ગયા અંકનો સવાલ:
વિષય:ગણિત , ગહનતા: ૨.૫ / ૫
દર્શ અને અર્શ બંને ભાઈઓએ ચોકલેટના બે ભાગ પાડ્યા. દર્શના ભાગે અર્શ કરતા ત્રણ ઘણી ચોકલેટ આવી હતી. અર્શને સંતોષ ના થયો એટલે નવો ઉકેલ શોધવા બેઠા. દર્શે અર્શની ઉંમર જેટલી ચોકલેટ તેને આપવાની હા ભણી. આમ કર્યા પછી પણ દર્શ પાસે અર્શ કરતા બમણી ચોકલેટ રહી. એટલે ફરી અર્શે વધુ ચોકલેટ માંગી. પણ દર્શના મતે તે અર્શ કરતા ઉંમરમાં પણ બમણો છે માટે તેને બમણી ચોકલેટ મળવી જોઈએ. અંતે પપ્પા વચ્ચે દરમિયાનગીરી કરતા, દર્શે તેની ઉંમર જેટલી ચોકલેટ અર્શને આપવી પડી.
હવે કોની પાસે વધુ ચોકલેટ હશે ?!
જવાબ:
ઘણાં વાંચકોએ જવાબ મોકલ્યા. સચોટ જવાબ આપનાર વાંચકો: ઉપેન્દ્ર મહેતા (અમદાવાદ), પટણી દિવ્યા (બી. ફીજીઓ. વડોદરા) , ચૌહાણ દર્શીલ ( સી. એન.), દીપક કોલડિયા, દર્શન ઠક્કર (નડિયાદ) , અદિતિ શાહ (અમદાવાદ ).
હવે જોઈએ આ કોયડાનો ઉકેલ :
દર્શ પાસે અર્શ કરતાં ત્રણ ઘણી ચોકલેટ છે. માટે જો અર્શ પાસે x ચોકલેટ હોય તો દર્શ પાસે 3x ચોકલેટ્સ હશે. દર્શ અર્શ કરતાં ઉંમરમાં બમણો છે માટે જો અર્શની ઉંમર y હોય તો દર્શની ઉંમર 2y હોવી જોઈએ.
દર્શ અર્શને તેની ઉંમર જેટલી ચોકલેટ આપે છે માટે હવે અર્શ પાસે (x +y ) જેટલી અને દર્શ પાસે (3x-y) ચોકલેટ્સ રહેશે.
આમ કાર્ય પછી દર્શ પાસે અર્શ કરતાં બમણી ચોકલેટ્સ રહી, માટે
2(x+y) = 3x-y ==> x=3y
હવે દર્શ 2y ચોકલેટ્સ અર્શને આપે છે , માટે
અર્શ પાસે કુલ (x +y +2y) ચોકલેટ્સ છે જેમાં x ની કિંમત 3y મુકતા, અર્શ પાસે કુલ 6y ચોકલેટ્સ છે.
દર્શ પાસે હવે (3x-y -2y) એટલે કે 9y -y -2y = 6y ચોકલેટ્સ બચી.
આમ બંને ભાઈઓ પાસે સરખી ચોકલેટ રહેશે.
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

End Game
વિષય:ગણિત , ગહનતા: ૩.૫ / ૫
આજની એન્ડ ગેમ એક વાસ્તવિક રમત છે અને એનું નામ છે "૨૪ ગેમ". આપની 52 પત્તાની કેટમાંથી ૪ પત્તા દરેક ખેલાડીને આપવામાં આવે. અને તમારા હાથમાં રહેલા ચાર પત્તામાની સંખ્યાઓ અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કૌન્સના ઉપયોગથી જો તેમે જવાબ ૨૪ બીજા બધાથી પહેલા લાવી દો તો તમે જીત્યા ગણાવ.
દા.ત. જો તમારે ૧,૨,૩,૪ નંબર લખેલા કાર્ડ આવ્યા હોય તો ૧*૨*૩*૪ = ૨૪. બીજું ઉદાહરણ જોઈએ તો ૪,૭,૮,૮, પત્તા હોય તો (૭ - ૮/૮ )*૪ = ૨૪.
આજે તમને ચાર નંબર અહી આપેલ છે : ૧,૩,૪,૬. તમારે આ ચાર સંખ્યાઓનો એક વાર ઉપયોગ કરી અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે કૌંસનો ઉપયોગ કરી જવાબ ૨૪ લાવવાનો છે.