Tuesday, January 11, 2011

રેપિડ ફાયર રાઉન્ડ

ગયા અંકના  સવાલ:   ૧. સો એક્ડામાં બગડા કેટલા?૨. ૨૫ માંથી પાંચ કેટલી વખત બાદ કરી શકાય?૩. એક ખેતરમાં કેટલીક મરઘીઓ અને સસલાઓ રાખ્યા છે. કુલ મળીને ૭૨ માથા છે અને ૨૦૦ પગ છે. તો કેટલા સસલાઓ હશે?૪. સો એક્ડામાં મીંડા કેટલા?૫.  ખાલી બાસ્કેટમાં કેટલા સફરજન એક પછી એક મૂકી શકો ?૬ . જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?   જવાબ:આ વખતે સોથી પણ ઓછા જવાબો મળ્યા. સૌ પ્રથમ બધા સાચા જવાબ આપ્યા  ભગવાનભાઈ પ્રજાપતિએ.  બીજા બધા સાચા જવાબો લખનાર વાંચકો: દેવી પટેલ, રાજ પટેલ (ગાંધીનગર) , દિલીપકુમાર પટેલ,  અને પારસ પિત્રોડા.   પ્ર.૧ સો એકડામાં બગડા કેટલા ?
 

જવાબ:   બે  સાચા  જવાબ શક્ય  છે.  ૧) જો તમે ૧થી ૧૦૦ અંકોમાં બગડા  શોધો તો ૨૦ વખત આવે છે.  ૨)  પણ તમે જો ૧૦૦ એકડા ( ૧૧૧૧૧૧૧૧....) લો તો તેમાં એકેય બગડો ના આવે. પણ આ જવાબ વિષે વિશેષ જવાબ ચાર વખતે. 


પ્ર.૨ પચીસ માંથી પ કેટલી વખત બાદ કરી શકાય.
જવાબ: એક વખત, બીજી વખત પાંચ બાદ કરીએ તો એ વીસમાંથી થાય, ના કે ૨૫માથી.

 
પ્ર.૩. એક ખેતરમાં કેટલીક મરઘીઓ અને સસલાઓ રાખ્યા છે. કુલ મળીને ૭૨ માથા છે અને ૨૦૦ પગ છે. તો કેટલા સસલાઓ હશે?
જવાબ:  ૨૮

આશિષ રૈયાણી  લખે છે,
x = મરઘીઓની સંખ્યા 
y = સસલાઓની સંખ્યા 
a) x+y = 72
b) 2x + 4y = 200

2( 72 - y ) + 4y = 200
144 -2y +4y = 200
2y = 56
y = 56/2 = 28


પ્ર.૪. સો એક્ડામાં મીંડા કેટલા?
જવાબ: ૧) સો અંકોમાં ૧૧ વખત શૂન્ય આવે. 

૨) કેટલાક વાંચકોએ સરસ જવાબ આપ્યો છે. એ લોકો કહે છે ૧૦૦ મીંડા આવે કેમ કે દરેક એક્ડામાં એક મીંડું સમાયેલું જ છે.
૩) સો એકડા ( ૧૧૧૧૧૧ ..) માં  એક પણ મીંડું ના આવે. પણ જો આ જ જવાબ હોય તો એક સરખો સવાલ બે વખત શા માટે કોઈ પૂછે. માટે આ સવાલ વાંચીને વાંચકને ખ્યાલ આવે જ છે કે આ જવાબ બરાબર નહિ હોય. માટે સવાલ એક અને ચાર બંનેમાં ૦ જવાબ જવાબ બરાબર ના કહેવાય એટલીસ્ટ ચોથો સવાલ વાંચ્યા પછી.

પ્ર.૫. ખાલી બાસ્કેટમાં કેટલા સફરજન એક પછી  એક મૂકી શકો ?
જવાબ:  જાગ્રત શાહે સાચું લખ્યું છે કે, સફરજન એક પછી એક મુકવાની વાત છે માટે ખાલી બાસ્કેટમાં પહેલુ સફરજન મુક્યા પછી તે ખાલી રહેતું નથી. માટે જવાબ એક.


પ્ર.૬ . જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?
જ. પાંચ માથી ત્રણ લઈ લો તો તમારી પાસે ત્રણ જ સફરજન રહે. 
અહી તમે ત્રણ સફરજન લીધા છે ( કોઈક પાસેથી કે કોઈક જગ્યાએથી ) માટે એ પાંચેય તમારી  પાસે નહોતા.   End Game
  એક નવ આંકડાની સંખ્યા છે જે એકથી નવ સુધીના આંકડાથી બનેલ છે અને નવથી ભાજ્ય છે.  શરૂઆતના ૮ અંકોથી રચાતી સંખ્યા ૮ વડે ભાજ્ય છે. શરૂઆતના ૭ અંકોથી રચાતી સંખ્યા ૭ વડે ભાગી શકાય છે. પહેલા છ અંકોથી બનતી સંખ્યા ૬ વડે ભાગી શકાય છે. આમ છેક પહેલા બે અંકો સુધી આ ક્રમ ચાલે છે. તો ચાલો શોધીએ આ નવ અંકની સંખ્યા ?!! કેવી રીતે જવાબ સુધી પહોન્ચ્યા એ જરૂરથી લખશો.
 જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

Wednesday, January 5, 2011

ગોવાળનું વસિયતનામું

  ગયા અંકનો સવાલ:
એક ઘરડો ગોવાળ. એને ત્રણ દિકરા અને એની પાસે ૧૭ ગાયો. એક દિવસ ગોવાળ ગુજરી ગયો. હોંશિયાર ગોવાળ વસિયતનામું જરૂર કરતો ગયો.  સૌથી મોટા દિકરાએ મને ખુબ મદદ કરી છે એને અડધા ઢોર આપવા. વચલા દિકરાએ પણ ઘણી વાછ્ડીઓને મોટી કરી છે માટે એને ત્રીજા ભાગના ઢોર આપવા. સૌથી નાનો દિકરો મદદ કરવામાં નબળો હતો ઉપરથી ગુટખા-બીડીના પૈસા દર બીજા દિવસે લઇ જતો એટલે એને નવમો ભાગ આપવો. ત્રણેય દિકરાઓએ બેસીને ભાગ પાડવા રાત-દી એક કર્યા પણ મેળ  પડ્યો નહિ. ગાયને મારીને ભાગ પડે એટલાં અણસમજુ પણ નહોતા. પડોશમાં રહેતા પટેલ ભાઈને બોલાવી એની સલાહ લીધી. પટેલ ભાઈ કે હમણા આવું. થોડીવારમાં પટેલ ભાઈ આવ્યા અને એક પણ ગાય માર્યા વગર વસિયત પ્રમાણે ત્રણેય  ભાઈઓને એનો ભાગ આપી દીધો. કહો જોઈએ પટેલ ભાઈની કારીગરી??!!       જવાબ:

આ ઉખાણાના ૫૦૦ જેટલા જવાબો મળ્યા એમાંના લગભગ બધાએ સાચા જવાબ લખી મોકલ્યા છે. થોડા વાંચકોએ માત્ર આંકડાકીય જવાબો લખ્યા છે. બહુ જ ઓછા વાંચકોને પટેલની કારીગરીની જાણ નહોતી. (બાકી બીજા બધાના આડોશ પાડોશમાં પટેલ રહેતા જ લાગે છે!)   સૌ પ્રથમ જવાબ મોકલ્યો તૃપ્તેશ પટેલે. (પોતે જે પટેલ, પાડોશમાં પુછવાનીય જરૂર નહિ!)  
જવાબ  ખુબ સરળ છે, પટેલભાઈ પોતાની એક ગાય લાવ્યા. હવે કુલ ગાયો થઇ ૧૮.  મોટા દીકરાને અડધી એટલે કે ૯, વચલા દીકરાને ત્રીજા ભાગની એટલે કે ૬,  અને નાના દીકરાને નવમાં ભાગની એટલે કે બે ગાયો આપી. આમ કુલ ૧૭ ગાયો વહેંચી અને પોતાની ગાય પાછી રાખી લીધી.


  End Game
 અ વખતે  રેપીડ ફાયર રાઉન્ડ! આમાંના કેટલાક સવાલો દેખાય છે એટલા સીધા નથી અને એટલે એના જવાબો પણ! પણ કાગળ-પેન લીધા વગર મગજમારી કરશો તો વધારે મજા આવશે ( અને સમય પણ ).  ૧. સો એક્ડામાં બગડા કેટલા?૨. ૨૫ માંથી પાંચ કેટલી વખત બાદ કરી શકાય?૩. એક ખેતરમાં કેટલીક મરઘીઓ અને સસલાઓ રાખ્યા છે. કુલ મળીને ૭૨ માથા છે અને ૨૦૦ પગ છે. તો કેટલા સસલાઓ હશે?૪. સો એક્ડામાં મીંડા કેટલા?૫.  ખાલી બાસ્કેટમાં કેટલા સફરજન એક પાછી એક મૂકી શકો ?૬ . જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?
 જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.