Showing posts with label Gujarat Politics. Show all posts
Showing posts with label Gujarat Politics. Show all posts

Monday, November 19, 2007

ખરી થઇ !

રાખી સાવંત કેટલાને ડૂબાડશે? છેલ્લો નંબર લાગ્યો છે અમદાવાદના કોંગ્રેસી રોહિત ઠાકોરનો. તમે પૂછશો કે આ રોહિત ઠાકોર કોણ ? તો ભાઈ આ રોહિત ઠાકર એ શખ્સ છે કે જેમણે અમદાવાદ નજીકના દસક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકીટ માંગી છે. પણ તેમની આ આશા પર પાણી ફેરવી દીધુ છે મુંબઈની આઈટમ કમ સ્ટન્ટ ગર્લ હીરોઈન ડાન્સર રાખી સાવંતે.
દરઅસલ રોહિત ઠાકોરે હમણા અમદાવાદના બોપલમાં પોતાના નવા મકાનનું વાસ્તુ રાખ્યુ હતુ એમાં રાખી સાવંતને મુંબઈથી ખાસ બોલાવી હતી. કહેવા પૂરતુ તો આ મકાનના વાસ્તાનો એટલેકે નવા ગૃહપ્રવેશનો સમારંભ હતો પણ હકીકતમાં અહીં પાંચ હજાર માણસોને અને કોંગ્રેસી નેતાઓને હાજર રાખીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ કે જેથી દસક્રોઈ વિસ્તારમાંથી કોંગ્રેસની વિધાનસભાની ટિકીટ મેળવી શકાય. આકર્ષણ માટે બોલાવેલી રાખી સાવંતે અહીં હાજર રહેવાના સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા.
રાખી આવી તો ખરી પણ તેને માલૂમ ન હતુ કે આ યજમાન કોંગ્રેસી નેતા છે અને તખતો કોંગ્રેસની ટિકીટ મેળવવા ગોઠવાયો છે. એટલે તેણે તો હાજર પત્રકારો સહિતના સૌ સામે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને સૌએ નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ. રાખીએ કહ્યું કે પોતે એક જ ગુજરાતીની ફેન છે અને તે છે નરેન્દ્ર મોદી. કારણકે નરેન્દ્ર મોદી સિંહ છે, મરદ માણસ છે. પોતે તો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. રાખીએ એમ પણ કહ્યું કે તેણીની મમ્મી ભાવનગરની હોવાથી તે અર્ધી ગુજરાતણ છે અને ગુજરાતણ હોવાના નાતે તેણી નરેન્દ્ર મોદી વિશે પેશનેટ છે.
રાખીએ નરેન્દ્ર મોદીના બેફામ વખાણ કર્યા અને હાજર સૌ કોંગ્રેસીઓ તથા યજમાન કોંગ્રેસના ટીકીટ વાંચ્છુ રોહિત ઠાકોર ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. વધુ વિમાસણભરી સ્થિતિ તો ત્યારે થઈ કે જ્યારે બીજ દિવસે રાખીના નરેન્દ્ર મોદીના વખાણ કરતા કથનો છાપામાં છપાઈ ગયા. ટૂકમાં રાખી સાડા ચાર લાખ લઈ ગઈ, કોંગ્રેસ કલ્ચરના સમારંભમાં હાજર રહી અને નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતી ગઈ તથા રાખી સાવંત જેવી મુંબઈની ગર્લ પણ નરેન્દ્ર મોદીની ફેન છે એ વાતને અખબારમાં પબ્લીસીટી પણ અપાવતી ગઈ. જેપીના સોર્સ કહે છે કે રોહિત ઠાકોરને આ બનાવ પછી ટિકીટ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના આગેવાનોમાં હીરોઈનોને બોલાવીને સામાજિક આકર્ષણનું કેન્દ્ર બનવાનો હમણા ટ્રેન્ડ ચાલ્યો છે. કેટલાક સમય પહેલા ઠાકોર સમાજના એક સમારંભમાં અમીશા પટેલને બોલાવવામાં આવી હતી જેને ફિલ્મો મળતી ન હોવાથી કોઈ પણ સમારંભમાં પૈસા આપતા જ ફોંચી જવા તૈયાર હોય છે. ખેર અમીશા આવી એના બીજા દિવસે આગેવાનોએ તેણીની સાથે પોતાનો ફોટો અખબારોમાં પહેલા પાને છપાવ્યો હતો.



Source: deshgujarat.com

Saturday, November 17, 2007

કાશીરામ રાણા

પાછલી લોકસભાની ચૂંટણીઓ વખતે કાશીરામ રાણા અમદાવાદના સ્ટુડિયોમાં ટીવી ઈન્ટર્વ્યુ આપવા આવ્યા હતા અને તેમનો મેક અપ ચાલતો હતો ત્યારે જેપી ત્યાં હાજર હતો. મેક અપ મેને જેપીને ખાનગીમાં કહ્યું કે આ માણસ એટલો કાળો છે કે તેનો મેક અપ કયા શેડમાં કરવો એ જ સમજાતુ નથી. ખુદ કાશીરામ રાણા કહે છે કે એક વખત પોતે ટેક્સ્ટાઈલ મિનિસ્ટર હતા ત્યારે એક કાર્યક્રમના સિલસિલામાં દક્ષિણ ભારત ગયા હતા અને ત્યાં સૌ તમિલિયનો તેમને ભેટી પડ્યા અને સાઉથ ઈન્ડિયન સમજીને તમિલમાં વાતો કરવા લાગ્યા. કાશીરામભાઈ કહે છે કે પોતે માંડ માંડ સમજાવી શક્યા કે પોતે દક્ષિણ ભારતીય નથી.




Source: deshGujarat.com/abg