Tuesday, August 11, 2009
સૌરાષ્ટ્ર સમાચાર
ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર સમાચારની વેબસાઈટ બાબતે ચિંતા અને શોક વ્યક્ત કર્યા હતાં. આજે ફરીથી આ સાઈટની મુલાકાત લઈએ તો ? એક ખુશીના અને એક જુના ને જાણીતા શોકના સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર સાથે સંકળાયેલા છે. શકિતસિંહ ગોહિલ વેબ સેવી તરીકે જાણીતા છે અને એમણે હમણા એક પ્રસંગે ટકોર કરી કે સૌરાષ્ટ્ર સમાચારની વેબસાઈટ હોય તો કેવું? જવાબ મળ્યો કે હાજીર હૈ ! આ વાંચીને અમે પહોંચી ગયા આ નવી સાઈટ પર. વેલ, હવે જુનો પ્રશ્ન ઉકેલાય ગયો છે, એક સાલ બાદ. મતલબ, સાઈટ જોવા મળે છે. થોડા ઘણા વાસી સમાચારો પણ જોવા મળે છે. પણ હવે શોક એ વાતનો છે કે મોટા ભાગના સમાચારોમાં ગુજરાતી ફોન્ટ ઉકેલી શકતા નથી ! લો કરો ટ્રાઈ -
"લ કતરપ કરબક બહગબ ગહબગહ બગહબ"
વધુ ડીકોડીંગ મહાવરા માટે ભાસ્કર ગ્રુપની આ વેબસાઈટ જોવી રહી!
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
વિનયભાઈ ના બ્લોગ માં જોઈને આ લોકો એ નવી જોડણી નો પ્રયત્ન કર્યો હોય એવું લાગે છે...
http://funngyan.com/2008/06/30/sachi-jodni/
જો ગુજરાતી યુનિકોડ ફોંટ વાપરવામા આવે તો ફોંટ ઉકેલવાની તકલીફ ના રહે.
Post a Comment