Tuesday, March 3, 2009

વર્ગમૂળ દિવસ:તારીખોના તાળા મેળવવા સહેલા નથી

આજે વર્ગમૂળ દિવસ ! ૩/૩/૦૯ ! નવનું વર્ગમૂળ ૩! દરેક સદીમાં આવા નવ દિવસ આવે છે. છેલ્લે ૨/૨/૦૪ વર્ગમૂળ દિવસ ગયો અને હવે પછી ૪/૪/૧૬!
આ તારિખોનું ગણિત અને ગણિતમાં તારીખો ખુબ રોમાંચક છે. એક છોટી સી તારીખ સાલ્લી દુનિયાભરના સોફટવેરને હેક કરી શકે છે, તમારી લિફ્ટ ચાલતી ઉભી રહી જાય કે પછી બેંકના એટીએમમાં તમારુ કાર્ડ બહાર ના આવે વગેરે કેટલાય પ્રસંગો છોટી સી તારીખ કી વજહ સે...

*કેટલાય સ્ટોક માર્કેટ Y2Kની ઝપટમાં આવી ચૂક્યા હતાં અને આ ૨ આંકડામાં વર્ષ લખવાની (કુ)ટેવ અબજો રુપિયામાં પડી હતી.

*આવી જ રીતે સૌથી મોટી તારીખના રેફરન્સ તરીકે ૯/૯/૯૯ ઘણા સોફટવેરમાં લખવામાં આવી હતી અને જ્યારે ખરેખર ૯/૯/૯૯ આવી પડી ત્યારે ભારે થઈ હતી.

*માઈક્રોસોફ્ટ એક્સેલ ૧૯૦૦ પહેલાની તારીખ લેતું નથી.

*Y2K7 -યર ૨૦૦૭ પ્રોબ્લેમ- અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં ડે-લાઈટ સેવીંગના ટાઈમ ટેબલમાં ફેરફાર કરાતાં કેટલીય ઢડિયાળો, ક્મ્પ્યૂટર્સ, ગેમ્સ વગેરે ઉપકરણો જેમાં જાતે જ ડે-ટાઈમ ચોક્કસ તારીખ આવતા બદલી જવાની સુવિધા હતી, એ બધા ખોટો સમય બતાવવા મંડયા!

*Y2K38 - યર ૨૦૩૮ પ્રોબ્લેમ - ૧૯ જાન્યૂઆરી ૨૦૩૮ ના દિવસે કેટલાય ક્મ્પ્યૂટર્સની સીસ્ટમ ક્લોક ૧ જાન્યૂઆરી ૧૯૦૧ દેખાડશે! કેમ કે ડેઈટ સ્ટોર કરવાના આંકડા આ દિવસે ખૂટી પડશે. જો કે બીજા બધા પ્રોબ્લેમ્સની જેમ આ પ્રોબ્લેમ પણ ત્યાર પહેલા સોલ્વ થઈ જ જાશે.

* આવા બીજા ઘણા પ્રોબ્લેમ્સ તારીખની આસપાસ વીંટળાયેલા છે. વાય-ટુ-કેની રેપ્લિકા યર ૧૦૦૦૦માં થશે.

ગયા વર્ષે ૮/૮/૦૮ કે આ વર્ષે આવનારી ૯/૯/૦૯ પણ આવી રોમાંચક સફરનું એક સ્ટેશન છે!


ક્યાંય આવી તારીખોનું મ્યુઝિયમ હોવાનું સાંભળ્યુ/વાંચ્યુ નથી જો કોઈને આવી ઈચ્છા થાય તો કહેજો!!

3 comments:

Harsh said...

You have put wonderful information.
if you have more information about special dates , then put it your on blog.

2008 is longest year after 1992.
2008 has 1 leap day (29th February) & 1 leap second (on 31st December)

I have also put more information on my blog.

http://calendarblog-harsh.blogspot.com/2008/12/30-days-in-february-in-sweden.html

http://calendarblog-harsh.blogspot.com/2008/11/only-21-days-in-month.html

and more ...

http://calendarblog-harsh.blogspot.com

Anonymous said...

nice info .. alpesh
thanks

Anonymous said...

અલ્પેશભાઈ

એક્સ્લેન્ટ ઇંફોર્મેશન યાર!