાની ઇચ્છા ઉજાગર થતી મને દેખાઈ છે. ખરેખર આ દરોડા 'ગુજરાત અંબુજા એક્સપોર્ટ' નામની કંપનીમાં પડયા હતા, જે સમાચારની પહેલી લીટીમાં જ નોંધાયેલ છે, છતા હેડલાઈનમાં એવી છાપ ઉભી કરાઈ છે, કે જાણે દરોડા 'ગુજરાત અંબુજા'માં પડ્યા હોય...

બીજી ભુલ બહુ ચિલાચાલુ ભુલ છે, છતા એડિટર ના પકડી શક્યા? કે પછી બીજા કામમાં વ્યસ્ત હશે...?

No comments: