Thursday, July 30, 2009

સમાજ, સરકાર અને ડોકટરો

હમણા જુનિયર ડોકટરોની હડતાલ ચાલે છે, ગરીબો સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી દવાખાનાઓ તરફ વળ્યા છે અને મસમોટી સરકારી હોસ્પિટલો ખાલી રહે છે. વાંધો આ હોસ્પિટલો ખાલી રહે એનો ના હોય પણ ગરીબ લોકો યોગ્ય સારવાર ના પામે કે ખાનગી દવાખાનાઓમાં જઈ મોટા દેવામાં ઉતરી જાય એની સામે આપણે સવિનય વિરોશ નોંધાવવો રહ્યો. જપન પાઠકે એનો વિરોધ હડતાલના શરૂઆતના દિવસોમાં જ આક્રમક અને યોગ્ય રીતે નોંધાવ્યો જ છે. (જપનના બ્લોગની નોંધ દરેક રાજકીય માંધાતાઓ લેતા જ આવ્યા છે એ એક આડવાત નોંધવી રહી.)

ગરીબ પ્રજાનો સામાન્ય રીતે કોઈ ગોડફાધર હોતા નથી સિવાય કે આ પ્રશ્ન પોલીટીકલ સ્વરૂપ ધારણ કરે. આપણે ત્યાં અમુક વર્ગને ખાસ સ્ટેટસ અને પ્રાધાન્ય મળે છે જેવા કે રાજકારણીઓ, ડોકટરો, શિક્ષકો, વકીલો, સાધુ મહાત્માઓ. ( અહીં પબ્લીસીટીની વાત નથી નહિ તો ફિલ્મી સિતારા અને રમતવીરો પણ આ લીસ્ટમાં આવત). સમાજ આ વર્ગોને માનભરી નજરે જુએ છે. પણ સામા પક્ષે આ મળેલાં માંનામોભાને બરાબર અનુસરવાની જવાબદારી પણ ખરી. જો એમાં પાર ના ઉતરી શકે તો સમાજે ગીયર બદલવાની જરૂર ખરી.

ગરીબ પ્રજાના માંદગીઓ અવગણી પગારને પ્રાધાન્ય આપતા આ ડોકટરોનો વિશિષ્ટ દરજ્જો એના પ્રોફેશનલ અપ્રોચથી છીનવાય જવો જોઈએ. પગાર વધારો માંગવો એ કઈ ખોટી બાબત નથી પણ એની પ્રાયોરીટી સારવારથી આગળ ના હોઈ શકે.

સરકાર પક્ષે પણ ( જેમ દરવર્ષે ધારાસભ્યોનો પગારવધારો ચુપચાપ વિધાનસભામાં પાસ કરી દેવાય છે એમ ) ડોકટરોના વેતન ચુપચાપ મોંઘવારી અને બીજા રાજ્યોની સમકક્ષ કરી આપવા જોઈએ આવી બાબતે ડોકટરોને માંગણી કરવાનો અવસર જ ના આપવો જોઈએ.

Thursday, July 23, 2009

અમ્મેરિકા... [1]

અમેરિકા અને ભારત- બંને મોટા લોકશાહી તંત્રો. છતા ક્યારેક પ્રશ્ન થાય કે આપણે ખરેખર સંસદીય લોકશાહીમાં કાયદાનું સ્થાન સર્વોચ્ચ હોવું જોઈએ એવું છે ખરું ? ગુજરાતમાં ભાજપના કોઈ નેતા સામે આંગળી ઉંચી કરો તો કોર્ટ સજા કોને આપશે? તમને કે અસલી ગુનેગારને ? વડોદરાનો કોઈક નેતા હમણા જ નિર્દોષ ચુંટાય આવ્યા છે, જેમને જાહેરમાં હોળીના દિવસે હવામાં ગોળીબાર કરેલો. કોંગ્રેસ શાસિત પ્રદેશમાં કોંગ્રેસનો નેતા ગમે તેવું કૃત્ય કરે તો એને સજા મળે ખરી?
આજે સવારે ન્યૂ જર્સી રાજ્યના ચારેક શહેરોના રાજકીય આગેવાનો - આપણાં ધારા સભ્ય, અને મેયર કક્ષાના - અને કેટલાક પાદરીઓ મળીને ૩૦ મહાનુભાવોને જેલભેગા કરી દેવાયા. ૩ કલાકની અંદર દરેક છાપાની હેડ લાઈન ( ઈન્ટરનેટ પર ) પથરાય ગઈ. આમાં અહીના મુખ્ય બંને પક્ષના સભ્યોને અંદર કરાયા છે. મતલબ રાજ્ય અને દેશ આખામાં જેમનું શાસન છે એવી પાર્ટીના સભ્યો પણ જેલમાં હવા ખાય છે! ચપોની વેબસાઈટ પર સંપૂર્ણ રીપોર્ટ પણ મુકાયેલા છે. એફ બી આઈનો રિપોર્ટ, દરેક પર લાગુ પડાયેલ ગુના વગેરે સંપૂર્ણ માહિતી ચારેક કલાકમાં આવી ગઈ . આમાંના કેટલાક તો માત્ર ૫૦૦ ડોલરની લાંચમાં ઝડપાયા છે ! હું જ્યાં રહું છું એ વિસ્તારના ૩ મોટા શહેરોના મેયરો કે ડેપ્યુટી મેયરોને એફ બી આઈ ઉપાડી ગઈ છે અને હમણા કોર્ટમાં રજુ કરવામાં આવશે.
આનું નામ તે લોકશાહી ! ઓબામાનો ફોન આવશે તોય કેસ ચાલશે અને કાર્યવાહી થશે !
હમણા સાઉથ કેરોલીના રાજ્યના ગવર્નર ( આપણે ત્યાના મુખ્યમંત્રી સમકક્ષ ) કોઈને જાણ કાર્ય વગર ફરવા જતા રહ્યા હતા. હોદ્દો છોડવો પડે એવી નોબત આવીને ઉભી રહી. આપણે ત્યાં કોઈનેય ખબર હોઈ છે કે આ રાજકારણીઓ ક્યાં ભાંગરો વાટે છે? ગઈ કાલે ગુજરાતની ધારાસભામાં માત્ર ૪૦ જેટલા સભ્યો હાજર હતા ! કોઈ પબ્લિક પૂછે છે કે ક્યાં હતા સાહેબશ્રી ? વરસમાં થોડા દિવસો માત્ર સત્ર ચાલતું હોય છે એમાં જવાનો પણ સમય ના હોય ...!

પાદરીઓને અમેરિકામાં કાનૂની સકંજામાં લઇ શકાય છે. આપણે ત્યાં આવું થઇ શકે ? આશારામનો વાળ વાંકો થયો ?

યારો, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ! મેરા ભારત મહાન !

Wednesday, July 22, 2009

Google Wave


...and now its Google Wave ! See the video on this link and know what google is coming up with !

Friday, July 10, 2009

લઠ્ઠાકાંડ


Source: Sandesh.com - They have not mentioned cartoonist name online, if anyone knows it let me know.

Thursday, July 2, 2009

ગુજરાતી ઈ-સાહિત્યના દસ વરતારા

આ વરતારા અમારા પોપટની મદદથી લેવાયા છે એટલે કોય માથે ના ઓઢે, પણ અમારી જોડે ખુશ થાય કે જોડે તમારું માર્કેટિંગ પણ થાય જ છે !

૧, જય વસાવડાએ એની સાઈટ જયવસાવડા.કોમનું ડોમેઈન બુક કરાવી લીધું છે ! એક જક્કાસ સાઈટ આવી રહી છે વાઝતે ગાઝતે ! ચાલો લખો હવે નહિ તો ડોમેઇન એક્સપાઈર થઇ જશે dear જય!
(  Creation Date: 12-sep-2007, Updated Date: 08-sep-2008,
Expiration Date: 12-sep-2009 )
૨, હવે છાપાઓની જેમ વેબસાઈટો પર પણ ગુજરાતની નંબર વન સાઈટની સ્પર્ધા જામશે! અને દરેક દેરા પર આવું બોર્ડ વાંચેલું જોવા મળશે!
૩, ગુજરાતી મોટા ભાગના છાપા ફાઈરફોકસ બ્રાઉઝરમાં ચાલતા નથી અથવા બરાબર ચાલતા નથી, નજીકના ભવિષ્યમાં આ લોકોને આ વાતની જાણ થશે!
૪, ઊંઝા જોડણીવાળા એના બ્લોગનો પ્રચાર ઇમેઇલ લખીને કરે છે એવી જ તરકીબો અમુક આ જોડણીનો વિરોધ કરનારા અને અન્ય વર્ગના બ્લોગો પણ કરતા જોવા મળશે!
૫, નજીકના ભવિષ્યમાં કોઈ બ્લોગર પોતા પર જ બીજાની મારફતે અથવા તો ખરેખર કોઈ સાચો કવિ/લેખક કોઈ બ્લોગર પર કોપીરાઈટ કેસ કરતો જોવા મળશે અને એ સમાચાર છાપાઓમાં પણ આવશે! બંનેનું માર્કેટિંગ ખુબ જોર શોરથી થશે !
૬, ઘણા બ્લોગરો પોતાના બ્લોગને 'બ્લોગ' તરીકે ઓળખાવવા તૈયાર નથી અને કદાચ સંપૂર્ણ સાઇટ અથવા સંપૂર્ણ પોર્ટલ સમજે છે એમને હવે ધીમે ધીમે સમજાશે ભેદ આ બધા વચ્ચેનો.
૭, ઊંઝા જોડણીવાળા હવે જરૂર પડ્યે ગુજરાતી જોડણી પણ લખશે ! સાર્થ જોડણીવાળા જરૂર પડ્યે ઊંઝા જોડણી લખતા જ આવ્યા છે!!
૮, ગુજરાતી બ્લોગીંગની સફળતા જોઈ છાપાઓ બ્લોગને લગતી કોલમો ચાલુ કરશે! તમારો બ્લોગ સારો હશે તો છાપામાં પણ છપાશે !
૯, મારા બ્લોગનું રહસ્ય કે મારી બ્લોગ કથની કે એવા જ કોઈ મુદ્દા સાથે તૈયાર થયેલી બુક પણ છપાશે ! જે હીટ સાબિત થશે. ( કોઈ ટેક્નોક્રેટ એની આત્મકથા લખશે તો તે પણ હીટ જશે. ) જે મુખ્યતવે એમણે લખેલા બ્લોગને બુકમાં વિષયવાર ગોઠવીને બનેલ હશે. ટૂંકમાં બ્લોગર કમ રાઈટર બનતા જોવા મળશે ! સાહિત્ય પરિષદ એમને માન્ય લેખક ગણાશે કે કેમ એ વિષે તકલીફો સર્જાય શકે છે! બગલ થેલા ને બદલે લેપટોપ બેગ લઇ ને રખડશે ! (લેપટોપ રીટેઈલ સેકટરમાં પણ ભાડે મળતા થશે.)
૧૦, કોપી પેસ્ટ નું દુષણ ચાલુ રહેશે અને લાંબા ગાળે એના મૂળ લેખકને વધુ ફાયદો કરાવશે.

આ વરતારા અમારા પોપટે ભલે મજાકના સુરમાં કર્યા હોય, પણ એમની સચ્ચાઈ તમને આવતા વર્ષોમાં દેખાશે ! જો જો અમારા પોપટને ભૂલી જતા નહિ! ફી એક વિઝીટના માત્ર પાંચ ડોલર! ઉપરનામાંથી કોઈ પણ કામ કરાવવું હોય તો પણ મળો, તમારું મોઢું જોયા પછી વાજબી ફી લેશું ( ડોકટરો ની જેમ !) !