Wednesday, August 24, 2011

માછલી કોણે પાળી ?

ગયા અંકનો સવાલ:

વિષય:ગણિત , ગહનતા: ૩.૫  / ૫
   
આજની એન્ડ ગેમ એક વાસ્તવિક રમત છે અને એનું નામ છે "૨૪ ગેમ". આપની 52 પત્તાની કેટમાંથી ૪ પત્તા દરેક ખેલાડીને આપવામાં આવે. અને તમારા હાથમાં રહેલા ચાર પત્તામાની સંખ્યાઓ અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કૌન્સના ઉપયોગથી જો તેમે જવાબ ૨૪ બીજા બધાથી પહેલા લાવી દો તો તમે જીત્યા ગણાવ. 

દા.ત. જો તમારે ૧,૨,૩,૪ નંબર લખેલા કાર્ડ આવ્યા હોય તો ૧*૨*૩*૪ = ૨૪.  બીજું ઉદાહરણ જોઈએ તો ૪,૭,૮,૮, પત્તા હોય તો (૭ - ૮/૮ )*૪ = ૨૪.

આજે તમને ચાર નંબર અહી આપેલ છે : ૧,૩,૪,૬. તમારે આ ચાર સંખ્યાઓનો એક વાર ઉપયોગ કરી અને સરવાળા, બાદબાકી, ગુણાકાર,  ભાગાકાર કે કૌંસનો ઉપયોગ કરી જવાબ ૨૪ લાવવાનો છે.


જવાબ:


ઘણાં વાંચકોએ સાચો  જવાબ આપ્યો છે, ખરો જવાબ મોકલનાર વાંચકો આ મુજબ છે : 
ધવલ શાહ,
સની મુજ્પરા (અમદાવાદ),
મહેશ હિંગોરાની (ગાંધીધામ),
ભાવિક પટેલ (સુરત) ,
દર્શન ઠક્કર (નડિયાદ) ,
મહેશ કાપડિયા (વલ્લભ વિદ્યાનગર)
પાયલ ફળદુ,
આરતી બેલાની,
રોનક પંચોલી,
હર્ષ કોન્ટ્રાકટર, 

આ કોયડાનો ઉકેલ  છે :
  6 / ( 1 - (3/4) ) 

ઘણા  વાંચકોએ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કૌંસ સિવાયની સંજ્ઞાઓ કે વિધેયો વાપરીને જવાબ મેળવ્યો છે પણ પ્રશ્નમાં જણાવ્યા મુજબ આ સંજ્ઞાઓ વાપર્યા વગર જવાબ શોધવાનો હોવાથી એ વાંચકોએ ખરો જવાબ મેળવ્યો હોવા છતાં ધ્યાનમાં લીધેલ નથી.  
End Game
વિષય:લોજીક, ગહનતા: ૪.૫ / ૫ 
 
આજનો કોયડો આઈનસટાઇને યુવા વયે લખ્યો હોવાની કહેવાય છે. પણ કોયડામાં વપરાયેલી સિગારેટ બ્રાંડ એના જમાનામાં અસ્તિત્વમાં ના હોય, એ ખરેખર એમને જ લખ્યો છે કે કેમ એ પણ એક કોયડો જ છે. એમ પણ કહેવાય છે કે દુનિયાની ૯૮%  વસ્તી આ કોયડો ઉકેલી નહિ શકે!
એક શેરીમાં પાંચ ઘર આવેલા છે. દરેક જુદા રંગથી રંગેલા છે. દરેક ઘરમાં જુદા જુદા દેશના લોકો રહે છે. દરેક ઘરનો માલિક  જુદું પીણું પીવે છે. દરેક માલિક જુદી બ્રાન્ડની સિગારેટ પીવે છે. દરેક માલિક જુદું પ્રાણી પાળે છે. 

૧. સ્વીડીશ (સ્વીડન)  કુતરો રાખે છે.
૨.  ડેનીશ (ડેન્માર્ક) ચા પીવે છે.
૩.  લીલા રંગનું ઘર સફેદ ઘરની ડાબી બાજુએ છે.
૪. લીલા ઘરનો માલિક કોફી પીવે છે.
૫. જે માલિક પોલ મોલ સિગારેટ પીવે છે એ પક્ષી પાળે છે.
૬. પીળા ઘરનો માલિક ડનહિલ સિગારેટ પીવે છે.
૭. વચ્ચેના ઘરમાં રહેતો માલિક દૂધ પીવે છે.
૮. નોર્વેઈન પહેલા ઘરમાં રહે છે.
૯.જે માલિક બ્લેન્ડ સિગારેટ પીવે છે એ બિલાડી રાખતા માલિકની બાજુમાં રહે છે.
૧૦. ઘોડાનો માલિક ડનહિલ સિગારેટ પીતા માલિકની બાજુમાં રહે છે.
૧૧. જે માણસ બ્લુ માસ્ટર સિગારેટ પીવે છે એ બીયર પીવે છે.
૧૨. જર્મન પ્રિન્સ સિગારેટ પીવે છે.
૧૩. નોર્વેઈન વાદળી ઘરની બાજુમાં રહે છે.
૧૪. બ્લેન્ડ સિગારેટ પીતા વ્યક્તિનો પાડોસી પાણી પીવે છે.
૧૫. બ્રિટીશ લાલ ઘરમાં રહે છે. 
હવે તમારે એ શોધવાનું છે કે માછલી કોણ રાખે છે ?!

જવાબ ક્યાં મોકલશો?


તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.