હમણાં હમણાં થોડા મજેદાર આંકડાઓ વાંચવા મળ્યા જે અહી ટપકાવવાના આશયથી આ પોસ્ટ.
૧) અમેરિકન શેર ઇન્ડેક્સ S&P ૫૦૦ની (૫૦૦માથી ) ૪૦% કંપનીઓ ૧૦ વરસ પહેલા અસ્તિત્વમાં જ નહોતી! ( આ અઠવાડિયાના Barron's માંથી )
૨) કેલીફોર્નીયા રાજ્યમાં ૧% લોકોએ રાજ્યના કુલ ઇન્કમ ટેકસનો ૪૫% ઇન્કમ ટેક્સ ભર્યો. ( wsj.com) કોલેજમાં ભણેલો ૭૦-૩૦ નિયમ યાદ આવી ગયો !
૩) કાર સીટી તરીકે ઓળખાતું ડેટ્રોઈટ શહેરની વસ્તી છેલ્લા નેવું વરસની સૌથી નીચેની સપાટીએ આવી ગઈ અને છેલ્લા દસ વરસોમાં ૨૫% વસ્તીઘટાડો નોંધાયો. ( લગભગ બધા છાપાઓમાં આ ચપાય ચુક્યું હશે, પણ મેં આ છાપામાં વાંચેલ )
૪) દુનિયાના મોટા અને મોંઘા શહેરોમાં ગણાય એવા શહેર ન્યુ યોર્કનો વસ્તી રીપોર્ટ શું કહે છે? છેલ્લા દસ વરસોમાં ૨.૧% વસ્તી વધી. પણ રસપ્રદ એ છે કે અહી બ્લેક અને વ્હાઈટ (કાળા અને ધોળા ) લોકોની વસ્તી ઘટી પણ એશિયન લોકોની વસ્તી ૩૧.૮% વધી!
૫) આખા અમેરિકાની વસ્તીના આંકડા પણ રસપ્રદ છે. ૫૦% વસ્તી ૧૦ શહેરોમાં વસે છે. ધોળા લોકોની વસ્તી ટકાવારી પ્રમાણે જોતાં ઘટતી જાય છે અને ૨૦૪૦ સુધીમાં કુલ વસ્તીના માત્ર ૫૦% લોકો ધોળા રહેશે. (ધોળા લોકોના આંકડા સ્પેનીશ સિવાયના ધોળા લોકો છે. )
બક્ષીબાબુને એકવાર આવું કહેતા સાંભળ્યા હતાં, "ભીંતે માથા પછાડીએ ત્યારે આંકડા મળે છે". આજેય આ વાત એટલી જ સાચી વાત છે !
કેટલાક કલાકારો એક નાની બુક રાખતા હોય છે એટલે જયારે પણ ક્યાંય પણ પ્રોગ્રામ આપવાનો થઇ પડે તો એમાંથી થોડુક ( જોક્સ કે કવિતાઓની પંક્તિઓ કે શેર ) વહેતું મૂકી દેવાથી ઘણી બધી તાળીઓ વીણી શકાય. આવું જ અમુક લેખકો એમના લેખો લખવા માટે થોડાક આંકડાની બુક બનાવી હોવાનું ધ્યાન પર આવ્યું છે અને જુના તો જુના, એના એ જ આંકડાઓ વારંવાર વાંચવા મળે છે ! તો વળી અમુક લોકોને લાંબા આંકડાઓ ( કેટલા મીંડા લખ્યા છે એની ગણતરી તેઓ પણ નહિ કરતા હોય ! ) લખી જાણે છે !
આ મથાળાની પ્રેરણા ફ્રેંચ ફિલોસોફર René Descartes ના નીચેના પ્રખ્યાત વિધાન પરથી મળી છે.
Perfect numbers like perfect men are very rare.