Tuesday, June 29, 2010

રંગીન 'કુમાર': રમેશ શાહ

મિત્રો  આ પોસ્ટ બીજી ઘણી પોસ્ટની જેમ જ ફોર્વર્ડેડ પોસ્ટ છે પણ ગમતાનો ગુલાલ કરવા યોગ્ય જ છે.  આપની પેઢીના ઘણા વાંચકો કદાચ કુમાર મેગેજીનથી અપરિચિત હોય પણ કુમાર મેગેજીનના ભવ્ય અતીતને સાચવવાનું બીડું રમેશ શાહે એકલા હાથે ઉપાડ્યું છે અને આ રહ્યો એમનો તરોતાજો પત્ર!  ટાઈટલમાં લખ્યા મુજબ એમણે કુમારને રંગ આપવાનું કામ પણ કર્યું છે, કુમાર મેગેજીનમાં આવેલી ઘણી તસવીરોમાં એમણે રંગ પુરવાનું કામ પણ કર્યું છે ! ૭૩ વર્ષે પણ આવા સરસ કામ કરવાની એમની ધગશ એક કુમારને પણ શરમાવે એવી છે. મારો બકવાસ બંધ કરી એમની કુમારકોશની યાત્રા એમના જ શબ્દોમાં !!

પ્રિય મિત્રો,
કુમારના ૧૦૦૦ અંકનો આંક હવે ફક્ત દસ મહિના પછી સિદ્ધ થશે.
એક હજાર મહિનાઓ સુધી મહિને મહિને એક એક અંક પ્રગટ થતાં રહ્યાં.
નવો અંક હાથમાં આવે ત્યારે રોમાંચ થતો હોય છે, તો એક હજાર અંકો એક સાથે હાથવગાં થાય ત્યારે મનમાં કેવાં કેવાં ભાવ પ્રગટ થાય ! એક હજાર અંકમાં ચારિત્ર્ય ઘડતરનાં જ ઉદ્દેશથી બધી સામગ્રી પીરસાઈ છે. ‘આવતી કાલના નાગરિકોના ઘડતર માટે’ ––કુમારનો આ દાવો નથી પણ એક હકીકત છે. મારું કૉમ્પ્યુટર બતાવે છે કે આજ સુધીમાં ૮૬૪૦ સર્જકોનો આ ઘડતર માટેનો ફાળો છે. આ સર્જકોને અતિ ઉત્તમ રીતે વાચકો સમક્ષ લાવવાનું ભગીરથ કાર્ય કુમારના સંપાદકોએ કર્યું છે. કુમારની વાનગીઓ તરફ વાચકોનું ધ્યાન દોરવા ઉત્તમ મથાળાંઓ એવા બાંધ્યા છે કે વાચકો એ વાંચ્યા પછી જ પાનું ફેરવે !
વિનસ–એફ્રોડાઇટના શિલ્પની કળાની પિછાન કરાવીને છેલ્લે સંપાદક ઊમેરે છે કે : સામાન્ય આંખને અડવાં લાગતાં આવાં કલારત્નોના સર્જનનો ઉદ્દેશ એવો ઉચ્ચ–શુચિ જ હોય છે, અને એને એવી વિકારહીન શાસ્ત્રીય દષ્ટિએ જ સમજવાનાં છે. ––મારી વીસ વર્ષની વયે મને આ પાઠ (અંક ૪૦૦ – ૧૯૫૭) આ રીતે ભણવા મળ્યો તેનું સ્મરણ સદાકાળ રહ્યું છે.
કુમારના સર્જકોએ ૧૦૦૦ મહિનાઓ સુધી જે કાર્ય કર્યું અને એની ઉપર મેં ૧૦૦ મહિના સુધી સંવર્ધન કરી કુમારકોશ તૈયાર કર્યો; એના હજારો શીર્ષકો (કૉમ્પ્યુટર કહે છે –૪૦૬૩૮)માંથી જે જોઈતું હોય તે ક્ષણ વારમાં મેળવવું; વળી આ સંગ્રહને અદ્યતન બનાવવા ચિત્રો, ઓડિઓ, વિડિઓની હજારોની સંખ્યામાં ઉમેરાયેલી પૂર્તિ........ આ બધું મળીને આ સંગ્રહ ‘ઇનએવિટેબલ’ બની ચૂક્યો છે.
ઘણાં મિત્રો મારા નિવાસસ્થાને આવી કલાકો સુધી આ અજાયબી નિહાળી પ્રભાવિત થયા છે. તેમની વાતો સાંભળી પત્રકારોએ પણ આવીને જોયું અને તેને લેખો લખી હજારો–લાખો વાચકો સુધી દોર લંબાવ્યો.
મેં તો દસ વર્ષ પહેલાં અંગત ઉપયોગ માટે પ્રત્યેક વર્ષના ડિસેમ્બર મહિનામાં આવતાં વાર્ષિક સાંકળિયાની ઝેરોક્ષ કરાવી ફાઈલો કરી હતી. એ કામ ધીરે ધીરે વધીને આજના કુમારકોશ સુધી પહોંચ્યું છે.
ઇન્ટરનેટ દ્વારા મિત્રોને આ કાર્યની વાત કરતો રહ્યો છું. એ બધાં મિત્રોને માટે ટહેલરૂપે આ પત્ર લખું છું. હું બધે તો ન પહોંચી શકું. મારા આ બસો મિત્રોને વિનંતિ કે તેમના પરિચિતોને ફોરવર્ડ કરી આ જણાવો. બસોમાંથી બેહજાર અને એમાંથી વીસહજાર કે વીસલાખ ગુજરાતીઓ સુધી આ કાર્યની જાણ કરો. મારા ફેસબુક પર કુમારકોશના અંકો મૂકી રહ્યો છું. દુનિયાભરનાં એક એક ગુજરાતીને આ કુમારકોશ ઉપયોગી થવાનો છે. પોતાના બાળકોને ઘડવાનાં કપરાં કામને આ કુમારકોશ સરળ બનાવી શકશે એમ કહેવું વધુ પડતું નથી.
મને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપી રહ્યા છે તે સહુ મિત્રોનો આભાર.

Monday, June 28, 2010

Finally, Google Voice widen their target audience base


I have been using Google Voice since it was GrandCentral. Its a very good service.  Recently it became available to everyone in US atleast.

Friday, June 18, 2010

વિઝા લેવા જતી વેળાએ...

પ્રસ્તાવના:
ઘણા મિત્રો અને સ્નેહીઓ ઘણી વાર વિવિધ પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગે ઈમિગ્રેશનને લગતા સવાલો હોય છે. ગુગલ કરતા જણાયું કે ગુજરાતીમાં આવી માહિતી ખુબ જ અલ્પ માત્રામાં પ્રાપ્ય છે. અહી મુકેલી માહિતી અનુભવો અને પ્રાપ્ય માહિતીના આધારે મુકેલ છે માટે એ કઈ વેલીડ સોર્સ નથી, છતાં મદદરૂપ જરૂર થઇ શકે. શક્ય બનશે તો એક આખી શ્રેણી અહી મુકવી છે જેમાં વિદેશ યાત્રામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો સમાવેશ થઇ શકે. જય વસાવડાના મોટીવેશનને અત્રે યાદ કરવાનું જરૂરી સમજુ છું, જેના વગર કદાચ આ બ્લોગ કે (જો થાય તો) શ્રેણી શક્ય ના બનત. અનુભવી મિત્રો બીજા કોઈ સૂચનો આપશે તો ઉમેરણ કરી એક સરસ માહિતીપ્રદ શ્રેણી બનાવવાનો ઉપક્રમ છે, આશા રાખું ઉપયોગી સૂચનો આપ જરૂરથી કરશો. 

પ્રારંભ: 
પ્રથમ મણકામાં વિઝા ઈન્ટરવ્યું માં ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે, આપેલ દરેક પોઈન્ટ દરેક ઈન્ટરવ્યું આપનાર માટે ઉપયોગી ના પણ હોય જેમ કે ફરવાના સ્થળો વિશેની માહિતી મેળવીને જવું એ એચ વન  કે સ્ટુડન્ટ વિઝા માટે ઉપયોગી નથી. પણ તમને લગતા વળગતા સૂચનો યોગ્ય લાગે તો અમલમાં મૂકી શકો છો.

વિઝા લેવા જતી વેળાએ...
વિઝા લેવા જતી વખતે ઇમીગ્રેશન ઑફિસર પાસે જરુરી વિધિ માટે જતી વખતે સુઘડ અને વ્યવસ્થિત કપડાં પહેરવાં. લઘરવઘર, મેલા પહેરવેશ નકારાત્મક બાબત ગણાય છે. યોગ્ય સુગન્ધીતના ઉપયોગથી વાતાવરણ થોડું સારું બનાવી શકો. શક્ય હોય તો પ્રોફેશનલ ડ્રેસિંગમાં જવું.
 
વિઝા ઑફિસર જયારે બોલવે ત્યારે જ તેના ડેસ્ક પાસે જવું તેમજ જઈને ગુડ મોર્નિગ કે અન્ય યોગ્ય સંબોધન કરવું. 

હોલમાં બેસી કંઈક વાંચન કરવું. આવા વાંચનની આપણી ટેવ હોય તે આવકારદાયક બાબત છે.
 
જરુરી ડૉક્યુમેન્ટ્સને ફોલ્ડરમાં રાખી વ્યવસ્થિત ફાઈલ બનાવવી. તેમજ જે ડૉક્યુમેન્ટ માગે તે તરત જ તેની પાસે રજુ કરી શકાય તે પ્રમાણે તેને ગોઠવવા. ડોક્યુમેન્ટ શોધવામાં સમય લાગે તે નકારાત્મક બાબત છે. ઘણા બધા પોકેટ ધરાવતું અને દરેક પોકેટને યોગ્ય ફ્લેપ સ્ટીકર લગાવી શકાય તેવા પારદર્શક ફોલ્ડરમાં માર્કેટમાં મળે છે.

વિઝા લેવા જતી વખતે હોલમાં દાખલ થયા પછી શાંતિથી સ્વસ્થ થઈ બેસવું. વારે ઘડીએ આમ તેમ આંટાફેરા ન કરવા, રેસ્ટ રુમ કે નાસ્તા માટે જવાનું ટાળવું. રૂમમાં કેટલાય સિક્યોરીટી કેમેરા લગાવેલા જ હોય છે જે ફક્ત જાણ માટે.


બાજુમાં બીજા ગુજરાતી મળે ( જરૂર મળશે !!)  તો પણ બિનજરૂરી વાતો કરવાનું ટાળ્શો. જરૂર પડ્યે ખુબ  શાંતિથી અને ધીમેથી વાતો કરવી જોઈએ જેથી બીજા કોઈ ડીસ્ટર્બ ના થાય અને કામકાજમાં કોઈ રુકાવટ  ના આવે.  

તમને પૂછેલા પ્રશ્નનોનો  જ જવાબ આપવો. સચોટ જવાબ સિવાયની વધારાની માહિતિ અનાવશ્યક છે. વધારે બોલવાથી નુકસાન થઇ શકે છે.

વિઝા ઑફિસર ઉપર તમારી લાયકાત કે વિશિષ્ટ હોદ્દાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કદી ય ન કરવો. આપની સરકારી ઓફિસોની માફક અહી એ લાયકાત નહી પણ નકારાત્મક બાબત ગણાય છે. તમને પૂછે તો જરૂર જણાવી શકો અન્યથા નહિ.

જો વિઝીતર વિઝા માટે અરજી કરતા હો તો તમારે અમેરિકામાં કયા સ્થળોએ ફરવા માટે જવાનું છે તેની ટૂંકી માહિતિ જેમ કે સ્થળનું નામ વિ. ની જાણકારી હોવી જોઈએ. બને તો સમય પત્રક (સ્થળ - તારીખ અને કેટલો સમય ત્યાં રહેશો , શું જોશો વગેરે ) બનાવીને જ જવું અને જરૂર પડ્યે ઓફિસરને બતાવવું.

વિઝા ઈન્ટરવ્યું વખતે કૌટુંબિક સંબંધો, ધંધાકીય પરિસ્થિતિ, નાણાકીય જવાબદારીઓ વિ. કારણોસર તમારે પરત ભારતમાં આવવું જ પડે તેમ છે તેવું વિઝા ઑફિસરને લાગે તે પ્રમાણે રજુઆત કરવી પ્લસ પૉઈન્ટ છે.

પાન પડીકી, તમાકુ જેવાં વ્યસન જો હોય તો વિઝા ઈન્ટરવ્યું સમયે, હોલમાં દાખલ થયા પછી તેના ઉપર અંકુશ રાખવો હિતાવહ છે.

તમારું વિઝા ફોર્મ DS-160 અને અન્ય ફોર્મસ બરાબર વાંચીને જાઓ જેથી તમારા સવાલોના જવાબ વિઝા ફોર્મમાં લખ્યા પ્રમાણે આપી શકો.

તમે જે રીતે તમારા ફેમિલી મેમ્બર કે મિત્રો સાથે વાત કરતા હો તે રીતે બિલકુલ નોર્મલ રહી અધિકારીની સાથે આંખ મિલાવી વાત કરવી અને આમતેમ ડાફોળિયા મારી કે ગભરાટથી જવાબ આપશો નહીં.


તમારે સંપૂર્ણ વિવેકપૂર્વક વેલમેનર્સથી વાત કરવી જોઈએ.

જો અધિકારી પ્રશ્ન પૂછે અને તે ફાસ્ટ બોલવાના લીધે સમજાય નહીં તો તમો રીપીટ કરવા નમ્રતાપૂર્વક કહી શકો છો.

 
તમને બોલાવે ત્યારે જ જાઓ અને અધિકારી બીજા કામ કરતા હોય તો શાંતિથી ઊભા રહો.


જ્યારે ઈન્ટરવ્યૂ આપો ત્યારે અપસેટ થવાની કે નર્વસ કે ગભરાવવાની બિલકુલ જરૃર નથી. કારણ ઈન્ટરવ્યૂ લેનાર એક સામાન્ય માણસ જ છે તેવું મનમાં રાખી તથા તે કોઈ મોટો ન્યાયાધીશ નથી કે તે તમને સજા કરશે. બહુ બહુ તો તમને તે ફરીથી બોલાવશે કે વિઝા નહીં આપે તો કંઈ દુનિયા હારી ગયા નથી કે કોઈ મોટું નુકસાન થયું નથી.   


વાંચો આગળ:  
કેટલાક સામાન્ય વિઝા ઈન્ટરવ્યું પ્રશ્નો અને એના જવાબો.  
મુંબઈ યુ એસ કોન્સ્યુલેટની વિઝા પ્રક્રિયા.
 
બહોત જલ્દ..

Nice GMail Attachment Features

I read Google Blog this morning and found them worth sharing. I liked first three features very much. Third feature was much needed, many times I forgot to attach a file, which I mentioned in the email.

First feature of Drag and Drop of files is nice to have. I developed drag and drop control (about 2.5 years back for a search company like Google!) to build dynamic Html page and so I know underline technology, (Google must be using different frameworks, still concepts remain same) and also know how complex is it. 

Google seeking major technical advancement or new products to beat other tech companies, will have to keep excellent work coming out !

GMail and other email service providers already using Drag and Drop feature to move email to other folder. I think this is the next era of Ajax. When Google introduce it first time it amazed people like me. New features like this, keeps me curious to know what else Ajax will provide the next day.