From NYT.com |
વધુ વસ્તીથી ઉદ્ભવતા પ્રશ્નો અને એના એ સ્થિતિને અનુરૂપ કારગત ઉપાયો રસપ્રદ હોય છે. આ ફોટામાં દર્શાવેલું સ્ટેશન ખરેખર તો બે માળનું હોય એવું નથી ભાસતું ? બાલ્કનીમાં બેસવા માટે સ્ટેશનના બીજા મળે ટ્રેનની રાહ જોવાની! ટ્રેન આવે એટલે (થોડીક) સરળતાથી બેસી શકાય એ માટે છાપરું એટલું જ ઊંચું રાખવું જેટલી ટ્રેનની ઉંચાઈ હોય.
સિંગાપોર જેવા દેશોમાં (શહેરમાં? સારું બંને રાખો!) ટ્રેન આવે એટલે "Mind The Gap" એવું માઈકમાં (સ્ટેશન અને ટ્રેન વચ્ચે રહેલી ૨ થી ૫ ઇંચ જેટલી જગ્યામાં પગ ફસાઈ ના જાય એ માટે ) જાહેર કરાય અને ટ્રેનના દરવાજા પર કે અંદર પણ એ મતલબનું લખાણ લખેલ હોય. આ બધી લમણાઝીક ઉપરના માળે બેસવા માટે ઉપરના ફોટા મુજબની સગવડ ધરાવતા સ્ટેશનોમાં કરવાની જરૂર દેખાય છે?
બહુવસ્તીત (બહુ વિકાસ પામેલ બહુવિકસિત તો બહુ વસ્તી ધરાવતા બહુવસ્તીત, શું કયો છો? ) દેશોમાં પરીક્ષણ પામતી પ્રોડક્ટ હમેંશા બથ્થડ રહેવાની. ઘણી બધી વિષમ પરિસ્થિતિઓ આવા દેશોમાં રોજીંદી અનુભવતી હોય જે કદાચ બીજા દેશો માટે તદ્દન અકલ્પનીય હોય શકે. સોફીસ્ટીકેટેડ આઈ-ફોન કરતાં નોકીયામાં ચાલુ બાઈકે વાત કરવાનું વધુ અનુકુળ આવે, પડે તો પણ ખાસ ચિંતા નહિ! આપને ત્યાં સંશોધિત જયપુર ફીટ (કૃત્રિમ પગ )નું પરીક્ષણ ઝાડ ચઢવા માટે પણ કરાયેલું! તમને લાગે છે અમેરિકાનો કૃત્રિમ પગ ઝાડ પર ચઢવાની ટેસ્ટ પાસ કરી શકે ? જ્યાં ઝાડ પાસ ચઢીને રમતા છોકરા જોઇને કોઈ પોલીસ પણ બોલાવી લે, જ્યાં ઝાડ છોકરાઓને રમવાનું મેદાન પણ બની શકે એવા ખ્યાલને ઓળખ પણ ના હોય ત્યાં આવું પરીક્ષણ કરવાનું કદાચ તેઓને બિનજરૂરી લાગે.
સારું તો હવે તમને પણ જયારે પણ આ ગેપ - અલ્પવસ્તીત અને બહુવસ્તીત દેશો વચ્ચેનો - દેખાય તો જરૂર MIND THE GAP !!
No comments:
Post a Comment