આ વરતારા અમારા પોપટની મદદથી લેવાયા છે એટલે કોય માથે ના ઓઢે, પણ અમારી જોડે ખુશ થાય કે જોડે તમારું માર્કેટિંગ પણ થાય જ છે !
૧, જય વસાવડાએ એની સાઈટ જયવસાવડા.કોમનું ડોમેઈન બુક કરાવી લીધું છે ! એક જક્કાસ સાઈટ આવી રહી છે વાઝતે ગાઝતે ! ચાલો લખો હવે નહિ તો ડોમેઇન એક્સપાઈર થઇ જશે dear જય!
૩, ગુજરાતી મોટા ભાગના છાપા ફાઈરફોકસ બ્રાઉઝરમાં ચાલતા નથી અથવા બરાબર ચાલતા નથી, નજીકના ભવિષ્યમાં આ લોકોને આ વાતની જાણ થશે!
૪, ઊંઝા જોડણીવાળા એના બ્લોગનો પ્રચાર ઇમેઇલ લખીને કરે છે એવી જ તરકીબો અમુક આ જોડણીનો વિરોધ કરનારા અને અન્ય વર્ગના બ્લોગો પણ કરતા જોવા મળશે!
૫, નજીકના ભવિષ્યમાં કોઈ બ્લોગર પોતા પર જ બીજાની મારફતે અથવા તો ખરેખર કોઈ સાચો કવિ/લેખક કોઈ બ્લોગર પર કોપીરાઈટ કેસ કરતો જોવા મળશે અને એ સમાચાર છાપાઓમાં પણ આવશે! બંનેનું માર્કેટિંગ ખુબ જોર શોરથી થશે !
૬, ઘણા બ્લોગરો પોતાના બ્લોગને 'બ્લોગ' તરીકે ઓળખાવવા તૈયાર નથી અને કદાચ સંપૂર્ણ સાઇટ અથવા સંપૂર્ણ પોર્ટલ સમજે છે એમને હવે ધીમે ધીમે સમજાશે ભેદ આ બધા વચ્ચેનો.
૭, ઊંઝા જોડણીવાળા હવે જરૂર પડ્યે ગુજરાતી જોડણી પણ લખશે ! સાર્થ જોડણીવાળા જરૂર પડ્યે ઊંઝા જોડણી લખતા જ આવ્યા છે!!
૮, ગુજરાતી બ્લોગીંગની સફળતા જોઈ છાપાઓ બ્લોગને લગતી કોલમો ચાલુ કરશે! તમારો બ્લોગ સારો હશે તો છાપામાં પણ છપાશે !
૯, મારા બ્લોગનું રહસ્ય કે મારી બ્લોગ કથની કે એવા જ કોઈ મુદ્દા સાથે તૈયાર થયેલી બુક પણ છપાશે ! જે હીટ સાબિત થશે. ( કોઈ ટેક્નોક્રેટ એની આત્મકથા લખશે તો તે પણ હીટ જશે. ) જે મુખ્યતવે એમણે લખેલા બ્લોગને બુકમાં વિષયવાર ગોઠવીને બનેલ હશે. ટૂંકમાં બ્લોગર કમ રાઈટર બનતા જોવા મળશે ! સાહિત્ય પરિષદ એમને માન્ય લેખક ગણાશે કે કેમ એ વિષે તકલીફો સર્જાય શકે છે! બગલ થેલા ને બદલે લેપટોપ બેગ લઇ ને રખડશે ! (લેપટોપ રીટેઈલ સેકટરમાં પણ ભાડે મળતા થશે.)
૧૦, કોપી પેસ્ટ નું દુષણ ચાલુ રહેશે અને લાંબા ગાળે એના મૂળ લેખકને વધુ ફાયદો કરાવશે.
આ વરતારા અમારા પોપટે ભલે મજાકના સુરમાં કર્યા હોય, પણ એમની સચ્ચાઈ તમને આવતા વર્ષોમાં દેખાશે ! જો જો અમારા પોપટને ભૂલી જતા નહિ! ફી એક વિઝીટના માત્ર પાંચ ડોલર! ઉપરનામાંથી કોઈ પણ કામ કરાવવું હોય તો પણ મળો, તમારું મોઢું જોયા પછી વાજબી ફી લેશું ( ડોકટરો ની જેમ !) !
5 comments:
પોપટલાલની વાતમાં દમ છે!
તમને તમારા પોપટલાલની પહોંચની ખબર લાગતી નથી, આ વરતારા તો આપણા વતનમાં ઑલરેડી "વરતન" વહી રહ્યા છે.
અને હા તમારા બ્લોગ પર હું વધુ કોમેન્ટ કરૂ તો મને એકાદ "ફેટ બૉય" નો મેળ કરી આપશો?
નોંધ - પોપતને એક વાત પુછ્જો ને કે દરેકને પોતનો "ફેવરીટ લેખક/કૉલમીસ્ટ" હોય જ છે, એમાં હજુ અપવાદ જોવા કેમ નથી મળતો?
lET US LERAN FROM OTHERS
GOOD AND LEAVE BAD BEHIND..
BLOG IS TO REFLECT WHAT YOU ARE. .
BLOG HAS TO TO LET GUJARATI OR OTHER CONNECT AND LIVE IN HARMPONY!
iT IS FOR THE PLEASURE OF BODY, MIND AND SPIRIT.
RAJENDRA - DHAVALRAJGEERA
WWW.YOGAEAST.NET
WWW.BPAINDIA.ORG
Nice one.
બગલ થેલા ને બદલે લેપટોપ બેગ લઇ ને રખડશે ! lol
Post a Comment